IND Vs AUS સિડની ટેસ્ટ : ઓસ્ટ્રેલિયાના સિડની ટેસ્ટના ચોથા દિવસનું સરવૈયું કંઈક આમ હતું. 407 રનના લક્ષ્યાંક(TARGET)નો પીછો કરતાં ભારતે 2 વિકેટના નુકસાન પર 98 રન બનાવ્યા છે. રોહિત શર્મા 52 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. અંતિમ દિવસે ભારતને જીતવા માટે 309 રનની જરૂર છે અને તેના હાથમાં હજી 8 વિકેટ છે.
ત્રીજી ટેસ્ટના ચોથા દિવસની રમતનો અંત આવી ગયો છે. ભારતનો સ્કોર (SCORE) બે વિકેટના નુકસાન પર 98 રન છે. ટીમ ઈન્ડિયા (TEAM INDIA)ને જીતવા માટે 309 રનની જરૂર છે. ટીમ ઈન્ડિયા તરફથી રોહિત શર્માએ 52 અને શુબમન ગિલે 31 રન બનાવ્યા હતા. દિવસનો ખેલ પૂરો થતાં પૂજારા 9 અને રહાણે 4 રને અણનમ રહ્યો છે. ઓસ્ટ્રેલિયા તરફથી હેઝલવુડ અને કમિન્સે એક-એક વિકેટ ઝડપી છે. આ પહેલા ઓસ્ટ્રેલિયાએ 6 વિકેટના નુકસાન પર 312 રન બનાવીને તેની બીજી ઇનિંગ ડિક્લેર (DECLARED) કરી હતી અને ભારતને 407 રનનો પડકાર આપ્યો હતો.
મેચમાં ઓસ્ટ્રેલિયાએ સંપૂર્ણ પ્રભુત્વ જમાવ્યું છે. યજમાન ટીમે 312/6 પર પોતાનો બીજો દાવ ડિક્લેર કર્યો હતો. પ્રથમ ઇનિંગ્સમાં સદી (CENTURY) ફટકારનાર સ્ટીવ સ્મિથ બીજી ઇનિંગમાં 81 રનમાં આઉટ થયો હતો. માર્નસ લાબુશાને 73 રન બનાવ્યા. ભારતે અનેક સરળ કેચ છોડ્યા હતા. સિડનીના ગ્રાઉન્ડ પર અસમાન ગતિની પિચ પર હવે આ લક્ષ્ય હાંસલ કરવું અશક્ય (IMPOSSIBLE) છે. ખાસ કરીને ભારતને બીજી ઇનિંગમાં ઇજાગ્રસ્ત રવિન્દ્ર જાડેજાની સેવાઓ પણ નહીં મળે તે જોતા ભારત સામે 309 રનનો પડકાર હશે.
ભારતે શુબમન ગિલ અને રોહિત શર્માની વિકેટ (WICKET) ગુમાવી દીધી છે. ગિલે 64 બોલમાં 31 રન બનાવ્યા હતા. શુભમન ગિલ ફરી એકવાર સારી શરૂઆતથી મોટો સ્કોર ચૂકી ગયો. ભારતની પહેલી વિકેટ 71 રન પર પડી. એક શ્રેષ્ઠ બોલમાં બેટના બાહ્ય ધાર અડી જતા વિકેટકીપર પેને કેચ પકડ્યો. અને અમ્પાયરે ખૂબ વિચાર કર્યા પછી આંગળી ઉભી કરી હતી. રોહિતે 98 બોલમાં પાંચ ચોગ્ગા (BOUNDARY) અને એક છગ્ગા (SIXES) ની મદદથી 52 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી જોશ હેઝલવુડ અને પેટ કમિન્સે એક-એક વિકેટ લીધી હતી.
પ્રથમ ઇનિંગ્સ (FIRST Innings)માં ઓસ્ટ્રેલિયાએ 338 રન બનાવ્યા હતા. ભારત પ્રથમ ઇનિંગ્સમાં 244 રન બનાવી શક્યું હતું. બીજી ઇનિંગમાં ઓસ્ટ્રેલિયાને 94 રનની લીડ હતી. યજમાનોએ બીજી ઇનિંગને છ વિકેટના નુકસાન પર 312 રનમાં ઘોષિત કરીને ભારતને મજબૂત લક્ષ્ય આપ્યું હતું. પાંચમા અને છેલ્લા દિવસની રમત ભારતીય સમય (INDIAN TIME) મુજબ સવારે 4.0 વાગ્યે શરૂ થશે. ઓસ્ટ્રેલિયાએ જીતવા માટે આઠ વિકેટ લેવી પડશે અને મેચ પણ ડ્રો થવાની સંભાવના છે.