ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રધાનમંડળનો ગંજીપો ફરી એક વાર ચીપવામાં આવ્યો છે. આ પ્રધાનમંડળ સંદર્ભિત કેટલીક ઊડીને આંખે વળગે તેવી બાબતો નીચે મુજબ છેઃ • મુખ્યમંત્રી બદલાશે તેવી અપેક્ષા હતી પણ એવું થયું નથી, એ સૌથી મોટું આશ્ચર્ય છે. આ કેબિનેટમાં ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી તરીકે ચાલુ રહેશે જ્યારે રાજ્ય કક્ષાના મંત્રીમાંથી હર્ષ સંઘવી સીધા નાયબ મુખ્યમંત્રી બન્યા છે. ૮ કેબિનેટ કક્ષાના મંત્રીઓ અને ૩ રાજ્ય કક્ષાના મંત્રીઓ સ્વતંત્ર હવાલા સાથે જ્યારે ૧૩ રાજ્ય કક્ષાના મંત્રીઓ એમ કુલ મળીને ૨૬નું પ્રધાનમંડળ થયું છે એટલે લગભગ હાઉસફુલ થઈ ગયું.
નવી વિધાનસભાની ચૂંટણી સુધી આમાં કદાચ નજીવા ફેરફારો થઈ શકે એ સિવાય કોઈ મોટા ફેરફારોને અવકાશ નથી. જૂના મંત્રીમંડળમાંથી જેમની કામગીરી સંતોષકારક નહોતી એવા શ્રી રાઘવજી પટેલ, મૂળુભાઈ બેરા, બળવંતસિંહ રાજપૂત, ભાનુબહેન બાબરિયા જેવાં મંત્રીઓને પડતાં મૂકાયાં છે. કૉંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા માત્ર બે જ ચહેરા, અર્જુન મોઢવાડિયા તેમજ કુંવરજી બાવળિયા કેબિનેટ મંત્રી તરીકે સ્થાન પામ્યા છે.• જેમનાં નામ ચોક્કસ ગણાતાં હતાં તે ડૉ. સી. જે. ચાવડા, શ્રી જયેશ રાદડિયા જેવા પૂર્વ કોંગ્રેસી મોટા ગજાના નેતાઓ મંત્રીમંડળમાં સ્થાન પામ્યા નથી જ્યારે સતત નાદુરસ્ત રહેતા પરષોત્તમ સોલંકીની જગ્યાએ હીરા સોલંકીને લેવાશે તે અટકળ ખોટી પડી છે. મૂળુભાઈ બેરા તેમજ રાઘવજી પટેલના સ્થાને ક્ષત્રિય ધારાસભ્ય તરીકે ક્રિકેટર રવીન્દ્ર જાડેજાનાં પત્ની સુશ્રી રીવાબા જાડેજા નિમાયાં છે.
નવા રચાયેલ મંત્રીમંડળમાં એક પણ મહિલા કેબિનેટ કક્ષાનાં મંત્રી નથી જ્યારે સુશ્રી મનીષા વકીલ રાજ્ય કક્ષાના સ્વતંત્ર હવાલા સાથે તેમજ સુશ્રી રીવાબા જાડેજા અને સુશ્રી દર્શનાબહેન વાઘેલા રાજ્ય કક્ષાના મંત્રી તરીકે સમાવાયાં છે. ગોંડલ અને રીબડા વચ્ચે જે ચાલે છે અને પટેલ-ક્ષત્રિય વચ્ચે ગઈ લોકસભાની ચૂંટણીમાં જે ઘર્ષણ ઊભું થયું હતું તે કારણે કદાચ જામનગરમાંથી રાઘવજી પટેલના સ્થાને ક્ષત્રિય ધારાસભ્ય તરીકે ક્રિકેટર ૨વીન્દ્ર જાડેજાનાં પત્ની રીવાબા જાડેજા સમાવાયાં હોય અને એ રીતે સૌરાષ્ટ્રમાં ક્ષત્રિય ફેક્ટર ધ્યાનમાં રખાયું હોય તે બની શકે.
