National

અગ્નિપથનાં વિરોધ વચ્ચે વડાપ્રધાન મોદીનું મહત્વનું નિવેદન: કહ્યું….

કર્ણાટક(Karnataka): કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજના(Agneepath scheme)ને લઈને દેશમાં વિવાદ(Controversy) જોવા મળી રહ્યો છે. ઘણા રાજ્યોમાં હિંસક પ્રદર્શનો થયા. ટ્રેનોમાં આગ લગાવવામાં આવી, બસોમાં તોડફોડ પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત આ યોજનાના વિરોધમાં સોમવારના રોજ ભારત બંધનું એલાન પણ આપવામાં આવ્યું છે. જો કે આયોજનાના વિરોધ વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદી(Pm Modi)નું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. બેંગ્લોર પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યોજનાનું નામ લીધા વિના યુવાનોને મોટો સંદેશ આપ્યો છે. તેમણે કહ્યું છે કે તેમની સરકારે છેલ્લાં આઠ વર્ષમાં સ્પેસ અને ડિફેન્સ સેક્ટરને યુવાનો માટે ખોલ્યું છે.

વડપ્રધાણ મોદીએ જણાવ્યું હતું કે સુધારાનો માર્ગ જ આપણને નવા લક્ષ્યો તરફ લઈ જઈ શકે છે. અમે યુવાનો માટે સંરક્ષણ અને અવકાશ ક્ષેત્રો ખોલી દીધા છે, જેના પર દાયકાઓથી સરકારનો ઈજારો હતો. ડ્રોનથી લઈને દરેક અન્ય ટેક્નોલોજી સુધી, અમે યુવાનોને કામ કરવાની તક આપી રહ્યા છીએ. આજે અમે યુવાનોને તેમના વિચારો આપવાનું કહી રહ્યા છીએ, સરકારે બનાવેલી વિશ્વસ્તરીય ટેક્નોલોજીને તેમના ઈનપુટ આપવા.

છેલ્લા 8 વર્ષમાં 100 અબજ ડોલરથી વધુની કંપનીઓ બની: પી.એમ મોદી
પીએમ મોદીએ એ વાત પર પણ ભાર મૂક્યો કે બાંયધરી સરકારી હોય કે ખાનગી, બંને દેશની સંપત્તિ છે, તેથી લેવલ પ્લેઇંગ ફિલ્ડ દરેકને સમાન રીતે આપવું જોઈએ. મોદીએ એ વાત પર પણ ખુશી વ્યક્ત કરી કે છેલ્લા 8 વર્ષમાં 100 અબજ ડોલરથી વધુની કંપનીઓ બની છે, જેમાં દર મહિને નવી કંપનીઓ ઉમેરાઈ રહી છે. તેમના મતે, ભારત સ્ટાર્ટ-અપની દુનિયામાં ઝડપથી કામ કરી રહ્યું છે અને અત્યાર સુધીમાં હજારો કરોડનો બિઝનેસ કરી ચૂક્યો છે.

કરોડોના પ્રોજેક્ટને લીલીઝંડી આપી
વડાપ્રધાનની કર્ણાટક મુલાકાત વિશે વાત કરીએ તો તેમણે લગભગ 27000 કરોડ રૂપિયાના વિવિધ પ્રોજેક્ટ્સને લીલી ઝંડી આપી દીધી છે. તેમણે બેંગ્લોર ઉપનગરીય રેલવે પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો છે, તો બીજી તરફ તેમણે બીઆર આંબેડકર સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ (BASE)નું ઉદ્ઘાટન કર્યું હતું. ઉદ્ઘાટન બાદ પીએમ મોદીએ કહ્યું કે બેંગલુરુમાં ટ્રાફિક જામથી છુટકારો મેળવવા માટે રેલ, રોડ, મેટ્રો, અંડરપાસ, ફ્લાયઓવર પર ડબલ એન્જિનની સરકાર કામ કરી રહી છે. અમારી સરકાર બેંગલોરના ઉપનગરીય વિસ્તારોને વધુ સારી કનેક્ટિવિટી સાથે જોડવા માટે પ્રતિબદ્ધ છે. પીએમ કર્ણાટકના બે દિવસના પ્રવાસે આવ્યા છે, જ્યાં તેઓ પ્રતિષ્ઠિત લિંગાયત સમુદાયના ગુરુકુલ સુત્તુર મઠની મુલાકાત લેવાની પણ તૈયારી કરી રહ્યા છે. આ સિવાય તેઓ મૈસુરની દેવી ચામુંડેશ્વરીના દર્શન પણ કરશે.

Most Popular

To Top