Comments

વીજળીની કારો પર સબ્સીડી આપવાના બદલે પેટ્રોલ પર વેરો વધારો

ગ્લાસગોમાં ચાલી રહેલા સીઓપી-26 પર્યાવરણ સંમેલનમાં ભારતીય વાહન નિર્માતાઓએ કહ્યું હતું કે 2030 સુધી ભારતમાં 70 ટકા દ્વિચક્રી, 30 કાર અને 15 ટકા ટ્રક વીજળીથી ચાલનારા હશે. આ સુખદ સમાચાર છે. પણ વિશ્વની ઝડપને જોતા લાગે છે કે આપણે પાછળ જ છીએ. નૉર્વેએ નિર્ણય કર્યો છે કે 2025 બાદ તેના માર્ગો પર એક પણ પેટ્રોલ અથવા ડિઝલનું વાહન ચાલશે નહીં. ડેનમાર્ક અને નેધરલેન્ડે આ જ નિર્ણય 2030થી અને બ્રિટન અને અમેરિકાના રાજ્ય કેલિફોર્નિયાએ પણ આ જ નિર્ણય 2035થી લાગુ કરવાની જાહેરાત કરી છે. ચીનમાં આ વર્ષના પ્રથમ ત્રિમાસીકમાં 5 લાખ વીજળીથી ચાલનારા વાહન વેચાયા છે અને યુરોપમાં 4.5 લાખ. ભારત અત્યારે આ દોડમાં ઘણું પાછળ છે અને પ્રથમ ત્રિમાસિકમાં આપણે માત્ર 70 હજાર વીજળીના વાહન વેચી શકયા છે.

વીજળીથી ચાલનારા વાહન આર્થિક અને પર્યાવરણ બંને દ્રષ્ટિથી લાભદાયક છે. પેટ્રોલથી ચાલનારા વાહન ઈંધણની માત્ર 25 ટકા ઊર્જાનો જ ઉપયોગ કરી શકે છે. બાકીનું 75 ટકા ઈંધણ એન્જીનને ગરમ રાખવા અથવા બળ્યા વગર કાર્બન એટલેકે ધુમાડાના રૂપમાં સાઈલેંસરની બહાર નીકળી જાય છે. તેની સરખામણીમાં વીજળીથી ચાલનારા વાહન વધુ કુશળ છે. જો તે જ તેલથી પહેલાં વીજળ બનાવવામાં આવે તો વીજળી સંયત્રમાં તેલની આશરે 15 ટકા ઊર્જા ક્ષય થાય છે, ત્યારબાદ આ વીજળીને કાર સુધી પહોંચાડવામાં 5 ટકાનો ક્ષય થાય છે અને કાર જાતે વીજળીથી ગાડી ચલાવામાં લગભગ 20 ટકા ઉર્જાનો ક્ષય કરે છે, આમ કુલ 40 ટકાનો ક્ષય થાય છે. તેલની ઊર્જાનો 60 ટકાનો ઉપયોગ થાય છે. એટલે વીજળીના વાહન પર્યાવરણ માટે સુખધ છે

આવનારા સમયમાં વીજળીથી ચાલનારા વાહન સસ્તા થઈ જશે. એક અભ્યાસ મુજબ 2019માં પેટ્રોલની કારની કિંમત 24,000 ડોલર હતી જે વર્ષ 2025માં વધીને 26 હજાર ડોલર થવાનો અંદાજ છે. કેન્દ્ર સકાર વીજ-વાહનોનો પ્રોત્સાહન આપવા લગભગ રૂ. 150000ની સબ્સીડી આપી રહી છે. કેટલાંક રાજ્યો પણ અલગ અલગ દરથી વીજળીની કાર પર સબ્સીડી આપી રહ્યા છે. વિષય એ છે કે વીજ-કારને પ્રોત્સારિત કરવા સબ્સિડી આપવામાં આવે કે પેટ્રોલ વાહનો પર વધારાનો વેપો વગાડવામાં આવે. આપણે વીજ વાબનો પર સબ્સીડી આપીએ તો બાકીના પેટ્રોલ વાહનનોની કિંમત વધી જશે અને તેની સરખામણીમાં વીજળીના વાહલ સસતા થઈ જશે. 

બંને નીતિઓમાં અંતર છે કે જ્યારે આપણે વીજ વાહનો પર સબ્સીડી આપીએ છીએ તો સબ્સીડીમાં અપાયેલી રકમને આપણે જનતા પાસે કોઈ અન્ય સ્થળો પર વેરાના રૂપમાં વસુલ કરીએ છીએ. દાખલા રીતે જો વીજ કાર પર રૂ. 15 હજારની સબ્સીડી આપીએ તો દેશના પ્રત્યેક નાગરિકને કપડા પર 1 પૈસા પ્રતિ મીટર વધુ વેરો ચૂકવવો પડશે. જેના પરિણામે વીજ કાર ચલાવનારને સબ્સિડી મળે તો તેનો ભાર આમ માણસ પર પડશે. તેની વિપરીત જો આપણે પેટ્રોલની કાર પર વેરો લગાવીએ અને પેટ્રોલને મોંઘુ કરીએ તો ભાર માત્ર તે વ્યક્તિ પર પડશે જે પેટ્રોલ વાહન ચલાવે છે. જે વ્યક્તિ વીજ વાહન ચલાવશે તેને વધારાનો વેરો આપવનો નહીં પડે. બીજું કામ સરકારે વીજ વાહનોને ચાર્જ કરવા મોટી સંખ્યામાં વીજ સ્ટેશન બનાવવા જોઈએ જેના પગલે વીજ કાર ખરીદનાર માટે મુસાફરી સહેલી બને. ત્યારે આપણા દેશમાં ખરીદનાર વીજળીની કાર તરફ જશે.

ત્રીજું કાર્ય સરકારે વીજળીની કિંમતોમાં દિવસ અને રાતમાં ફેરફાર કરવો જોઈએ. આ નીતિ સંપૂર્ણ અર્થતંત્ર માટે લાભપ્રદ થશે. સામાન્ય રીતે દિવસમાં વીજળીની માગ વધુ હોય છે અને રાતે ઓછી. આ કારણે કેટલીક વખત થર્મલ વીજ સંયત્રોને રાત્રે પોતાને બ્રેકડાઉ્ન કરવું પડે છે. એટલે તેઓ તે સમયે પોતાની ક્ષમતાની 60 ટકા વીજ ઉત્પાદન કરે છે. તેના કારણે વીજ કિંમતોમાં વધારો થાય છે.  જો રાતે વીજળી સસ્તી હશે તો કાર માલિક સહિત કારખાનાના માલિકો માટે લાભદાયક રહેશે કારણ કે તેઓ રાતે કારને ચાર્જ કરશે અથવા કારખાનાને ચલાવશે. સાથે જ લોકો પણ વોશિંગ મશીન, પાણીની મોટર જેવી વસ્તુઓનો ઉપયોગ રાતે કરશે. આમ કરવાથી રાતે પણ વીજળીની માગ વધશે અને થર્મલ પાવર સ્ટેશનને બ્રેકડાઉન કરવું નહીં પડે અને વીજ કિંમતોમાં ઘટાડો થશે. માત્ર સબ્સીડી આપવાથી વીજ કારનો ઉપયોગ વધશે નહીં, એટલે ઉપરોક્ત નીતિઓને સરકારે લાગુ કરવા પર વિચાર કરવો જોઈએ.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top