તે જ રીતે કચ્છમાંથી અનિરુદ્ધ દવેનું નામ આગળ હતું તેને બદલે પ્રદ્યુમ્ન વાજાને કેબિનેટ મંત્રી બનાવાયા છે. એક ઊડીને આંખે વળગે તેવી બાબત છે નાયબ મુખ્યમંત્રીપદ. આ પદ જેમને જેમને મળ્યું તેમની રાજકીય કારકિર્દી કાં તો ખતમ થઈ અથવા લાંબા ગાળા માટે અસ્ત થઈ. આમ ગુજરાત સરકારમાં નાયબ મુખ્યમંત્રીનું પદ કાંઈક અંશે અપશુકનિયાળ પદ છે એમ કહી શકાય. ગુજરાતની સ્થાપના બાદ અત્યાર સુધીમાં ગુજરાતને કુલ 17 મુખ્યમંત્રી મળ્યા છે. ત્યારે બીજી તરફ જો નાયબ મુખ્યમંત્રીની વાત કરવામાં આવે તો ગુજરાતને ફક્ત 5 જ નાયબ મુખ્યમંત્રી મળ્યા છે, જેમાં વર્ષ 1972માં ઘનશ્યામ ઓઝાની સરકારમાં ચીમન પટેલ અને કાંતિલાલ ઘિયા આ બંને નેતાઓને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા, પરંતુ સવા વર્ષમાં જ તેમને પદ છોડવું પડ્યું હતું. ત્યાર બાદ વર્ષ 1990માં ચીમનભાઈ પટેલની સરકારમાં કેશુભાઈ પટેલને નાયબ મુખ્યમંત્રીની જેમ જ બીજા નંબરનું સ્થાન અપાયેલું, પરંતુ તેમણે પણ 5 વર્ષ પૂરાં કર્યાં ન હતાં અને 7 મહિનામાં જ પદ પરથી હટી ગયા.
વર્ષ 1994માં છબીલદાસ મહેતાની સરકારમાં 13 મહિના માટે નરહરિ અમીનને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. જ્યારે રૂપાણી સરકારમાં નીતિન પટેલ બે અધૂરી ટર્મ માટે નાયબ મુખ્યમંત્રી રહ્યા હતા. જ્યારે આજે(17 ઓક્ટોબર, 2025) હર્ષ સંઘવી છઠ્ઠા નાયબ મુખ્યમંત્રી બન્યા છે. મંત્રીમંડળમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનો દબદબો રહ્યો છે, જ્યારે ઉત્તર ગુજરાતના બે કેબિનેટ મિનિસ્ટર હતા તેમાંથી એક બળવંતસિંહ રાજપૂતને નબળી કામગીરી માટે પડતા મુકાયા છે. તેમની સામે સી. જે. ચાવડાને લેવાશે એવી અપેક્ષા હતી જે ફળીભૂત થઈ નથી એટલે ઉત્તર ગુજરાતને પક્ષે પ્રમાણમાં નબળી નેતાગીરી આવી છે.
કેબિનેટમાં એક જૈન તરીકે શ્રી હર્ષ સંઘવી સ્થાન પામ્યા એમ કહી શકાય પણ શ્રી કનુ દેસાઈ એક બહુરાષ્ટ્રીય કોર્પોરેટ ગ્રુપના પ્રતિનિધિ છે અને આમેય દક્ષિણ ગુજરાતના થોડાક વિસ્તારને બાદ કરતાં અનાવિલ બ્રાહ્મણો બ્રાહ્મણ સમાજની મુખ્ય ધારામાં નથી. એક જમાનામાં શ્રી મકરંદ દેસાઈ, શ્રી અશોક ભટ્ટ, શ્રી નલિન ભટ્ટ, શ્રી હરેન પંડ્યા, શ્રી મહેન્દ્ર ત્રિવેદી, શ્રી રાજેન્દ્ર ત્રિવેદી, શ્રી વિજયકુમાર ત્રિવેદી, શ્રી પ્રબોધ રાવળ, શ્રી હિતેન્દ્ર દેસાઈ, શ્રી જય નારાયણ વ્યાસ, શ્રી પ્રબોધકાંત પંડ્યા જેવા દિગ્ગજ બ્રાહ્મણ આગેવાનો મંત્રીમંડળમાં સ્થાન પામતા હતા તેની સરખામણીમાં બ્રહ્મસમાજ આજે સઢ વગરના વહાણ જેવો થઈ ગયો છે. જૂનો જનસંઘ હોય કે ભારતીય જનતા પાર્ટી એના મૂળમાં બ્રાહ્મણ, વાણિયા, પટેલ જેવી કોમો હતી એટલે જનસંઘ બ્રાહ્મણ-વાણિયા પાર્ટી કહેવાતી હતી. છેલ્લા દોઢ દાયકામાં બ્રાહ્મણોના રાજકીય વર્ચસ્વનો ભારતીય જનતા પક્ષ તેમજ કોંગ્રેસમાં અસ્ત થયો છે. આ સમાજમાં સંગઠન અને સંકલન બંનેનો અભાવ આ માટે કારણભૂત છે, એમ કહી શકાય.
