સુરત શહેરમાં ઘણા સમયથી કોઈ મોટી ગુનાહિત પ્રવૃત્તિ બનવા પામી ન હતી, ત્યાં જ ચૂંટણી નજીક આવતા શહેરમાં ધોળે દિવસે ફાયરિંગ વિથ લૂંટની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં સુરતના પુણાગામ વિસ્તારની ઘટના આ એક જવેલર્સમાં ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ સુરતના પુણાગામમાં ભૈયા નગર વિસ્તારમાં આવેલ એક જવેલર્સમાં ધોળે દિવસે જ ફાયરિંગ વિથ લૂંટની ઘટના બનતા પોલીસ પણ દોડતી થઇ ગઈ હતી. જેમાં એક ઇસમને ઇજા પણ થઈ હોવાની વાત સામે આવી છે.
પુણા ભૈયા નગરમાં આવેલ એક જવેલર્સમાં બાઈક પર બે ઈસમો આવી બંદૂકની અણીએ લૂંટ ચલાવી હતી, ભાગ્યોદય જવેલર્સમાં ફાયરિંગ અજાણ્યા લૂંટારુઓ દ્વારા લૂંટ કરવામાં આવી હતી. જેની જાણ થતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. આ અજાણ્યા લૂંટારુઓ બંદૂક લઈને પ્રવેશ્યા તો હતા પણ તીસરી આંખ સમાન સીસીટીવી કેમેરાથી અજાણ કેમેરાના ફુટેજમાં આબાદ કેદ થવા પામ્યા હતા. મહત્વની વાત છે કે થોડા સમય પહેલા પણ કતારગામ વિસ્તારમાં લૂંટ થઈ હતી. જેમાં પોલીસ હજી લુટારુના પગેરું મેળવવા તપાસ કરી રહી છે.