National

INDIA નામ રાખવાથી કશું થતું નથી, મોદીનો વિપક્ષ પર વાર: રાહુલ ગાંધીએ આપ્યો વળતો જવાબ

નવી દિલ્હી: ચોમાસુ સત્રમાં મણિપુર (Manipur) પર ચાલી રહેલી હિંસા વચ્ચે મંગળવારે ભાજપની (BJP) સંસદીય દળની બેઠક યોજાઈ હતી. વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદીએ આ સભાને સંબોધી હતી. આ દરમિયાન પીએમએ વિપક્ષી ગઠબંધન પર નિશાન સાધ્યું હતું. પીએમ મોદીએ કહ્યું હતું કે માત્ર INDIA નામ રાખવાથી કશું થતું નથી. ઈસ્ટ ઈન્ડિયા કંપનીમાં પણ ઈન્ડિયા છે અને ઈન્ડિયન મુજાહિદ્દીનના નામમાં પણ ઈન્ડિયા છે. તેમણે કહ્યું કે આનાથી જનતા ગેરમાર્ગે દોરાશે નહીં. પીએમ મોદીએ કહ્યું વિપક્ષ વિખરાયેલો અને હતાશ છે. તેનાં રવૈયાથી લાગી રહ્યું છે કે તેઓને લાંબા સમય સુધી સત્તામાં આવવાની કોઈ ઈચ્છા નથી. આ ઉપરાંત તેમણે 15 ઓગસ્ટનાં રોજ હર ઘર તિરંગા કાર્યક્રમ અંગે પણ જાણકારી આપી હતી.

રાહુલ ગાંધીએ આ રીતે આપ્યો પીએમને જવાબ
આ અંગે રાહુલ ગાંઘીએ ટ્વિટ કર્યું હતું કે તમે જે ઈચ્છો તે બોલાવી લો અમને મોદીજી. અમે ભારત છીએ. અમે મણિપુરમાં જે હિંસા ચાલી રહી છે તેને અટકાવામાં અને દરેક મહિલા અને બાળકોનાં આંસુ લૂછીશું. અમે રાજ્યના તમામ લોકોમાં પ્રેમ અને શાંતિ સ્થાપિત કરીશું. અમે મણિપુરમાં ભારતના વિચારનું પુર્નનિર્માણ કરીશું.

મોદીજી કોંગ્રેસના વિરોઘમાં એટલા આંઘળા થઈ ગયા છો કે ઈંન્ડિયાથી જ નફરત કરવા લાગ્યા છો: પવન ખેડા
કોંગ્રેસ નેતા પવન ખેડાએ પીએમ મોદીના આ નિવેદન પછી તેમના પર પલટવાર કર્યો હતો અને કહ્યું કે મોદીજી તમે કોંગ્રેસના વિરોઘમાં એટલા આંઘળા થઈ ગયા છો કે ઈંન્ડિયાથી જ નફરત કરવા લાગ્યા છો. તેમણે વઘારામાં ઉમેર્યું કે સાંભળવામાં આવ્યું છે કે કુંઠાંમાં આવીને આજે તમે ઈન્ડિયા પર જ હુમલો કર્યો હતો.

વિપક્ષ બુધવારે (26 જુલાઈ) મોદી સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવશે
ચોમાસુ સત્રની આજની પ્રથન બેઠક હતીય આ બેઠક સંસદની લાઈબ્રેરી બિલ્ડિંગમાં થઈ હતી જેમાં પીએમ મોદી સાથે અમિત શાહ, રાજનાથ સિંહ, જેપી નડ્ડા તેમજ અન્ય કેન્દ્રિય મંત્રીઓએ હાજરી આપી હતી. આ બેઠકમાં મણિપુરની હિંસાના મુદ્દે પહેલેથી જ હંગામો ચાલતો હતો ત્યારે આ મુદ્દે વિપક્ષે પીએમ મોદી પાસેની આ મુદ્દે વિસ્તૃત ચર્ચાની માગ કરી હતી. વિપક્ષ આ મુદ્દે મોદી સરકારને ઘેરી રહ્યો છે. ત્યારે આ વચ્ચે જાણકારી મળી આવી છે કે વિપક્ષ બુધવારે (26 જુલાઈ) મોદી સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવશે.

મંગળવારે લોકસભા અને રાજ્યસભામાં હોબાળો
મણિપુરમાં હિંસા મુદ્દે મંગળવારે લોકસભા અને રાજ્યસભામાં હોબાળો થયો હતો. લોકસભામાં સવારે 11 વાગે બેઠક શરૂ થતાં જ વિપક્ષે સૂત્રોચ્ચાર સાથે પોતાનો વિરોધ નોંધાવાનો શરૂ કરી દીધો હતો. સ્પીકરે 3 મિનિટ બાદ જ ગૃહને બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દીધું હતું.

Most Popular

To Top