પ્રધાનમંડળની પુનઃરચના થઈ પણ એના સેનાપતિ તો બદલાયા નહીં. ભૂપેન્દ્રભાઈ પટેલ એક મૃદુ અને સજ્જન વ્યક્તિ છે પણ વહીવટ માટે એવું કહેવાય છે કે, “ટુ બી એ જેન્ટલમેન ઇઝ એ ડિસ્કવોલિફિકેશન ફોર એન એડમિનિસ્ટ્રેટર” અર્થાત્ સજ્જન કે સીધા હોવું એ એક દક્ષ વહીવટકાર માટે ગેરલાયકાત છે. આમ, એકેય મંત્રીની આગવી છાપ આવનાર સમયમાં ઊભી થાય એ શક્યતા દેખાતી નથી. જો કે, ભારતીય જનતા પાર્ટી ચૂંટણી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહને ચહેરો બનાવીને લડે છે અને એમના નામે દોડતા કાર્યકરો પાર્ટી જેને મૂકે તેને ચૂંટાવી લાવે છે, એ રણનીતિ એમને માફક આવી ગઈ છે અને એટલે મંત્રીમંડળનું આ પુનઃગઠન માત્ર કર્મકાંડથી વિશેષ કાંઈ નથી. – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રધાનમંડળનો ગંજીપો ફરી એક વાર ચીપવામાં આવ્યો છે. આ પ્રધાનમંડળ સંદર્ભિત કેટલીક ઊડીને આંખે વળગે તેવી બાબતો નીચે મુજબ છેઃ • મુખ્યમંત્રી બદલાશે તેવી અપેક્ષા હતી પણ એવું થયું નથી, એ સૌથી મોટું આશ્ચર્ય છે. આ કેબિનેટમાં ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી તરીકે ચાલુ રહેશે જ્યારે રાજ્ય કક્ષાના મંત્રીમાંથી હર્ષ સંઘવી સીધા નાયબ મુખ્યમંત્રી બન્યા છે. ૮ કેબિનેટ કક્ષાના મંત્રીઓ અને ૩ રાજ્ય કક્ષાના મંત્રીઓ સ્વતંત્ર હવાલા સાથે જ્યારે ૧૩ રાજ્ય કક્ષાના મંત્રીઓ એમ કુલ મળીને ૨૬નું પ્રધાનમંડળ થયું છે એટલે લગભગ હાઉસફુલ થઈ ગયું.
નવી વિધાનસભાની ચૂંટણી સુધી આમાં કદાચ નજીવા ફેરફારો થઈ શકે એ સિવાય કોઈ મોટા ફેરફારોને અવકાશ નથી.
જૂના મંત્રીમંડળમાંથી જેમની કામગીરી સંતોષકારક નહોતી એવા શ્રી રાઘવજી પટેલ, મૂળુભાઈ બેરા, બળવંતસિંહ રાજપૂત, ભાનુબહેન બાબરિયા જેવાં મંત્રીઓને પડતાં મૂકાયાં છે. કૉંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા માત્ર બે જ ચહેરા, અર્જુન મોઢવાડિયા તેમજ કુંવરજી બાવળિયા કેબિનેટ મંત્રી તરીકે સ્થાન પામ્યા છે.• જેમનાં નામ ચોક્કસ ગણાતાં હતાં તે ડૉ. સી. જે. ચાવડા, શ્રી જયેશ રાદડિયા જેવા પૂર્વ કોંગ્રેસી મોટા ગજાના નેતાઓ મંત્રીમંડળમાં સ્થાન પામ્યા નથી જ્યારે સતત નાદુરસ્ત રહેતા પરષોત્તમ સોલંકીની જગ્યાએ હીરા સોલંકીને લેવાશે તે અટકળ ખોટી પડી છે. મૂળુભાઈ બેરા તેમજ રાઘવજી પટેલના સ્થાને ક્ષત્રિય ધારાસભ્ય તરીકે ક્રિકેટર રવીન્દ્ર જાડેજાનાં પત્ની સુશ્રી રીવાબા જાડેજા નિમાયાં છે.
