National

વિઝા પૂર્ણ થયા,પણ આ ચાઈનીઝ નાગરિકો રોકાયા હતા: અંતે ભારત-નેપાળ બોર્ડર પરથી ઝડપાયા

નવી દિલ્હી : અરુણાચલ પ્રદેશના તવાંગમાં ભારત (India) અને ચીનની (China) સેનાઓ વચ્ચે અથડામણ બાદ સુરક્ષા દળો સરહદ પર વધારે કડકાઈથી વર્તી રહ્યા છે. ચીનની સાથે અન્ય પડોશી દેશોની સરહદો પર પણ તકેદારી રાખવામાં આવી રહી છે. પરિણામે ઉત્તર પ્રદેશના મહારાજગંજ જિલ્લામાં ભારત-નેપાળ સરહદ પર સ્થિત પર પણ દેખરેખ રાખવામાં આવી રહી છે. એવામાં સોનાલી વિસ્તારમાં (Sonali Area) શંકાસ્પદ રીતે ફરતા બે ચીની નાગરિકોને (Chinese Ctizens) કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.

  • સોનાલી વિસ્તારમાં શંકાસ્પદ રીતે ફરતા બે ચીની નાગરિકોને કસ્ટડીમાં લેવાયા
  • ભારત અને ચીનની સેનાઓ વચ્ચે અથડામણ બાદ સુરક્ષા દળો સરહદ પર વધારે સક્રિય
  • (SSB)ના સૈનિકો સરહદ પર પેટ્રોલિંગ અને નિરીક્ષણ દરમ્યાન તેમણે બે ચીની નાગરિકોને અટકાવ્યા

એસએસબીની સૈનિક ટુકડીએ બનેને કસ્ટડીમાં લીધા હતા
આ ચાઈનીઝ નાગરિકોને એસએસબીએ કસ્ટડીમાં લીધી હતી જે અંગે માહિતી આપતા પોલીસે જણાવ્યું કે શુક્રવારે મોડી રાત્રે સશસ્ત્ર સીમા બલ (SSB)ના સૈનિકો સરહદ પર પેટ્રોલિંગ અને નિરીક્ષણ કરી રહ્યા હતા. આ દરમ્યાન તેમણે ભારતની સરહદ તરફ આવતા બે ચીની નાગરિકોને અટકાવ્યા હતા અને તેમને સરહદ પર ફરવાનું કારણ પૂછ્યું હતું વધુમાં સૂત્રોના જણાવ્યા અનુસાર બંને ચીની નાગરિકો તરફથી કોઈ સંતોષકારક જવાબ ન મળતાં તેમને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.અને ત્યાર બાદ તેમના પાસપોર્ટ અને અન્ય દસ્તાવેજો અંગેની ઊંડાણ પૂર્વક પૂછતાછ કરવામાં આવી હતી.

બંને ચીની નાગરિકો અગાઉ પણ ભારત આવી ચૂક્યા છે

સોનૌલી પોલીસ સ્ટેશનના પ્રભારી અભિષેક સિંહે જણાવ્યું કે ગુપ્તચર એજન્સીઓ દ્વારા અટકાયત કરાયેલા ચીની નાગરિકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. ઝેંગ યિંગજુન (50) અને સોંગ હુઈ (52) તરીકે પકડાયેલા ચીની નાગરિકો પાસે ચાઈનીઝ પાસપોર્ટ હોવાનું જણાયું હતું પરંતુ તેમના ભારતીય વિઝાની સમયસીમા સમાપ્ત થઈ ગઈ છે એમ તેમણે જણાવ્યું હતું. સિંહના જણાવ્યા અનુસાર યિંગજુન અને હુઈ ભૂતકાળમાં ઘણી વખત ભારતની મુલાકાત લઈ ચૂક્યા છે.હવે બનેની ધરપકડ બાદ તેમના બેગ્રાઉન્ડ અંગેની પણ તાપસ કરવાના ચક્રો ગતિમાન કરી દેવાયા છે.

અન્ય પડોશી દેશોની સરહદો પર પણ તકેદારી રાખવામાં આવી રહી છે
અરુણાચલ પ્રદેશના તવાંગમાં ભારત અને ચીનની સેનાઓ વચ્ચે અથડામણ બાદ સુરક્ષા દળો સરહદ પર વધારે કડકાઈથી વર્તી રહ્યા છે અને ચાઇનાની દરેક ગતિવિધિઓ ઉપર બારીકાઇથી નજર રાખી રહ્યા છે. જોકે આ સાથે જ ચીન અને ભારતની સરહદ ઉપર આવેલા અન્ય પડોશી દેશોની સરહદો પર પણ તકેદારી રાખવામાં આવી રહી છે.

Most Popular

To Top