National

ભારતની ફરી એકવાર સાઈબર સર્જિકલ સ્ટ્રાઈક, મુકયો ચીનની 54 એપ ઉપર પ્રતિબંધ

નવી દિલ્હી(New Delhi): ભારતે (India) ફરી એકવાર ચીનની 54 એપ ઉપર પ્રતિબંધ (Ban) મૂકયો છે. એકવાર ફરી સાઈબર સર્જિકલ સ્ટ્રાઈક સર્જાઈ છે. જે એપ ઉપર પ્રતિબંઘ મૂકવામાં આવ્યો છે તે રાષ્ટ્રીય સુરક્ષાને જોખમી હતી. આ એપમાં ઘણીબઘી પોપ્યુલર એપનો (Popular App) સમાવેશ કરવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ સરકાર દ્વારા એ એપ ઉપર પ્રતિબંઘ મૂકવામાં આવ્યો છે કે જેના ઉપર અગાઉ પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જે એપ ઉપર અગાઉ પ્રતિબંઘ મૂકવામાં આવ્યો હતો તે એપ્સનું નામ બદલીને ફરી રિલોન્ચ કરવામાં આવી હતી. આમાંથી મોટા ભાગની એપ્સ એવી છે કે જે શંકાસ્પદ સોફ્ટવેર પર કામ કરે છે અથવા તો યુઝર્સની જાણકારી વગર તેમનો ડેટા સીધો ચીનને મોકલવામાં આવી રહ્યો છે. સરકાર પહેલાં પણ ધણી એપ્સ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ કરી ચૂકી છે. સરકારે આ એપ્સને ગૂગલના પ્લેસ્ટોર સહિત બાકી પ્લેટફોર્મ પરથી પણ હટાવવાનો આદેશ આપ્યો છે.

વાત કરીએ પ્રતિબંઘ મૂકવામાં આવેલી એપ્સનો તો આ એપ્સમાં સૂત્રોના જણાવ્યા મુજબ Beauty Camera, Sweet Selfie HD, Beauty Camera – Selfie Camera, Equalizer & Bass Booster, CamCard for SalesForce Ent, Isoland 2: Ashes of Time Lite, Viva Video Editor, Tencent Xriver, Onmyoji Chess, Onmyoji Arena, AppLock, Dual Space Lite સહિત 54 એપ્સ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

ફાયર ફોકસની વાત કરીએ તો છેલ્લા બે દિવસથી Google Play Store અને Apple App Store પરથી અદ્રશ્ય છે. એક અંદાજ મુજબ આ પણ પ્રતિબંધ મૂકવામાં આવેલી એપ્સની લિસ્ટમાં હોવાના કારણે તેને રિમૂવ કરવામાં આવી છે. જોકે આ વિશે હજી કોઈ ચોક્કસ માહિતી મળી નથી. સરકારે વર્ષ 2020માં ઘણી ચીની એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો, જેમાં PUBG Mobile, PUBG Mobile Lite અને TikTok સામેલ હતી. જોકે PUBG Mobile ભારતમાં હવે BGMIના નામથી ચાલી રહી છે.

Most Popular

To Top