National

ટ્રમ્પ પ્રશાસનની H-1B વિઝાની પોલિસીનો અમલ બિડેન પ્રશાસને હાલ મોકૂફ રાખ્યો

વૉશિંગ્ટન : બિડેન (BIDEN) પ્રશાસને જાહેર કર્યું છે કે અગાઉના ટ્રમ્પ પ્રશાસનની H-1B પોલિસીનો અમલ તે વિલંબમાં મૂકી રહ્યું છે જે નીતિ આ લોકપ્રિય ફોરેન વર્ક વિઝા (FOREIGN WORK VISA)ની ફાળવણીની રીતમાં ફેરફાર દર્શાવે છે, બિડેન તંત્રે આ વિઝાની ફાળવણીમાં લોટરી સિસ્ટમનો અમલ 21 ડીસેમ્બર, 2021 સુધી ચાલુ રાખવાનો અને નોંધણી સિસ્ટમમાં સુધારાઓમાં ફેરફાર, પરીક્ષણ અને અમલીકરણ માટે ઇમિગ્રેશન (IMMIGRATION) એજન્સીને વધુ સમય આપવાનો નિર્ણય કર્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે હાલ સાતમી જાન્યુઆરીએ અમેરિકી સિટિઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીઝ દ્વારા H-1B વિઝાના અરજદારોમાંથી પસંદગી કરવા માટે પરંપરાગત લોટરી સિસ્ટમને બંધ કરવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો. H-1B વિઝા એ એક નોન-ઇમિગ્રાન્ટ વિઝા છે જે અમેરિકી કંપનીઓને જેમાં થિયરેટિકલ અથવા ટેકનીકલ નિપુણતાની જરૂર હોય તેવી ખાસ જગ્યાઓ માટે ભારત અને ચીન જેવા દેશોમાંથી હજારો કર્મચારીઓની ભરતી કરવાની સવલત આપે છે. યુએસસીઆઇએસ (USCIS) દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તે અમેરિકન કામદારોના હિતોના રક્ષણ માટે અને ઉચ્ચ કુશળતાયુક્ત વિદેશી કામદારોને આ હંગામી રોજગારી કાર્યક્રમમાંથી બહેતર લાભ મળી રહે તે માટે આ વિઝાની ફાળવણી માટે પગારને પ્રાથમિકતા આપશે.

હવે, ગઇકાલે બહાર પાડેલા એક નિવેદનમાં યુએસસીઆઇએસે જણાવ્યું હતું કે તે આ નિયમના અમલની તારીખ 31 ડીસેમ્બર, 2021 સુધી મુલતવી રાખી રહ્યું છે. આ નિયમ 9 માર્ચથી અમલમાં આવનાર હતો. H-1B વિઝાની નોંધણી અને પસંદગીની પ્રક્રિયામાં સુધારાના અમલીકરણ પહેલા તેના વિકાસ, પરીક્ષણ અને અમલીકરણ માટે યુઅસસીઆઇએસને વધુ સમય આપવા માટે ડીપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરીટી (DHS) આ નિયમના અમલમાં વિલંબ કરી રહ્યું છે એમ નિવેદનમાં જણાવાયું હતું.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top