National

મધ્યપ્રદેશના આ ગામમાં ગધેડાઓને ગુલાબજાંબુ ખવડાવવામાં આવ્યા, જાણો ચોંકાવનારુ કારણ!

મંદસૌરઃ મધ્ય પ્રદેશના (Madhya Pradesh) એક જિલ્લામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અસલમાં મધ્ય પ્રદેશના મંદસૌર જીલ્લામાં આ કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. અહીં ગધેડાને (Donkeys) ગુલાબ જાંબુ ખવડાવવાનો મામલો સામે આવ્યો હતો. તેમજ ગધેડાને ગુલાબ જાંબુ (Gulab Jamun) ખવડાવવા પાછળ એક અનોખું કારણ સામે આવ્યું હતું.

અસલમાં કહેવામાં આવી રહ્યું છે કે મધ્ય પ્રદેશના મંદસૌર વિસ્તારમાં ઘણા દિવસોથી વરસાદ થઈ રહ્યો નથી. જેના કારણે જૂની માન્યતાઓ અનુસાર થોડા દિવસો પહેલા વરસાદ લાવવા માટે આ વિસ્તારમાં સ્મશાનમાં ગધેડાને ખેડવામાં આવ્યા હતા. એવું માનવામાં આવે છે કે ગધેડા સાથે ખેતી કર્યા પછી વરસાદ પડે છે. ત્યારે આ વખતે પણ એવું જ કંઇ થયું હતું. અસલમાં અહીં વરસાદ થયો ન હતો જેથી ગધેડાઓ સાથે ખેતી કરવામાં આવી હતી. તેમજ વરસાદ પડ્યા પછી એ જ ગધેડાઓને ફરીથી પકડીને સન્માનિત કરવામાં આવ્યા હતા અને ગુલાબ જાંબુ ખવડાવવામાં આવ્યા હતા.

ગધેડાઓનું સન્માન કરવામાં આવ્યું હતું
મળતી માહિતી મુજબ જુલાઇ માસ બાદ મધ્ય પ્રદેશના મંદસૌર વિસ્તારમાં વરસાદ ન પડતાં જૂની માન્યતા મુજબ ગધેડાની મદદથી ખેતી કરવામાં આવી હતી. આ માટે થોડા દિવસો પહેલા સ્મશાન ખેડવા માટે ગધેડાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ સાથે ખેતરમાં મીઠું અને અડદનું વાવેતર પણ કરવામાં આવ્યું હતું. ગધેડા ખેતરો ખેડ્યા પછી જ્યારે આ વિસ્તારમાં વરસાદ પડ્યો ત્યારે તેમને પાછા બોલાવીને ગુલાબ જાંબુ ખવડાવવામાં આવ્યા હતા. એવું માનવામાં આવે છે કે આ પહેલા પણ ભગવાન ઈન્દ્રને પ્રસન્ન કરવા માટે આ કાર્ય કરવામાં આવ્યું છે.

સ્થાનિક લોકોમાં ખુશીની લહેર
આ માન્યતાને અનુસરનારા લોકોનું કહેવું છે કે મંદસૌરમાં સારો વરસાદ થાય તો ગધેડાને ગુલાબ જાંબુ ખવડાવવામાં આવે છે. હવે મંદસૌર અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ શરૂ થયો છે. તેથી આ ગધેડાને ગુલાબ જાંબુ ખવડાવવામાં આવ્યા હતા. આ કાર્ય માટે એક મોટી થાળીમાં ઘણા બધા ગુલાબ જાંબુ રાખવામાં આવ્યા અને જે બે ગધેડાઓની મદદથી ખેતી કરવામાં આવી હતી તે બંને ગધેડાને આ ગુલાબ જાંબુ ખવડાવવામાં આવ્યા હતા. કારણ કે એવું માનવામાં આવે છે કે સારો વરસાદ મેળવવા માટે અનેક પ્રકારની યુક્તિઓ કરવામાં આવે છે, આ પણ તેમાંથી જ એક માન્યતા છે. હાલ આ વિસ્તારમાં વરસાદના કારણે ગ્રામજનો અને સ્થાનિક લોકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.

Most Popular

To Top