India

AAPમાં વધતો આંતરિક વિખવાદ

Raghav Chadha પર નવા આક્ષેપો, મોદી વિરોધી પોસ્ટ્સ ડિલીટ કર્યા હોવાનો દાવો

સૌરભ ભારદ્વાજનો આક્ષેપ, “ટાઈમલાઈન સાફ કરી” – ભાજપે કહ્યું AAPમાં બધું ઠીક નથી: આમ આદમી પાર્ટી (AAP)માં આંતરિક રાજકીય ઘર્ષણ હવે ખુલ્લેઆમ સામે આવી રહ્યું છે. પાર્ટીના રાજ્યસભા સાંસદ Raghav Chadha પર હવે ગંભીર રાજકીય આક્ષેપો કરવામાં આવ્યા છે. AAPના નેતા સૌરભ ભારદ્વાજે દાવો કર્યો છે કે ચઢ્ઢાએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પરથી પ્રધાનમંત્રી Narendra Modi અને ભાજપ વિરુદ્ધની જૂની પોસ્ટ્સ ડિલીટ કરી દીધી છે.


ભારદ્વાજના કહેવા મુજબ, જો ચઢ્ઢાની ટાઈમલાઈન તપાસવામાં આવે તો “Modi” અથવા “BJP” શબ્દ સાથે કોઈપણ ટીકા કરતું કન્ટેન્ટ જોવા મળતું નથી. તેમણે આને “જાણતા જ ઈમેજ ક્લીન કરવાનો પ્રયાસ” ગણાવ્યો છે. આ સમગ્ર વિવાદ તે સમયે ઉગ્ર બન્યો છે જ્યારે તાજેતરમાં જ AAPએ ચઢ્ઢાને રાજ્યસભામાં ડેપ્યુટી લીડર પદ પરથી હટાવી દીધા છે. તેમની જગ્યાએ આશોક મિત્તલની નિમણૂંક કરવામાં આવી છે. આ પગલાંને લઈને પાર્ટીમાં આંતરિક મતભેદ હોવાની ચર્ચા તેજ બની છે.

AAPના કેટલાક નેતાઓએ તો ચઢ્ઢા પર “ભાજપ પ્રત્યે નરમ વલણ” અપનાવવાનો પણ આક્ષેપ કર્યો છે. પાર્ટીનું માનવું છે કે તેઓ સંસદમાં સરકાર વિરુદ્ધ પૂરતા આક્રમક નથી અને કેટલીકવાર મહત્વના મુદ્દાઓ પર મૌન ધારણ કરે છે.બીજી તરફ, Raghav Chadhaએ આ તમામ આક્ષેપોને નકારી કાઢ્યા છે. તેમણે પોતાના નિવેદનમાં કહ્યું કે તેઓ હંમેશા સામાન્ય લોકોના મુદ્દાઓ ઉઠાવતા રહ્યા છે અને કોઈ રાજકીય દબાણ હેઠળ કામ કરતા નથી. તેમનું કહેવું છે કે પાર્ટી અંદરના આક્ષેપો રાજકીય રીતે પ્રેરિત છે.

રાજકીય વિશ્લેષકો માને છે કે આ સમગ્ર મામલો AAPમાં ઊંડા આંતરિક વિખવાદ તરફ સંકેત આપે છે. ચઢ્ઢાની પોસ્ટ્સ ડિલીટ કરવાનો મુદ્દો હવે રાજકીય ચર્ચાનો કેન્દ્ર બની ગયો છે, જ્યારે ભાજપે પણ આ મુદ્દે AAPને ઘેરી છે અને પાર્ટીમાં “અસ્થિરતા” હોવાનું કહ્યું છે. આ વિવાદ આગળ વધતા AAPની આંતરિક એકતા અને ભવિષ્યની રાજકીય વ્યૂહરચના પર પ્રશ્નચિહ્ન ઊભું થયું છે.

Most Popular

To Top