Sports

ઓસ્ટ્રેલિયામાં અમને જે જોઇતી હતી તેવી પ્રેક્ટિસ મળી : ભારતીય ટીમ મેનેજમેન્ટ

પર્થ : ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) હવામાન અને પરિસ્થિતિઓને અનુરૂપ થવા માટે ઘણી વહેલી ઑસ્ટ્રેલિયા (Australia) આવી પહોંચી હતી અને ટી-20 વર્લ્ડકપ પહેલા ખેલાડીઓએ (Players) ઝડપી અને ઉછાળવાળી પીચો સાથે પોતાની તાલમેલ બેસાડી છે તેનાથી ટીમ મેનેજમેન્ટ ખુશ છે. રોહિત શર્માના નેતૃત્વમાં ભારતની 14 સભ્યોની ટીમ ટી-20 વર્લ્ડકપમાં 23 ઓક્ટોબરે કટ્ટર હરીફ પાકિસ્તાન સામેની મેચના લગભગ 20 દિવસ પહેલા ઓસ્ટ્રેલિયા પહોંચી હતી અને અહીં વાકા મેદાનમાં તૈયારી કરી રહી છે.

ભારતીય ખેલાડીઓ આકરા ટ્રેનિંગ સેશનોમાંથી પસાર થઈ રહ્યા છે જેમાં ફિટનેસ, બેટીંગ અને બોલિંગ અને ફિલ્ડિંગની ટ્રેનિંગનો સમાવેશ થાય છે. ખેલાડીઓ મુખ્ય કોચ રાહુલ દ્રવિડ, બેટિંગ કોચ વિક્રમ રાઠોર, બોલિંગ કોચ પારસ મહામ્બ્રે અને ફિલ્ડિંગ કોચ ટી દિલીપની દેખરેખ હેઠળ પ્રેક્ટિસ કરી રહ્યા છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ના ટ્વિટર પેજ પર પોસ્ટ કરાયેલા એક વિડિયોમાં રાઠોડે કહ્યું હતું કે અમારું ધ્યાન ફક્ત સંજોગોને અનુરૂપ થવા પર છે. આપણે બધા જાણીએ છીએ કે ઑસ્ટ્રેલિયામાં પરિસ્થિતિ અલગ હશે, ખાસ કરીને ભારતીય પિચોની સરખામણીમાં અહીંની ગતિ અને બાઉન્સ અલગ હશે. તેથી અમે અહીં વહેલા પહોંચી ગયા જેથી અમે આ પરિસ્થિતિઓને અનુરૂપ થઈ શકીએ. ખેલાડીઓ ખરેખર સખત મહેનત કરી રહ્યા છે.

બોલિંગ કોચ મહામ્બ્રેએ કહ્યું હતું કે ઓસ્ટ્રેલિયામાં અમે જે થોડી મેચો રમ્યા હતા તેની તુલનામાં અહીં બાઉન્સ તદ્દન અલગ છે. તેથી વહેલા આવવાથી બોલરોને પરિસ્થિતિમાં એડજસ્ટ થવાની મોટી તક મળી. અમારી પ્રેક્ટિસ જે રીતે ચાલી રહી છે તેનાથી અમે ખૂબ જ ખુશ છીએ. અમને આ સિઝનમાં જે જોઈતું હતું તે મળ્યું અને હવે અમે મેચ રમવા માટે તૈયાર છીએ. ભારતે સોમવારે અહીં વેસ્ટ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ એસોસિએશન XI ને તેની પ્રથમ પ્રેક્ટિસ મેચમાં 13 રને હરાવ્યું હતું. ભારતીય ટીમ 13 ઓક્ટોબરે આ જ પ્રતિસ્પર્ધી સામે બીજી પ્રેક્ટિસ મેચ રમશે, ત્યારબાદ તે ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ સામે સત્તાવાર વોર્મ-અપ મેચ રમવા માટે બ્રિસ્બેન જશે.

Most Popular

To Top