Sports

ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે યોજાનાર ત્રીજી ટેસ્ટ મેચનું મોટું અપડેટ: બદલાઈ શકે છે આ મેચનું સ્થળ

નવી દિલ્હી : ભારત (India) અને ઓસ્ટ્રેલિયા (Australia) વચ્ચે ટેસ્ટ મેચની (Test Match) શરૂઆત થઇ ચુકી છે. પહેલી મેચ નાગપુરમાં (Nagpur) યોજાઈ હતી. દરમ્યાન શનિવારે ભારતે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધની પહેલી ટેસ્ટ સિરીઝમાં જીત મેળવી લીધી છે. એવામાં હવે બન્ને દેશ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ સિરીઝ હિમાચલના ધર્મશાલા (Dharamshala) ક્રિકેટ સ્ટેડિયમ ખાતે યોજવા જઈ રહી છે. પરંતુ આ ટેસ્ટ મેચ યોજાય તે પહેલા તેના સ્થળના ફેફરને લઇ ને એક મોટા સમાચાર આવ્યા છે. આ મેચનું સ્થળ સંભવત બદલાય જશે તેવી સંભાવનાઓ વ્યક્ત ત્રીજી ટેસ્ટ મેચ સિરીઝને લઇને કરવામાં આવી રહી છે.

  • ત્રીજી ટેસ્ટ મેચ સિરીઝ હિમાચલના ધર્મશાલા
  • ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમવાની જાહેરાત કરાઈ હતી
  • પણ હવે બદલાઈ આ મેચનું સ્થળ બદલાઈ શકે છે

ત્રીજી ટેસ્ટ મેચ સોરીઝ ધએમશાળા ખાતે યોજવાની હતી
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે નાગપુર ટેસ્ટ સિરીઝ દરમ્યાન ભારતે શુક્રવારે પહેલી ટેસ્ટ મેચમાં જીત નોંધાવી લીધી છે. જોકે હાલમાં બન્ને દેશો વચ્ચે યોજાનારી તરજી ટેસ્ટ મેચ સિરીઝની ચર્ચાઓ જોર પકડી રહી છે. કહેવાઈ રહ્યું છે કે ત્રીજી ટેસ્ટ મેચ સિરીઝનું સ્થળ બદલાઈ શકે છે. આ મેચ સંભવત મોહાલીમાં યોજાઈ શકે છે. આપણે જણાવી દઈએ કે આ ટેસ્ટ મેચ સિરીઝ 1 માર્ચથી 5 માર્ચ દરમ્યાન યોજાશે.

બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટ અહીં રમવાની જાહેરાત કરાઈ હતી
ક્રીકઇન્ફોની રિપોર્ટ અનુસાર,ધરમશાળાનું ગ્રાઉન્ડ હાલ સંપૂર્ણ તૈયાર થયું નથી.જેને લઇને અહીં ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચનું આયોજન થઇ શકે તેમ નથી. અને એવામાં બીસીસીઆઈ દ્વારા છેલ્લી ઘડીએ સ્થળનો ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.ઉલ્લેખનીય છે કે, ધર્મશાલાનું સ્ટેડિયમ વિશ્વના સૌથી સુંદર ક્રિકેટ સ્ટેડિયમમાંનું એક માનવામાં આવે છે જે ઉંચા પહાડોથી ઘેરાયેલું છે. જ્યારે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટ અહીં રમાશે તેવી જાહેરાત કરવામાં આવી ત્યારે દરેક ક્રિકેટ ચાહકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. પરંતુ હવે તે શક્ય જણાતું નથી.

ધર્મશાળામાં સતત વરસાદને કારણે તેના બાંધકામમાં વિલંબ
ધર્મશાળા હિમાચલ પ્રદેશ ક્રિકેટ સ્ટેડિયમમાં છેલ્લી ફર્સ્ટ ક્લાસ મેચનું આયોજન વર્ષ 2020માં યોજાઈ ગયું હતું , ત્યારબાદ આ મેદાન પર બાંધકામ શરૂ થયું હતું. અહીં નવું આઉટફિલ્ડ અને નવી ડ્રેનેજ સિસ્ટમ તૈયાર કરવામાં આવી રહી છે. એવી ધારણા હતી કે આ વર્ષની શરૂઆતમાં આ કામ થઈ જશે પરંતુ ધર્મશાળામાં સતત વરસાદને કારણે તેમાં વિલંબ થયો.

Most Popular

To Top