નવી દિલ્હી : ભારત (India) અને ઓસ્ટ્રેલિયા (Australia) વચ્ચે ચાલી રહેલી ચાર ટેસ્ટ મેચની શરૂઆત થઇ ચુકી છે. નાગપુરમાં (Nagpur) રામેંયેલી પહેલી મેચમાં ઓસ્ટ્રેલિયા ખરાબ રીતે હાર્યું છે. 132 રાનોની શરમજનક હાર બાદ હવે ઓસ્ટેલિયાએ હવે બયાનબાજી શરૂ કરી છે. ત્રીજા દિવસના અંતે ઓસ્ટ્રલિયાની ટીમ 92 રાનોમાં જ તંબુ ભેગી થઈ ગઈ હતી. હારને કારણે ધુંવાપુવા થયેલી ઓસ્ટ્રલિયાની ટીમના કપ્તાને પીચ વિષે તેના નિવેદીનો આપીને બફાટ કરી નાખ્યો છે. ઓસ્ટ્રલિયા ટીમના કેપ્ટાન પેટ કમિસે (Pet Camis) કહ્યું હતું કે પીચ (Peach) બેટિંગ માટે યગ્ય જ ન હતી. સાથે-સાથે તેમણે ભારતીય કપ્તાન રોહિત શર્માની પણ ખુબ વાહવાહી કરી હતી.
100 રન બન્યા હોત તો સારું થતે: કમિન્સ
શનિવારે મેચ સમાપ્ત થયા બાદ પેટ કમિન્સે કહ્યું હતું કે મેચ ઘણી વખત ખૂબ જ ઝડપથી આગળ વધી હતી. સાચું કહું તો ટીમ ઈન્ડિયાએ શ્રેષ્ઠ રમત બતાવી. જ્યારે બોલ પિચ પર સ્પિન થતો હોઈ છે ત્યારે ભારતીય સ્પિનરો હંમેશા સરસ પ્રદર્શન કરે જ છે. રોહિત શર્માએ બેટિંગમાં પોતાનો ક્લાસ બાતવ્યો હતો. પ્રથમ દાવમાં પીચ ઉપર બોલ ખુબ જ સ્પિન હતો પરંતુ આ પિચ રમી શકાય તેવી હતી. જો અમે વધુ 100 રન બનાવી શક્યા હોત અને તેમના બેટ્સમેનો પર દબાણ લાવી શક્યા હોત તો સારું થાત.
ખેલાડીઓએ મોટો સ્કોર કરવો પડશે
જો કે કમિન્સે ભારપૂર્વક જણાવ્યું હતું કે મેચના કોમ્પિટિશનમાં તેમની ટીમની કેટલીક સકારાત્મક બાબતો પણ હતી. માર્નસ લાબુશેનની જેમ પ્રથમ દાવમાં 49 રન બનાવ્યા હતા. તે જ સમયે ટોડ મર્ફીએ તેની પ્રથમ ટેસ્ટ ઇનિંગ્સમાં પાંચ વિકેટ ઝડપી હતી. તેણે કહ્યું, હતું કે, સ્વાભાવિક રીતે અહીં શરૂઆત કરવી મુશ્કેલ છે પરંતુ અમારા ત્રણ-ચાર ખેલાડીઓ ટીમમાં આવ્યા અને સહજ રીતે રમત રમી ગયા હતા. તેઓએ તેને મોટા સ્કોરનો પડકાર આપવો . મર્ફી તેના ડેબ્યૂ પર ખુબ જ સારી રીતે કર્યો હતો. છેલ્લા એક વર્ષમાં તે ખરેખર પ્રભાવશાળી રહ્યો છે.તે ખરા અર્થમાં એક બહેતરીન ખેલાડી છે.
પ્રથમ ટેસ્ટ મેચમાં ટીમનું પ્રદર્શન
પ્રથમ ટેસ્ટ મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ તેના પ્રથમ દાવમાં 177 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતીય ટીમે કેપ્ટન રોહિત શર્માના શાનદાર 120 રનની મદદથી પ્રથમ દાવમાં 400 રન બનાવ્યા હતા. એટલે કે ભારતને પ્રથમ દાવના આધારે 223 રનની નિર્ણાયક લીડ મળી હતી. આ પછી અશ્વિનના નેતૃત્વમાં ભારતીય બોલરોએ ઓસ્ટ્રેલિયાની ટીમને કોઈ તક આપી ન હતી. મેચમાં સાત વિકેટ અને 70 રન બનાવનાર રવિન્દ્ર જાડેજા પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો.લાઈવ ટીવી