SURAT

મકાનમાંથી કબાટ ઉપાડી ઝાડીઓમાં લઈ જઈ તોડી સોના-ચાંદીના દાગીના ચોરી કરનારા સુરતમાં પકડાયા

સુરત: (Surat) ઇચ્છાપોર (Ichchapore) કવાસગામમાં ગયા મહિને મકાનમાંથી (House) કબાટ (Closet) ચોરીને (Theft) ઝાડીઓમાં (In the bushes) લઈ જઈ સોના ચાંદીના દાગીનાની (Gold and silver jewelry) ચોરીની ઘટના બની હતી. ક્રાઈમ બ્રાંચે મધ્યપ્રદેશના ઝાબુંવાની આ ગેંગના બે આરોપીઓને પકડી પાડ્યા હતા. આરોપીઓએ દાગીનાની ચોરી કરી બાદમાં બાઈક ચોરી કરી ત્રણ સવારી પુણા સારોલી સુધી ગયા હતા. અને ત્યાં બાઈક મુકીને વતન લક્ઝરી બસમાં ભાગી ગયા હતા.

ક્રાઈમ બ્રાંચની ટીમને બાતમી મળી હતી કે, પુણા સારોલી રોડ ઓરબીટ -1 કોમ્પલેક્ષની નજીકમાં આરોપી ખુશાલ રસન કૉંહોરી (કોરી) (ઉવ.23, રહે. કાપોદ્રા પાસે લક્ષ્મીનગર નજીક ખુલ્લા મેદાનમાં) તથા શૈતાન નાથુ સીંગાડીયા (ઉવ.49, રહે. ઝાંબુવા, મધ્યપ્રદેશ) હીરો હોન્ડાની બાઈક (GJ-05-FR-2409) ઉપર આવી રહ્યા છે. ક્રાઈમ બ્રાંચે વોચ ગોઠવીને તેમને ઝડપી પાડ્યા હતા. અને તેમની પાસેથી બાઈક સાથે સોનાના દાગીના અને મોબાઈલ ફોન કબજે લીધા હતા. આરોપીઓની પુછપરછ કરતા શૈતાન નાથુએ જણાવ્યું હતું કે, 28 નવેમ્બરે તેના ગામના ઓળખીતાઓ ખુશાલ કીશોરી તથા નરેશ મુનીયા સાથે સુરત શહેરમાં લુંટ કરવાના ઇરાદે આવ્યા હતા. સાંજના સમયે ઇચ્છાપોર કવાસ ચારરસ્તા પાસે રીક્ષામાં બેસીને આવ્યા હતા. અને કવાસ ચાર રસ્તાથી આજુબાજુના વીસ્તારમાં ફરતા હતા. દરમ્યાન મોડીરાત્રે 29 તારીખે મધરાતે એકાદ વાગે વાંસવા ગામ તરફ ફરતા ફરતા આવ્યા હતા. જ્યા આગળ એક મકાનના પાછળની બારીને ખોલી જોતા બારી ખુલી ગઈ હતી. બારીવાટે ત્રણેય જણા રૂમમાં પ્રવેશ્યા હતા અને રૂમમાં લોખંડનું કબાટ દરવાજા વાટે બહાર કાઢી નજીકમા ઝાડીઓમાં લઇ ગયા હતા. લોખંડના સળીયા તથા પેચીયા વડે કબાટના દરવાજા તોડી તેમાંથી સોનાના ઘરેણા ચોરી કરી નાસી ગયા હતા. થોડા આગળ એક મકાન પાસે પાર્ક હીરો હોન્ડા સીબીઝેડ ગાડી નરેશ મુનીયાએ ડાયરેક્ટ વાયરો કાઢી ચાલુ કરી લઈ ગયા હતા. અને ચોરીની બાઈક ઉપર ત્રણેય પુણા સારોલી રોડ તરફ આવ્યા હતા. અને નહેર નજીક ગાડી મુકી ત્રણેય જણા સરથાણા જકાતનાકા ખાતે જઇ સવારના નવેક વાગે લકઝરીમા બેસી પોતાના ગામ ભાગી ગયા હતા.

વર્ષ 2012 માં કડોદરામાં મકાનમાં ધાડ-લુંટ કરી હતી. આશરે બે મહિના અગાઉ દામકા ગામ ખાતે રાત્રીના સમયે ઘરમાંથી રોકડા રૂપિયા તેમજ મોબાઈલ ફોનની ચોરી કરી હોવાની પણ કબૂલાત આરોપીઓએ કરી હતી. તેમજ શેતાન નાથુસિંગાડીયાએ પોતના અન્ય સાગરીતો સાથે વર્ષ 2012 ના વર્ષમાં પાડ પાડવાના ઈરાદે કડોદરા વિસ્તારના બંગલાઓમાં ઘુસી રાત્રીના સમયે મારમારી બાંધી દઈ ગંભીર ઈજા કરી હતી અને સોના-ચાંદીના દાગીના તેમજ રોકડા રૂપિયાની ધાડ-લૂંટ કરી હતી.

Most Popular

To Top