સુરત(Surat): અડાજણ(Adajan) પોલીસે(Police) બાતમીના આધારે કાર(Car)ની નંબર પ્લેટ(Number plate) બદલીને દમણ(Daman)થી દારૂ(liquor)ની હેરાફેરી કરતા બે દંપત્તિ(Couple)ને ઝડપી પાડી માલ મંગાવનાર અને માલ મોકલનારને વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસે 62 હજારના દારૂ સાથે કુલ 9 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
- અડાજણમાં કારની નંબર પ્લેટ બદલીને દારૂની હેરાફેરી કરતા 4 ઝડપાયા
- દમણથી દારૂની હેરાફેરી કરતા બે દંપત્તિને ઝડપી પોલીસે માલ મંગાવનાર અને માલ મોકલનારને વોન્ટેડ જાહેર કર્યા
અડાજણ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ છગનભાઇ મગનભાઇ પટેલ (ઉ.વ.41) એ પ્રમોદકુમાર સાથે મળી દારૂની હેરાફેરી માટે કાવતરૂ કર્યું હતું. તેમના દ્વારા કારની (GJ-21-CC-2708) નંબર પ્લેટ કાઢી તેની જગ્યાએ (GJ-05- RN-6035) વાળી નંબર પ્લેટ લગાવી દેવાઈ હતી. અને આ ખોટી નંબર પ્લેટવાલી બ્રેઝા કારમાં દમણથી યશ પાસેથી ભારતીય બનાવટની વિદેશી દારૂનો જથ્થો લાવતા હતા. જે માટે છગનભાઈ, તેની પત્ની ભાવના, જયેશ કનુભાઈ અને હિમાનીબેન જયેશભાઈ મળીને વિદેશી દારૂની નાની-મોટી કાચની વ્હીસ્કીની બાટલીઓ લાવતા હતા. રાંદેર પોલીસે ચારેય જણાને બાતમીના આધારે ઝડપી પાડ્યા હતા. જેમાં તેમની પાસેથી કુલ 280 બોટલ મળી કુલ 62800 રૂપિયાનો દારૂ, મોબાઈલ ફોન, રોકડ તથા કાર મળીને કુલ 9 લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો. માલ આપનાર યશ અને માલ મંગાવનાર પ્રમોદકુમારને વોન્ટેડ જાહેર કરાયો છે.
પકડાયેલા આરોપી
છગનભાઇ મગનભાઇ પટેલ (ઉ.વ.૪૧, ધંધો:-ખેતીકામ રહે:- ટેકરા ફળીયુ, રાજગરી ગામ સુવાલીની બાજુમાં)
જયેશભાઇ કનુભાઇ પટેલ (ઉ.વ.૨૫, રહે. ટેકરા ફળીયુ રાજગરી ગામ)
ભાવનાબેન છગનભાઈ પટેલ (ઉ.વ.૩૨)
હિમાનીબેન જયેશભાઈ પટેલ (ઉ.વ.૨૧)
વોન્ટેડ આરોપી
યશ (રહે:-દેવકા દમણ)
માલ મંગાવનાર:- પ્રમોદકુમાર ઉત્તમભાઇ પટેલ (રહે:-જલારામ ફળીયુ રાજગરી ગામ)
રાણી તળાવના બંધ મકાનની દીવાલમાં બાકોરું પાડી ચાંદીની ચાર લગડીની ચોરી
સુરત : લાલગેટના રાણીતળાવ પાસે બંધ મકાનમાં તસ્કરો દીવાલનું બાકોરું પાડી ગુરુ થાનક ઉપર મૂકેલી રૂ.70 હજારની કિંમતની ચાર ચાંદીની લગડીઓ ચોરી કરી ફરાર થઇ ગયા હતા. સૈયદપુરા આગાનો વડ પારસી અગિયારી સામે રહેતા પરઝીદ યસધી દૂધવાલા (ઉં.વ.૪૨) મુગલીસરા ખાતે પિકઅપ ઓટો નામની સ્પેરપાર્ટની દુકાન ચલાવે છે. તેમની માતાએ પાંત્રીસ વર્ષ પહેલા તેમના ગુરુ તરીકે બહાદુરશા મંચેરજી મિસ્ત્રીને સ્વીકાર્યા હતા. અને તેઓ મસ્જિદ ભારબંધવાડ પાસે રાણીતળાવ ખાતે તેમના ભાઈ સાથે રહેતા હતા. વર્ષો પહેલાં તેમણે બહાદુરશાને રૂ.70 હજારની કિંમતની ચાર ચાંદીની લગડીઓ આપી હતી અને તે ગુરુ થાનક ઉપર મૂકવામાં આવી હતી. સમયાંતરે પરઝીદ દૂધવાલા ઘરની સાફસફાઇ માટે જતા હતા. એક દિવસ પહેલાં તેઓ ઘરે ગયા ત્યારે ત્યાં દીવાલમાં બાકોરું જોવા મળ્યું હતું. આ બાબતે લાલગેટ પોલીસમાં ફરિયાદ આપવામાં આવતાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ બાબતે ક્રાઇમ બ્રાન્ચે એક યુવકને પકડી પાડ્યો હોવાનું પણ કહેવાય છે.