National

જમ્મુ- કાશ્મીરમાં હવે બેંક મેનેજરની ગોળી મારી હત્યા, આતંકવાદી CCTVમાં કેદ

જમ્મુ: જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર આતંકવાદીઓનું કાયરતાપૂર્ણ કૃત્ય સામે આવ્યું છે. આતંકવાદીઓએ ફરી એકવાર બીજા રાજ્ય સાથે જોડાયેલા બેંક કર્મચારી પર હુમલો કર્યો છે. ગોળીથી બેંક મેનેજર ઘાયલ થયા હતા. જેથી તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત થઇ ગયું હતું.

ઈલાકાહી દેહાતી બેંકના હતા મેનેજર
ગુરુવારે કાશ્મીરના દક્ષિણ જિલ્લામાં ઈલાકાહી દેહાતી બેંક કુલગામ શાખાના એક બેંક મેનેજરની આતંકવાદીઓએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. ઈલાકાહી દેહાતી બેંકના એક બેંક મેનેજરને આતંકવાદીઓ દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી જ્યારે તે કુલગામમાં અરેહ મોહનપોરા શાખામાં ફરજ પર હતા, એક અધિકારીએ જણાવ્યું હતું.

સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો
બેંક મેનેજરની ઓળખ રાજસ્થાનના વિજય કુમાર તરીકે થઈ છે જેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. બેંક મેનેજરનું સારવાર દરમિયાન મોત થયું હતું. દરમિયાન, હુમલાખોરોને પકડવા માટે સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો છે.

ઘટનાનાં સીસીટીવી ફૂટેજ આવ્યા સામે
હત્યાની આ ઘટના બેન્કમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઈ હતી. જેમાં એક માસ્ક પહેરેલો શખ્સ બેંક ઘૂસે છે ત્યારબાદ હેન્ડ બેંગમાંથી પિસ્તોલ બહાર કાઢે છે ત્યારબાદ તેની પાછળ કોઈ ન હતું તેની ખાતરી કરવા માટે તે પાછો ફરે છે અને પછી નજીકથી કર્મચારી પર ફાયરીંગ કરી ઘટના સ્થળેથી ફરાર થઈ જાય છે.

આતંકવાદીઓએ હિંદુ મહિલા શિક્ષિકા પર ગોળીબાર કરતાં થયું હતું મોત
ઉલ્લેખનીય છે કે, આતંકવાદીઓએ મંગળવારે હિન્દુ શિક્ષિકા રજની બાલાની હત્યા કરી હતી. ઘુસેલા આતંકવાદીઓએ શાળાની અંદર બાળકોની સામે સાંબાના મૂળ શિક્ષક પર ગોળીબાર કર્યો. સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે.

આતંકવાદીઓએ આ મહિને બે હિન્દુ સરકારી કર્મચારીઓની હત્યા કરી
આ મહિને આતંકવાદીઓએ કાશ્મીરી પંડિત સહિત બે હિંદુ સરકારી કર્મચારીઓની હત્યા કરી છે. રજની બાલા (36) અને તેના પતિ રાજકુમાર અત્રી ત્રણ વર્ષથી કુલગામ જિલ્લામાં શિક્ષક તરીકે કામ કરતા હતા. રજની સરકારી શાળા ગોપાલપોરામાં પોસ્ટેડ હતી. જ્યારે તે હંમેશની જેમ શાળામાં પહોંચી ત્યારે પહેલાથી જ ઘૂસી ગયેલા આતંકવાદીઓએ શાળાના પરિસરમાં પ્રવેશતાની સાથે જ ગોળીબાર કરી દીધો હતો. ગંભીર રીતે ઘાયલ હાલતમાં તેને સ્કૂલ સ્ટાફ અને અન્ય લોકોની મદદથી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.

હત્યાની ઘટના બાદ લોકોનો વિરોધ
આ ઘટના બાદ કાશ્મીરથી લઈને જમ્મુ સુધી જોરદાર વિરોધ થયો હતો. પાકિસ્તાન વિરુદ્ધ સૂત્રોચ્ચાર સાથે તેમનું પૂતળું બાળવામાં આવ્યું હતું. લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા સહિત વિવિધ રાજકીય પક્ષોએ આ ઘટનાની નિંદા કરી છે. અગાઉ, 25 મેના રોજ, આતંકવાદીઓએ મધ્ય કાશ્મીરના બડગામ જિલ્લાના ચદૂરા ખાતે કાશ્મીરી ટીવી મહિલા કલાકાર અમરીન ભટની તેના ઘરની બહાર ગોળી મારીને હત્યા કરી હતી. ગોળીબારમાં તેનો ભત્રીજો પણ ઘાયલ થયો હતો. તેની સારવાર ચાલુ છે.

Most Popular

To Top