SURAT

સુરતમાં મ્યુકરમાઇકોસિસના વધતા કેસ: હાઈએસ્ટ 22 જેટલા ઓપરેશનો પૈકીબે દર્દીની આંખ કાઢવી પડી

સુરત : નવી સિવિલ હોસ્પિટલ (Surat new civil hospital)માં મ્યુકરમાઇકોસિસ (Mycologists)ના આજે વધુ પાંચ દર્દીઓ દાખલ થયા હતા. આજે હોસ્પિટલમાં 22 જેટલા ઓપરેશનો (highest operation) કરવામાં આવ્યા હતા. જેમાંથી બે દર્દીની આંખ કાઢવી (2 patient lost eye) પડી હોવાની વિગતો પણ મળી છે. આ સાથે જ સ્મીમેર હોસ્પિટલ (Smimmer hospital)માં પણ ત્રણ ઓપરેશન કરવામાં આવ્યા હતા. પરંતુ કોઇ દર્દીની આંખ કાઢવામાં આવી ન હતી. બીજી તરફ સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં મ્યુકરમાઈકોસિસની સારવાર દરમિયાન ત્રણ વ્યક્તિના મોત (3 patient dead) નીપજ્યા હતાં.

પ્રાપ્ત વિગતો મુજબ, કોરોના બાદ હવે શહેરમાં મ્યુકરમાઈકોસિસના કેસોમાં વધારો થયો છે. નવી સિવિલ હોસ્પિ.માં ચાર અલગ અલગ વોર્ડમાં 129 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. વધારે દર્દીઓ માટે અલગથી ઓપરેશન થિએટર પણ શરૂ કરવામાં આવ્યા છે. મંગળવારે સુરતમાં 5 દર્દીઓ દાખલ થયા હતા. સિવિલ પ્રશાસન દ્વારા નિયુક્ત કરાયેલા ઓક્યુલોપ્લાસ્ટિક સર્જન ડો. પ્રિયતા શેઠ અને તેમની ટીમ દ્વારા સિવિલ હોસ્પિટલમાં બે મોટી સર્જરી કરવામાં આવી હતી. જેમાંથી એક મહિલા અને એક પુરુષની જમણી તરફની આંખ કાઢવી પડી હતી.

આ દર્દીઓના અન્ય સેમ્પલો લઇને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. સુરત સિવિલમાં આજે કુલ્લે 22 જેટલી સર્જરી થઇ હોવાની પણ વિગતો મળી છે. આવી જ રીતે સ્મીમેર હોસ્પિટલમાં પણ આજે નવા બે દર્દીઓ દાખલ થયા હતા. હાલમાં સ્મીમેર હોસ્પિટલમાં 46 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. સ્મીમેર હોસ્પિટલમાં આજે ત્રણ સર્જરી કરવામાં આવી હતી. જો કે, આજે કોઇપણ દર્દીની આંખ કાઢવામાં આવી ન હોવાની વિગતો મળી છે.

Most Popular

To Top