Top News Main

Ravi Riverના પાણી પર ભારતનો કાબૂ,પાકિસ્તાન માટે વધતી ચિંતા,Shahpur Kandi Dam પૂર્ણતાની નજીક,વધારાનું પાણી હવે દેશ અંદર વળશે

રાવીના પાણી મુદ્દે ભારતના મોટા નિર્ણય થી પાકિસ્તાનની મુશ્કેલી વધવાની શક્યતા,ભારત સરકારે રાવી નદીના વધારાના પાણી પાકિસ્તાનમાં જતા અટકાવવાની તૈયારી શરૂ કરી દીધી છે.આ નિર્ણયથી પાકિસ્તાનની પાણી સમસ્યા વધુ ગંભીર બની શકે છે.ખાસ કરીને ઉનાળો નજીક આવતા આ પગલું મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. શાહપુર કાંડી ડેમથી પાણીનો માર્ગ બદલાશે,એટલું નહી સાથે સાથે જમ્મુ-કાશ્મીર અને પંજાબની સીમા પર બની રહેલો Shahpur Kandi Dam Project લગભગ પૂર્ણતાની નજીક પોહચી જશે.ડેમ શરૂ થયા પછી Ravi River નું વધારાનું પાણી હવે પાકિસ્તાન તરફ નહીં જાય,પરંતુ પંજાબ અને જમ્મુ-કાશ્મીર તરફ વાળવામાં આવશે.આ અંગે જમ્મુ-કાશ્મીરના મંત્રી જાવેદ અહમદ રાણાએ જણાવ્યું હતું કે આ યોજના કઠુઆ અને સાંબા જેવા સુકાં વિસ્તારમાં ખેતી માટે આશીર્વાદ સાબિત થશે. Kathua અને Samba જિલ્લામાં લાંબા સમયથી પાણીની અછત છે.

પાંચ દાયકાથી અટકેલો પ્રોજેક્ટ હવે પૂર્ણતા તરફ

આ ડેમ પ્રોજેક્ટની કલ્પના 1979માં કરવામાં આવી હતી.1982માં પૂર્વ વડાપ્રધાન Indira Gandhi દ્વારા શિલાન્યાસ કરવામાં આવ્યું હતું. જોકે પંજાબ અને જમ્મુ-કાશ્મીર સરકાર વચ્ચેના વિવાદને કારણે કામ અટકી ગયું હતું.2008માં આ પ્રોજેક્ટને રાષ્ટ્રીય મહત્વનો જાહેર કરવામાં આવ્યો હતો.આ યોજના માટે કુલ રૂ. 3,394 કરોડનો ખર્ચ થાય છે. ડેમની ઊંચાઈ 55.5 મીટર છે અને તેમાં 7.7 કિમી લાંબી હાઈડલ ચેનલ બનાવવામાં આવી રહી છે.આ પ્રોજેક્ટથી પંજાબમાં લગભગ 5,000 હેક્ટર અને જમ્મુ-કાશ્મીરમાં 32,000થી વધુ હેક્ટર જમીન સિંચાઈ હેઠળ આવશે.

ભારતને પૂર્વ નદીઓ પર સંપૂર્ણ અધિકાર

પાણી વહેંચણી કરાર મુજબ ભારતને રાવી, Beas River અને Sutlej River નદીઓના પાણી પર સંપૂર્ણ અધિકાર છે.જ્યારે પાકિસ્તાનને Indus River, Jhelum River અને Chenab River નદીઓનો ઉપયોગ કરવાનો અધિકાર મળેલો હતો.સાથે પાકિસ્તાનની ખેતી લગભગ 80થી 90 ટકા સુધી સિંધુ નદી પ્રણાલી પર આધારિત છે. દેશ પાસે પાણી સંગ્રહ ક્ષમતા પણ ખૂબ મર્યાદિત છે, જેના કારણે ભારતના પગલાંથી પાકિસ્તાનમાં પાણી સંકટ ઊંડું થઈ શકે છે.અન્ય હાઇડ્રો પ્રોજેક્ટ પર પણ તેજી હોવાના સંકેત છે, જયારે કેન્દ્ર સરકારે હવે અનેક વીજ ઉત્પાદન યોજનાઓ પર પણ કામ તેજ કર્યું છે, જેમાં Sawalkote Hydroelectric Project, Ratle Hydroelectric Project, Pakal Dul Hydroelectric Project, Kiru Hydroelectric Project, Kwar Hydroelectric Project સહિતના પ્રોજેક્ટનો સમાવેશ થાય છે.

Most Popular

To Top