નવા રચાયેલ મંત્રીમંડળમાં એક પણ મહિલા કેબિનેટ કક્ષાનાં મંત્રી નથી જ્યારે સુશ્રી મનીષા વકીલ રાજ્ય કક્ષાના સ્વતંત્ર હવાલા સાથે તેમજ સુશ્રી રીવાબા જાડેજા અને સુશ્રી દર્શનાબહેન વાઘેલા રાજ્ય કક્ષાના મંત્રી તરીકે સમાવાયાં છે.
ગોંડલ અને રીબડા વચ્ચે જે ચાલે છે અને પટેલ-ક્ષત્રિય વચ્ચે ગઈ લોકસભાની ચૂંટણીમાં જે ઘર્ષણ ઊભું થયું હતું તે કારણે કદાચ જામનગરમાંથી રાઘવજી પટેલના સ્થાને ક્ષત્રિય ધારાસભ્ય તરીકે ક્રિકેટર ૨વીન્દ્ર જાડેજાનાં પત્ની રીવાબા જાડેજા સમાવાયાં હોય અને એ રીતે સૌરાષ્ટ્રમાં ક્ષત્રિય ફેક્ટર ધ્યાનમાં રખાયું હોય તે બની શકે.
તે જ રીતે કચ્છમાંથી અનિરુદ્ધ દવેનું નામ આગળ હતું તેને બદલે પ્રદ્યુમ્ન વાજાને કેબિનેટ મંત્રી બનાવાયા છે.
એક ઊડીને આંખે વળગે તેવી બાબત છે નાયબ મુખ્યમંત્રીપદ. આ પદ જેમને જેમને મળ્યું તેમની રાજકીય કારકિર્દી કાં તો ખતમ થઈ અથવા લાંબા ગાળા માટે અસ્ત થઈ. આમ ગુજરાત સરકારમાં નાયબ મુખ્યમંત્રીનું પદ કાંઈક અંશે અપશુકનિયાળ પદ છે એમ કહી શકાય. ગુજરાતની સ્થાપના બાદ અત્યાર સુધીમાં ગુજરાતને કુલ 17 મુખ્યમંત્રી મળ્યા છે.
ત્યારે બીજી તરફ જો નાયબ મુખ્યમંત્રીની વાત કરવામાં આવે તો ગુજરાતને ફક્ત 5 જ નાયબ મુખ્યમંત્રી મળ્યા છે, જેમાં વર્ષ 1972માં ઘનશ્યામ ઓઝાની સરકારમાં ચીમન પટેલ અને કાંતિલાલ ઘિયા આ બંને નેતાઓને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા, પરંતુ સવા વર્ષમાં જ તેમને પદ છોડવું પડ્યું હતું. ત્યાર બાદ વર્ષ 1990માં ચીમનભાઈ પટેલની સરકારમાં કેશુભાઈ પટેલને નાયબ મુખ્યમંત્રીની જેમ જ બીજા નંબરનું સ્થાન અપાયેલું, પરંતુ તેમણે પણ 5 વર્ષ પૂરાં કર્યાં ન હતાં અને 7 મહિનામાં જ પદ પરથી હટી ગયા.
