SURAT

નર્મદ યુનિવર્સીટી દ્વારા મહત્વનો નિર્ણય: તમામ સેમેસ્ટરને ધ્યાનમાં લઇ બનશે અંતિમ રિઝલ્ટ

સુરત: વીર નર્મદ યુનિ.એ કોલેજમાં લટાર મારી કે બાઇક ઉપર બેસી રહેતા કોલેજીયનોને કલાસરૂમ સુધી ખેંચવા માટે સ્નાતક કક્ષાએ પહેલા બે વર્ષનું વેઇટેજ વધારી દીધું છે.

વીર નર્મદ યુનિ. (VNSGU) સંલગ્ન કોલેજોના ગ્રેજયુએશન (GRADUATION) કરતા ઉમેદવારોએ હવે વધુ સચેત થવુ પડશે. કારણ કે યુનિ.એ આગામી વર્ષથી ગ્રેજયુએશનમાં માત્ર ફાયનલ યર (FINAL YEAR) નહીં પરંતુ આગળના બે વર્ષના માર્કસને પણ ગણતરીમાં લેવા નિર્ણય કર્યો છે. આ અંગે માહિતી આપતા યુનિ.ના સિન્ડિકેટ સભ્યના જણાવ્યાનુસાર ગ્રેજયુએશન કરતા ઉમેદવારોને શિક્ષણ (EDUCATION) પરત્વે ગંભીર બને તેવા પ્રયાસ કરાય રહ્યા છે. છેલ્લા આઠ- દસ વર્ષથી યુનિ.એ ગ્રેજયુએશનમાં માત્ર ફાઇનલ યર એટલે કે પાંચમા અને છઠ્ઠા સેમેસ્ટરના માર્કસને મહત્વ આપ્યું હતું. જેને પગલે કોલેજમાં પહેલા બે વર્ષ કોલેજીયનોને લીલાલહેર હતી. યુનિ.એ આ મેરિટ સિસ્ટમમાં ફેરફાર કરી કોલેજના પહેલા અને બીજા વર્ષનુ એટલે કે એકથી ચાર સેમેસ્ટરનું પણ વેઇટેજ ગણવા નિર્ણય કયો છે. જેથી કોલેજમાં ભણવા જતા ઉમેદવારો કોલેજ કલાસ અને ઇન્ટરનલ માર્કસ માટે ગંભીર થાય. આમ યુનિ.એ ગ્રેજયુએશનમાં દરેક વર્ષનું મહત્વ વધારતા કોલેજીયનોને ભણવામાં ગંભીર બનવુ પડશે.

રિસર્ચર ઉમેદવારો માટે રિસર્ચ કોર્નર તૈયાર કરાશે

સેનેટ સભ્ય કનુ ભરવાડની રજૂઆતના આધારે યુનિવર્સિટીમાં પીએચડીના વિદ્યાર્થીઓ માટે રિસર્ચ કોર્નર બનાવવાનો પણ નિર્ણય લેવાયો છે. સિન્ડિકેટ સભ્ય ડો.ખરચિયાએ કહ્યું હતું કે, આ માટે રિસર્ચ માટેના ડેટા એનાલિસિસનું સોફ્ટવેર, ઇન્ટરનેટની સાથે કોમ્પ્યુટર લેબ તથા ભાષા સાહિત્ય અને સમાજશાસ્ત્ર માટે ઓડિયો અને વીડિયો સહિતની સુવિધા દરેક સંશોધનકાર ઉમેદવારોને ઉપલબ્ધ બનાવાશે.

એમએ. હોમ સાયન્સમાં બીએ હોમ સાયન્સને પણ પ્રવેશ મળશે

યુનિ.એ આજે બીએ હોમ સાયન્સ તેમજ બીએસસી હોમસાયન્સ ઉમેદવારોને પીજી વખતે નડતી સમસ્યાનું પણ નિરાકારણ લાવી દીધુ છે. સામાન્ય રીતે આપણી યુનિ.માં એમએ ઇન હોમસાયન્સ કોર્ષ ચાલે છે. જેમાં બીએ હોમ સાયન્સને સીધો પ્રવેશ મળતો હતો. પરંતુ બીએસસી હોમ સાયન્સ કરેલા ઉમેદવારો માટે એમએમાં એડમીશન કઠીન હતુ. યુનિ. ફેકલ્ટી બદલાતી હોય તેમને પ્રવેશપાત્ર ઠરાવતી નહોતી. પરંતુ યુનિ.એ બીએ તેમજ બીએસસી હોમ સાયન્સનો સિલેબસ મેચ કરી હવેથી તમામ હોમસાયન્સ ઉમેદવારોને એમએમાં પ્રવેશ મળશે. તેવી જોગવાઇ કરી છે.

પરીક્ષામાં ગ્રેસિંગના નિયમો ઉદાર બન્યા

યુનિ.ના સિન્ડિકેટ સદસ્ય ડો.કશ્યપ ખરચિયાએ કહ્યું હતું કે યુનિ.માં ગ્રેસિંગના નિયમોમાં મોટા ભાગે 87 (એ)નો લાભ અપાતો હતો. પરંતુ જયારે કોઇ ફેકલ્ટીના કોઇ કોર્ષનું પરિણામ નબળુ હોય તેવા કિસ્સામાં સબ્જેકટ ચેરમેન પાસે કે ડીન મારફત ગ્રેસીંગ માટે 87(બી)ના લાભ આપવા પરીક્ષા વિભાગથી શરુ કરી કુલપતિ સુધી સાદર રજૂ કરી પરવાનગી મેળવવી પડતી હતી. કાગળની લાંબીલચક પ્રકિયા યુનિ.એ ઉદાર બનાવી હવે 87 (એ) તા (બી) મુજબ ગ્રેસ આપવા ઠરાવ કયો છે. સાથે માકર્શીટમાં ફુંડળી સાથે ગ્રેસ માર્કસ પણ બતાવાશે.

Most Popular

To Top