અંકલેશ્વર: અંકલેશ્વર (Ankleshwar) ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) અને નાણાં મંત્રી કનુ દેસાઈના (Finance Minister of Gujarat Kanubhai Desai) વરદ હસ્તે જયાબેન મોદી હોસ્પિટલનાં કેન્સર સેન્ટરમાં સાડા સાત કરોડના પેટ સીટી સ્કેન મશીનનું લોકાર્પણ અને કેન્સરના દર્દીઓ (Cancer Patient) માટે 60 બેડ ધરાવતી હોસ્ટેલનું ઈ-ભૂમિ પૂજન કરાયું હતું. તેમજ કેન્સરના દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરાયું હતું.
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે નાનામાં નાના માણસની ચિંતા કરીને તેમને દરેક પ્રકારની સુવિધાઓ આપવા તત્પર હોવાનું જણાવ્યું હતું. વધુમાં તેમણે રાજ્યમાં હવે દરેક ગામોમાં મલ્ટીલેવલ હોસ્પિટલો બનતાં લોકોને દરેક સેવાઓ ઘર આંગણે જ મળશે. પહેલા દરેક લોકોને પોતાના મા-બાપના આરોગ્યની ચિંતાઓ રહેતી હતી. હવે લોકો આયુષ્યમાન કાર્ડના કારણે મોટાભાગની બીમારીઓની સારવાર કોઈપણ ચિંતા વગર કરાવી રહ્યા છે.
- ગુજરાતમાં 40 મેડિકલ કોલેજ બનતા હવે વર્ષે 7000 તબીબો આપણને મળી રહ્યાં છે : CM ભુપેન્દ્ર પટેલ
- પેટ સીટી સ્કેન મશીન દ્વારા શરીરના કયાં ભાગમાં કેન્સર છે, કેટલું પ્રસરેલું છે અને કેટલું વ્યાપક છે જે સચોટ જાણી શકાય છે.
વધુમાં તેમણે ત્યાં હાજર લોકોને વિકસિત ગુજરાત સાથે વિકસિત ભારત બનાવવા માટે પણ આહવાન કર્યું હતું. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગુજરાતમાં 40 મેડિકલ કોલેજ બનતા હવે વર્ષે 7000 તબીબો આપણને મળી રહ્યાં છે. તેમ જણાવી રાજ્યમાં વધતી જતી આરોગ્ય સુવિધાઓની માહિતી આપી હતી.
દર્દીઓ માટે 60 બેડની હોસ્ટેલનું ભૂમિ પૂજન કર્યું
દર્દીઓની કેન્સરની સારવાર દરમિયાન રહેવાની સુવિધા ઉભી થાય તે માટે 60 બેડયુક્ત એક હોસ્ટેલની સુવિધા હોસ્પિટલના પ્રાંગણમાં ઊભી કરવામાં આવશે. જેમાં તેનું ધ્યાન રાખવા માટે એક કેર-ટેકર તેમનું જમવાનું અને શાંત અને સુરક્ષિત વાતાવરણ હોસ્પિટલ તરફથી મળી રહે તે હેતુસર 60 બેડની હોસ્ટેલનું ઈ-ભૂમિ પૂજન મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું.
પેટ સીટી સ્કેન મશીનની કામગીરી શું હશે.!!
કેન્સરના સચોટ નિદાન તેમજ તેની કેટેગરી જાણવા માટે પેટ સિટી સ્કેન મશીન ઉપયોગી બનશે. આ સંપૂર્ણ પ્રક્રિયાની શરૂઆતમાં ન્યુક્લિયસ મેડિસિન દર્દીઓને ઇન્જેક કરવામાં આવે છે. જેથી પેટ સીટી સ્કેન મશીન દ્વારા શરીરના કયાં ભાગમાં કેન્સર છે, કેટલું પ્રસરેલું છે અને કેટલું વ્યાપક છે જે સચોટ જાણી શકાય છે. આ ટેસ્ટ માટે પહેલા દર્દીઓને બરોડા અથવા સુરત સુધી જવું પડતું હતું હવે આ ટેસ્ટ અંકલેશ્વરના ઘર આંગણે મળશે.
અંકલેશ્વરમાં ભૂમિ પૂજન વખતે CMને ગોલ્ડન બ્રિજ તેમજ કબીરવડની છબી ભેટ તો આપી પણ હેરિટેજ જાહેર કરવા સંસ્થાની ઈચ્છા વ્યક્ત કરી!
અંકલેશ્વર શ્રીમતી જયાબેન મોદી હોસ્પીટલનાં કેન્સર સેન્ટરમાં કાર્યક્રમમાં CM ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિત રહ્યા હતા. CM ભુપેન્દ્ર પટેલ માટે સંસ્થાએ ઐતિહાસિક ગોલ્ડન બ્રિજ તેમજ કબીરવડની છબી ભેટ આપી હતી. સાથોસાથ સંસ્થાના મનની વાત રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ ભરૂચ જિલ્લાની આગવી ઓળખ માટે ગોલ્ડનબ્રિજ અને કબીરવડને હેરિટેજ જાહેર લાગણી વ્યક્ત કરી દીધી હતી.