સાઉદી અરેબિયા(Saudi Arabia)માંથી ક્રુડની આયાત (import crude oil) કરનારૂં ભારત દેશ (India) આજે અમેરિકા (America) તરફ નજર દોડાવી છે. સતત ક્રુડનું ઉત્પાદન ઘટાડવાના ઓપેકના નિર્ણય બાદ ક્રુડના ભાવમાં તેજી આવી છે. જ્યારે ભારત ક્રુડની આયાત દુનિયાના અગ્રેસર દેશોમાં કરે છે, ત્યારે ક્રુડની આયાત માટે સાઉદી અરેબિયા ઉપર નિર્ભર રહેવાનું ટાળી રહી છે. જાન્યુઆરીથી માર્ચના આ વર્ષના પ્રથમ ત્રિમાસિક સમયગાળામાં ભારત એ અમેરિકાના ક્રૂડતેલના સૌથી મોટા ગ્રાહક (biggest customer) તરીકે બહાર આવ્યું છે.
વિશ્વમાં તેલના ત્રીજા ક્રમના સૌથી મોટા વપરાશકાર દેશે સાઉદી અરેબિયા પરનું અવલંબન ઘટાડવાના પ્રયાસોના ભાગરૂપે અમેરિકા સહિતના અન્ય દેશોથી વધુ તેલ ખરીદવાનું શરૂ કર્યું છે. 2020માં ભારત અમેરિકાના તેલનું બીજા ક્રમનું સૌથી મોટું ગ્રાહક હતું. ભારતીય રિફાઈનરીઓએ અમેરિકાથી રોજનું સરેરાશ 2.87 લાખ બેરલ તેલ આયાત કર્યું હતું, જે 2019 કરતાં 26 ટકા વધારે હતું અને અમેરિકાના તેલના કુલ ઉત્પાદનના દરેક ટકા જેટલું હતું, એમ તેલ ઉદ્યોગના આંકડા દર્શાવે છે.’
તેલના ભાવ કાબૂમાં લાવવા માટે તેનું ઉત્પાદન વધારવાની ભારતની વિનંતી સાઉદી અરેબિયાએ ફગાવી દીધી એ પછી સરકારની સૂચનાથી ભારતીય રિફાઈનરીઓએ સાઉદી અરેબિયા પાસેથી તેલની ખરીદી ઘટાડીને એમરિકા પાસેથી વધુ તેલ ખરીદવાનું ચાલુ કર્યું છે. તેને પગલે જાન્યુઆરી-માર્ચમાં ભારતે અમેરિકા પાસેથી રોજનું સરેરાશ 4.21 લાખ બેરલ તેલ ખરીદ્યુંં છે, જે દક્ષિણ કોરિયાના 3.13 લાખ બેરલ અને ચીનના 2.95 લાખ બેરલથી વધુ છે. ગયે વર્ષે 2020માં ચીન અમેરિકાના તેલનું સૌથી મોટું ગ્રાહક હતું. તેણે રોજના સરેરાશ 4.61 લાખ બેરલ તેલ ખરીદ્યું હતું, જે 2019 કરતાં ચારગણું હતું. અમેરિકાના ચાલીસ વર્ષના સ્વૈચ્છિક પ્રતિબંધ બાદ 2016ના જાન્યુઆરીથી તેલની નિકાસ કરવાનું શરૂ કર્યું. 2020માં તેણે રોજના સરેરાશ 29 લાખ બેરલ તેલની નિકાસ કરી હતી, જે વર્ષાનું વર્ષ આઠ ટકાનો વધારો દર્શાવતી હતી.
તેલના સપ્લાયરોમાં વૈવિધ્ય આણવાના પ્રયાસના ભાગરૂપે ભારતે કેટલુંક તેલ ગયાના પાસેથી પણ ખરીદ્યું છે. ભારતનો સૌથી મોટો તેલ સપ્લાયર ઈરાક છે. પશ્ચિમ એશિયા નજીક હોવાથી તેમ જ પરિવહન ખર્ચ ઓછો લાગતો હોવાથી ભારતનો તેલ ખરીદી માટે માનીતો વિસ્તાર છે. તેની સરખામણીમાં અમેરિકા ભારતથી આઠ ગણું દૂર છે. તેથી એમરિકાના તેલને ભારત પહોંચતા વધુ સમય લાગે છે અને જહાજી નૂર પણ મોંધું હોય છે.