Sports

ભારત Aની મહિલા ટીમે બાંગ્લાદેશ Aને 46 રને હરાવી મહિલા એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ પોતાને નામે કર્યો

ભારત A મહિલા ક્રિકેટ ટીમે મહિલા એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ 2026નો ખિતાબ જીત્યો. થાઇલેન્ડના બેંગકોકમાં રમાયેલી ફાઇનલમાં, ભારત A એ બાંગ્લાદેશ A મહિલા ક્રિકેટ ટીમને 46 રને હરાવ્યું છે. ટોસ જીતી ભારત A એ પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને 7 વિકેટ ગુમાવી 134 રન બનાવ્યા હતા. ટીમ માટે તેજલે અણનમ 51 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. રાધા યાદવ સાથે તેની 49 બોલમાં 69 રનની ભાગીદારી નોંધપાત્ર રહી હતી. બાંગ્લાદેશ તરફથી કેપ્ટન ફહિમા ખાતુને ચાર વિકેટ ઝડપી ભારતના સ્કોરને રોકવાનો પ્રયત્ન કર્યો હતો. 135 રનના લક્ષ્યાંકનો પીછો કરતા બાંગ્લાદેશ A ની શરૂઆત નબળી રહી હતી. સાયમા ઠાકોરે શરૂઆતમાં જ મહત્વપૂર્ણ વિકેટ મેળવી ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. ત્યારબાદ રાધા યાદવ અને પ્રેરણા રાવતે વધુ વિકેટ મેળવી બાંગ્લાદેશ પર દબાણ વધાર્યું હતું.

15 ઓવર બાદ બાંગ્લાદેશે 6 વિકેટ ગુમાવી 73 રન બનાવ્યા હતા અને ટીમને જીત માટે 30 બોલમાં 62 રનની જરૂર રહી હતી. અંતિમ ઓવરોમાં પણ બાંગ્લાદેશની ટીમ સંભળી શકી નહોતી. 18મી ઓવર સુધી સ્કોર 8 વિકેટે 85 રન થયો હતો અને આખરે સંપૂર્ણ ટીમ 88 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત A એ 46 રનથી વિજય મેળવી ખિતાબ પોતાના નામે કર્યો હતો. તેજલની અડધી સદી અને બોલરોના સંયમિત પ્રદર્શનથી ભારત A એ ટૂર્નામેન્ટમાં દબદબાભર્યું પ્રદર્શન કર્યું હતું.

Most Popular

To Top