Gujarat

ગુજરાતમાં સરકારનું નહીં અધિકારીઓનું રાજ

ગાંધીનગર : પીએમ નરેન્દ્ર મોદી 10મી જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે ત્યારે તે પહેલા જ ખુદ ભાજપના પાંચ ધારાસભ્યોએ હવે સીએમ ભૂપેન્દ્ર પટેલ ઉપર લેટર મિસાઈલ છોડી છે. જેના પગલે આ પત્રની રાજકીય ધ્રુજારી આવી જવા પામી છે. આ પાંચેય ધારાસભ્યોએ બળાપો વ્યકત્ત કર્યો છે કે સરકારમાં અધિકારી રાજ ચાલી રહ્યું છે, એટલું જ નહીં અધિકારી રાજમાં અંધાધૂંધ વહીવટ ચાલી રહ્યો છે, પ્રજાના કામો કરાવવા સીએમને પત્ર લખવા પડે છે. પ્રજાના કામ થતાં નથી. અંધાધૂંધ વહીવટ ચલાવવામાં આવે છે, અધિકારીઓની માનસિકતા ખરાબ થઈ રહી છે. જો કે લેટરમાં વડોદરા જિલ્લા વહીવટીતંત્રનો ઉલ્લેખ છે, જો કે તે સરકાર પર પણ આડકતરી રીતે નિશાન તાકયુ છે. આજે સાંજે અચાનક ભાજપના આ પાંચ ધારાસભ્યોનો લેટર ગાંધીનગરમાં સચિવાલયના ગલીયારાઓમાં વાયરલ થઈ ગયો હતો.
ભાજપના ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા, સાવલીના કેતન ઈનામદાર , વાઘોડિયાના ઘર્મેન્દ્રસિંહ વાઘેલા, કરજણના અક્ષય પટેલ અને પાદરાના ચૈતન્યસિંહ ઝાલાએ લખેલા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે હાલ રાજ્યમાં ઠેર ઠેર વહીવટી તંત્રનો વહીવટ ખોરંભે ચડ્યો છે. પ્રજાના કામો જાણે આ તંત્રના કાન સુધી પહોંચતા જ નથી. એક સામાન્ય માણસને પોતાનું નાનું કામ સરકારી કચેરીમાંથી કરાવવું એ જાણે એક યુદ્ધ લડવું બની ગયું છે. રાજ્યના તમામ મોટા અધિકારીઓથી લઇ તમામ નાના કર્મચારીઓ પોતાની ખરાબ મનસ્વીતા દર્શાવતા થઇ ગયા છે.

ભાજપના નારાજ પાંચ ધારાસભ્યોએ પત્રમાં વધુમાં લખ્યું છે કે, આ પ્રમાણેની ખરાબ માનસિકતા એ સુચારુરુપ થી વહીવટી તંત્ર ચલાવવા યોગ્ય નથી. અમો વડોદરા જિલ્લાના ધારાસભ્યો એ અગાઉ પણ આ પ્રમાણેની મૌખિક રજૂઆત કરી હતી અને હવે વિનંતી કરી રહ્યા છે કે ખરાબ મનસ્વીતા ધરાવતા અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવે કે જનપ્રતિનિધિઓ દ્વારા સૂચવાયેલ પ્રજાના કામો ને પ્રાધાન્ય આપી પ્રજાલક્ષી અને પ્રજાના હિતમાં નિર્ણય લેવામાં આવે સાથે જ જરૂરી સામે કડક પગલાં લેવામાં આવે.

વડોદરાના આ અધિકારીઓ સામે પત્રમાં ફરિયાદ.

  • વડોદરા કલેક્ટર
  • જિલ્લા વિકાસ અધિકારી
    — પોલીસ અધિક્ષક
    — પોલીસ કમિશનર

અન્ય અધિકારી:

અધિકારીઓ સામે આ પ્રકારના ગંભીર આક્ષેપ કરાયાં.

(1) વીડિયો કોન્ફરન્સમાં પ્રજાના પ્રશ્નો કે ભૌગોલિક હકીકત જાણ્યા વગર ગુલાબી ચિત્ર રજૂ કરી સરકારને સાચી હકીકતથી દૂર રાખવામાં આવે છે.

(2) ધારાસભ્ય દ્વારા સૂચવવામાં આવેલ કાર્યો કરવાને બદલે અધિકારીઓ દ્વારા પ્રજા ને કહેવામાં આવે છે કે તમે ધારાસભ્યની મદદ કેમ માંગી ?

(3) અધિકારીઓ પોતાને પ્રજા અને જનપ્રતિનિધિથી પણ ઉપર સમજી અંધાધૂંધ વહીવટ ચલાવી સરકારની છબી ખરાબ કરે છે.


આ ધારાસભ્યોએ પત્ર લખ્યો.

(1) શૈલેષભાઇ મહેતા (ડભોઇ)
(2) કેતન ઇનામદાર (સાવલી)
(3) ધર્મેન્દ્રસિંહ વાઘેલા (વાઘોડિયા)
(4) અક્ષય પટેલ (કરજણ)
(5) ચૈતન્યસિંહ ઝાલા (પાદરા)

Most Popular

To Top