વર્ષ 1994માં છબીલદાસ મહેતાની સરકારમાં 13 મહિના માટે નરહરિ અમીનને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. જ્યારે રૂપાણી સરકારમાં નીતિન પટેલ બે અધૂરી ટર્મ માટે નાયબ મુખ્યમંત્રી રહ્યા હતા. જ્યારે આજે(17 ઓક્ટોબર, 2025) હર્ષ સંઘવી છઠ્ઠા નાયબ મુખ્યમંત્રી બન્યા છે. મંત્રીમંડળમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનો દબદબો રહ્યો છે, જ્યારે ઉત્તર ગુજરાતના બે કેબિનેટ મિનિસ્ટર હતા તેમાંથી એક બળવંતસિંહ રાજપૂતને નબળી કામગીરી માટે પડતા મુકાયા છે. તેમની સામે સી. જે. ચાવડાને લેવાશે એવી અપેક્ષા હતી જે ફળીભૂત થઈ નથી એટલે ઉત્તર ગુજરાતને પક્ષે પ્રમાણમાં નબળી નેતાગીરી આવી છે.
કેબિનેટમાં એક જૈન તરીકે શ્રી હર્ષ સંઘવી સ્થાન પામ્યા એમ કહી શકાય પણ શ્રી કનુ દેસાઈ એક બહુરાષ્ટ્રીય કોર્પોરેટ ગ્રુપના પ્રતિનિધિ છે અને આમેય દક્ષિણ ગુજરાતના થોડાક વિસ્તારને બાદ કરતાં અનાવિલ બ્રાહ્મણો બ્રાહ્મણ સમાજની મુખ્ય ધારામાં નથી. એક જમાનામાં શ્રી મકરંદ દેસાઈ, શ્રી અશોક ભટ્ટ, શ્રી નલિન ભટ્ટ, શ્રી હરેન પંડ્યા, શ્રી મહેન્દ્ર ત્રિવેદી, શ્રી રાજેન્દ્ર ત્રિવેદી, શ્રી વિજયકુમાર ત્રિવેદી, શ્રી પ્રબોધ રાવળ, શ્રી હિતેન્દ્ર દેસાઈ, શ્રી જય નારાયણ વ્યાસ, શ્રી પ્રબોધકાંત પંડ્યા જેવા દિગ્ગજ બ્રાહ્મણ આગેવાનો મંત્રીમંડળમાં સ્થાન પામતા હતા તેની સરખામણીમાં બ્રહ્મસમાજ આજે સઢ વગરના વહાણ જેવો થઈ ગયો છે. જૂનો જનસંઘ હોય કે ભારતીય જનતા પાર્ટી એના મૂળમાં બ્રાહ્મણ, વાણિયા, પટેલ જેવી કોમો હતી એટલે જનસંઘ બ્રાહ્મણ-વાણિયા પાર્ટી કહેવાતી હતી. છેલ્લા દોઢ દાયકામાં બ્રાહ્મણોના રાજકીય વર્ચસ્વનો ભારતીય જનતા પક્ષ તેમજ કોંગ્રેસમાં અસ્ત થયો છે. આ સમાજમાં સંગઠન અને સંકલન બંનેનો અભાવ આ માટે કારણભૂત છે, એમ કહી શકાય.
પ્રધાનમંડળની પુનઃરચના થઈ પણ એના સેનાપતિ તો બદલાયા નહીં. ભૂપેન્દ્રભાઈ પટેલ એક મૃદુ અને સજ્જન વ્યક્તિ છે પણ વહીવટ માટે એવું કહેવાય છે કે, “ટુ બી એ જેન્ટલમેન ઇઝ એ ડિસ્કવોલિફિકેશન ફોર એન એડમિનિસ્ટ્રેટર” અર્થાત્ સજ્જન કે સીધા હોવું એ એક દક્ષ વહીવટકાર માટે ગેરલાયકાત છે. આમ, એકેય મંત્રીની આગવી છાપ આવનાર સમયમાં ઊભી થાય એ શક્યતા દેખાતી નથી. જો કે, ભારતીય જનતા પાર્ટી ચૂંટણી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહને ચહેરો બનાવીને લડે છે અને એમના નામે દોડતા કાર્યકરો પાર્ટી જેને મૂકે તેને ચૂંટાવી લાવે છે, એ રણનીતિ એમને માફક આવી ગઈ છે અને એટલે મંત્રીમંડળનું આ પુનઃગઠન માત્ર કર્મકાંડથી વિશેષ કાંઈ નથી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.