NEWSFLASH

ફ્રાન્સના રાષ્ટ્રપતિ અને ભારતના વડાપ્રધાન વચ્ચે મહત્વ પૂર્ણ બેઠક,રાફેલ સોદો,AI અને વેપાર સહકાર પર ચર્ચા

ફ્રાન્સના રાષ્ટ્રપતિ એમેન્યુઅલ મેક્રોં તેમની પત્ની બ્રિજિટ મેક્રોં સાથે ત્રણ દિવસીય ભારત પ્રવાસે આવ્યા છે. મેક્રોં ભારતના આર્થિક કેન્દ્ર મુંબઈ આવી પહોંચ્યા છે .આ પ્રવાસ દરમિયાન તેઓ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મહત્વપૂર્ણ દ્વિપક્ષીય ચર્ચાઓ કરશે.આ સાથે જ મેક્રોં અને તેમના પ્રતિનિધિમંડળનું એરપોર્ટ પર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તેમજ ઉપ મુખ્યમંત્રી એકનાથ શિંદે અને સુનેત્રા પવાર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા આ મુલાકાતને ભારત-ફ્રાન્સ સંબંધો મજબૂત બનાવવાના મહત્વપૂર્ણ પગલા તરીકે જોવામાં આવી રહી છે.

રાજ્ય સરકાર દ્વારા ઉષ્માભર્યું સ્વાગત

વડાપ્રધાન મોદી અને મેક્રોં વચ્ચે લોક ભવન ખાતે બેઠક યોજાશે જેમાં સંરક્ષણ, અવકાશ સંશોધન,પરમાણુ ઊર્જા, હવામાન પરિવર્તન,શિક્ષણ અને આધુનિક ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં સહકાર અંગે ચર્ચા થશે.આ બેઠક દરમિયાન બંને દેશો વચ્ચે રક્ષણ વેપાર,આરોગ્ય, કુશળતા વિકાસ સપ્લાય ચેઇન ક્ષેત્રોમાં અનેક મહત્વપૂર્ણ કરારો થવાની સંભાવના છે. તેમજ “હોરાઇઝન 2047” રોડમેપ હેઠળ બંને દેશોના લાંબા ગાળાના સહકારને વધુ મજબૂત બનાવશે.

વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા ચર્ચા

નવીનતા વર્ષ અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે,બંને નેતાઓ સંયુક્ત રીતે ભારત-ફ્રાન્સ નવીનતા વર્ષ 2026 ની શરૂઆત કરશે.સાંજે ઐતિહાસિક ગેટવે ઓફ ઈન્ડિયા ખાતે વિશેષ કાર્યક્રમ યોજાશે જેમાં બંને દેશોના ઉદ્યોગપતિઓ,સ્ટાર્ટઅપ્સ અને સંશોધકો સાથે સંવાદ કરશે,વૈશ્વિક મુદ્દાઓ અને સંરક્ષણ સહકાર પર ધ્યાન કેન્દ્રિત કરાશે,જયારે બંને દેશો ઇન્ડો પેસિફિક ક્ષેત્ર,આંતરરાષ્ટ્રીય સુરક્ષા અને વૈશ્વિક સંઘર્ષ જેવા મુદ્દાઓ પર પણ વિચાર વિમર્શ કરશે.ખાસ કરીને ભારત દ્વારા વધારાના રાફેલ વિમાનો ખરીદવાના પ્રસ્તાવ અને સંરક્ષણ સહકારના વિસ્તરણ પર ચર્ચા મહત્વપૂર્ણ ગણાય રહી છે. આ સંદર્ભમાં આગામી સંરક્ષણ સંવાદ બેંગલુરુ ખાતે યોજાવાનો છે.

AI સહકારને નવી દિશા,થતા ભારત-ફ્રાન્સ સંબંધોમાં નવો અધ્યાય

મુંબઈ કાર્યક્રમો બાદ મેક્રોં નવી દિલ્હી જશે જ્યાં તેઓ ભારત મંડપમ ખાતે યોજાનારા વૈશ્વિક AI સમિટમાં ભાગ લેશે.આ સમિટ દ્વારા કૃત્રિમ બુદ્ધિ ક્ષેત્રે ભારત અને ફ્રાન્સ વચ્ચે સહકાર વધારવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ગણાય છે.મેક્રોંનો આ ચોથો ભારત પ્રવાસ છે અને તેમની મુંબઈની પ્રથમ મુલાકાત છે.અગાઉ બંને નેતાઓ વચ્ચે પેરિસ ખાતે થયેલી બેઠક બાદ બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી સતત મજબૂત બની રહી છે.વિશેષજ્ઞોના મતે આ મુલાકાત ભારત-ફ્રાન્સ વચ્ચે સંરક્ષણ, ટેકનોલોજી અને વેપાર ક્ષેત્રે લાંબા ગાળાના સહકાર માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

Most Popular

To Top