World

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતે આ બાબતે પેલેસ્ટાઇનને આપ્યું સમર્થન, 143 રાષ્ટ્રોની પણ સહેમતી

નવી દિલ્હી: પેલેસ્ટાઈનને (Palestine) સંયુક્ત રાષ્ટ્રના સભ્ય બનવા માટે શુક્રવારે 10 મેના રોજ મતદાન (voting) થયું હતું. આ દરમિયાન સંયુક્ત રાષ્ટ્ર (United Nations) મહાસભામાં ભારત સહિત કુલ 143 સભ્યોએ પેલેસ્ટાઈનને પૂર્ણ સભ્ય બનાવવાના સમર્થનમાં મતદાન કર્યું હતું. જેમાં નવ દેશોએ પોતાનો વિરોધ પણ પ્રદર્શિત કર્યો હતો.

ભારત સાથે 134 સંયુક્ત રાષ્ટ્રના સભ્યોના મતો મળવાની સાથે જ અમેરિકા અને ઈઝરાયેલ સહિત પેલેસ્ટાઇનની વિરુદ્ધમાં નવ દેશોએ મત કર્યા હતા. જ્યારે 25 દેશો આ મતદાનમાં ગેરહાજર રહ્યા હતા. જો કે પેલેસ્ટાઈન હજુ સુધી સભ્ય બની શક્યું નથી, તે માત્ર સભ્ય પદ માટે લાયક બન્યું છે.

વાસ્તવમાં પેલેસ્ટાઈનના સંયુક્ત રાષ્ટ્રના સંપૂર્ણ સભ્યપદના પ્રસ્તાવ પર ચર્ચા ગાઝા પટ્ટીમાં ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધના સાત મહિના પછી થઈ હતી. તેનું કારણ એ છે કે ઇઝરાયેલ પોતાના કબજા હેઠળના પશ્ચિમ કાંઠે પોતાની વસાહતોનું વિસ્તરણ કરી રહ્યું છે, જેને સંયુક્ત રાષ્ટ્ર ગેરકાયદેસર માને છે.

યુએનજીએના ઠરાવના ડ્રાફ્ટની તરફેણમાં મતદાન કરતા ભારત સહિત 143 દેશોએ પેલેસ્ટાઈનને સભ્ય બનવા માટે પાત્ર ગણાવ્યું હતું. ડ્રાફ્ટમાં કહેવામાં આવ્યું હતું કે પેલેસ્ટાઈન સભ્ય પદ માટે યોગ્ય પાત્ર છે અને તેને સંપૂર્ણ સભ્ય રાજ્ય તરીકે સામેલ કરવું જોઈએ. પરંતુ મતદાન બાદ પણ સુરક્ષા પરિષદને આ બાબત પર ફરી એકવાર વિચાર કરવાની ભલામણ કરવામાં આવી હતી.

સંયુક્ત રાષ્ટ્રમાં પેલેસ્ટિનિયન રાજદૂત રિયાદ મન્સૂરે મતદાન પહેલા જનરલ એસેમ્બલીને કહ્યું હતું કે, “અમે શાંતિ ઇચ્છીએ છીએ, અમને આઝાદી જોઈએ છે. હા મત પેલેસ્ટિનિયન અસ્તિત્વ માટે છે, આ મતદાન કોઈપણ રાજ્યની વિરુદ્ધ નથી. આ ફક્ત શાંતિ માટે છે.”

ઇઝરાયેલના યુએન એમ્બેસેડર ગિલાડ એર્દાન, જેમણે મન્સૂર બાદ પોતાનો પક્ષ રજૂ કર્યો હતો તેમણે મતદાનની નિંદા કરી હતી. તેમજ કહ્યું હતું કે યુએન હવે ‘આતંકવાદીઓ’નું સ્વાગત કરી રહ્યું છે. ઇઝરાયલના રાજદૂત ગિલાડ એર્ડને કહ્યું, “જ્યાં સુધી તમારામાંથી ઘણા લોકો ‘યહૂદી-દ્વેષી’ છે, ત્યાં સુધી તમે ખરેખર કાળજી લેતા નથી કે પેલેસ્ટિનિયનો ‘શાંતિપ્રેમી’ છે કે નથી. હવે અત્યાચારીઓ પણ પોતાનું માથું ઊંચું કરી શકે છે, કારણકે આજે એક આતંકવાદી રાજ્યને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.

Most Popular

To Top