Entertainment

ઇલિયાના ડી‘ક્રુઝએ આપી ફેન્સને સરપ્રાઇઝ, આ છે અભિનેત્રીના દિકરાના પિતા

મુંબઇ: થોડા સમય પહેલા બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી ઇલિયાના ડી‘ક્રુઝએ (Ileana D’Cruz) તેણીની પ્રેગ્નેન્સી (Pregnancy) અને દિકરાના સમાચાર આપી ફેન્સને સરપ્રાઇઝ (Surprice) કર્યા હતા. ત્યારે ઇલિયાનાએ ઇન્સ્ટાગ્રામ (Instagram) પર ‘આસ્ક મી એનિથિંગ સેશન‘ દરમિયાન તેના ફેન્સ દ્વારા પૂછવામાં આવેલા ઘણા પ્રશ્નોના જવાબો આપ્યા હતા. જ્યારે તેણીને તેના દીકરાના પિતા વિશે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેણીએ પોતાના દિકરા પિતાનો ફોટો શેર કરી ફરી એકવાર સરપ્રાઇઝ આપી છે.

શુક્રવારે ઇલિયાનાએ ઇન્સ્ટાગ્રામ પર આસ્ક મી એનિથિંગ સેશન દરમિયાન તેના ચાહકો દ્વારા પૂછવામાં આવેલા ઘણા પ્રશ્નોના જવાબો આપ્યા હતા. તેમજ તેણીએ તેના ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર જવાબો પોસ્ટ કર્યા. જ્યારે એક ફેનએ પૂછ્યું, “તમે તમારા બાળકનું સિંગલ પેરેન્ટિંગ કેવી રીતે કરી રહ્યાં છો?” ત્યારે ઇલિયાનાએ એક ફોટો પોસ્ટ કરી અને લખ્યું, “આઇ એમ નોટ.”

ઇલિયાનાએ ઑગસ્ટમાં જાહેરાત કરી હતી કે તેણીએ એક દિકરાને જન્મ આપ્યો છે. તેણીએ પોસ્ટને કેપ્શન આપ્યું હતું કે “હું વ્યક્ત નથી શક્તી કે હું અમારા દિકરાનું આ દુનિયામાં સ્વાગત કરી કેટલી ખૂશ છું.”

ઇલિયાનાએ હજી સુધી અફવાઓની પુષ્ટિ કરી નથી કે તેણીએ લગ્ન કર્યા છે કે નહીં. પરંતુ તેણીએ પોતાના જીવનસાથીની ઓળખ જાહેર કરી હતી. ઇલિયાના ડી’ક્રુઝે હવે આ વાતની પુષ્ટિ કરી છે કે તેણી તેના પુત્ર કોઆ ફોનિક્સ ડોલનની ‘સિંગલ-પેરેન્ટિંગ’ નથી કરી રહી. આ સાથે જ તેણી એ પોતાના પાર્ટનરનો ફોટો જાહેર કર્યો છે.

આ સાથે જ બીજા ફેનને જવાબ આપતા ઇલિયાનાએ કહ્યું કે તેણી તેના બાળક માટે તેમજ “બેબીના ડેડી” માટે આભારી છે. ઇલિયાનાએ આ વર્ષની શરૂઆતમાં તેણીના પુત્ર કોઆ ફોનિક્સ ડોલનને જન્મ આપ્યો હતો અને વિશ્વમાં તેના આગમનની જાહેરાત કરવા માટે નવજાતનો ફોટો શેર કર્યો હતો. ઇલિયાના ફોટોગ્રાફર એન્ડ્રુ નીબોન સાથે લાંબા ગાળાના સંબંધમાં હતી. ત્યાર બાદ તે કેટરિના કૈફના ભાઈ સેબેસ્ટિયન લોરેન્ટ મિશેલને ડેટ કરી રહી હોવાની અફવા હતી.

અફવાઓ ત્યારે શરૂ થઈ જ્યારે તેઓ વિકી કૌશલ અને કેટરિના કૈફ સાથે માલદીવમાં સમય પસાર કરતા જોવા મળ્યા હતા. પરંતુ તેણીએ આ અફવા ઓ ઉપર કોઇ ટીપ્પણી કરી ન હતી. આ વર્ષે મે મહિનામાં તેણીએ માઇકલ ડોલન સાથે લગ્ન કર્યા હોવાની અફવા હતી. પરંતુ આ વાત ઉપર ોણ તેણી એ કોઇ પ્રતિક્રિયા આપી નથી.

Most Popular

To Top