Vadodara

IIT-JEE મેઈન્સ સેશન 2 નું પરિણામ જાહેર : વડોદરાના વિદ્યાર્થીનો 71મો રેન્ક

વડોદરાના વિદ્યાર્થીએ ઓલ ઈન્ડિયા 71 મો રેન્ક પ્રાપ્ત કર્યો

વડોદરાનો કાર્તિક વસંતે 99.999 પર્સેન્ટાઈલ સાથે બન્યો ટોપર :

( પ્રતિનિધિ ) વડોદરા તા.25

JEE મેઇન્સના બીજા સેશનનું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં વડોદરામાં રહેતા કાર્તિક વસંતે 99.999 પર્સેન્ટાઇલ સાથે વડોદરામાં ટોપ કર્યું છે અને ઓલ ઈન્ડિયા 71મો રેન્ક પ્રાપ્ત કર્યો છે. તેણે આગામી સમયમાં JEE એડવાન્સ ક્લિયર કરીને IIT બોમ્બે કે દિલ્હીમાં જવાની ઈચ્છા વ્યક્તિ કરી છે.

વડોદરાના ટોપર કાર્તિકે જણાવ્યું હતું કે ધો.7 થી જ મેં તૈયારી શરૂ કરી દીધી હતી. મારો મેઇન ગોલ એ હતો કે કોઈ દિવસ વાંચ્યા વિના સ્કૂલ કે ક્લાસ જવાનું નહીં, છેલ્લા દિવસોમાં 10થી 12 કલાક વાંચન કરતો હતો. જેમાં નાના-નાના બ્રેક પણ લેતો હતો. જેમાં હું ફ્રેશ થવા માટે મિત્રો સાથે વોટ્સએપ પર ચેટિંગ કરતો હતો. IIT આશ્રમમાં કોચિંગ લઈ રહ્યો છું. JEE મેઇન્સના જાન્યુઆરમાં આપેલા એટેમ્ટમાં મારા ઓવરઓલ 99.999 પર્સેન્ટાઇલ આવ્યા છે. મેં શરૂઆતથી કોચિંગ લેવાનું શરૂ કરી દીધુ હતું. ટીચર, પેરેન્ટ્સ, મિત્રો અન સિનિયર બધાનો ખૂબ સપોર્ટ રહ્યો હતો. જેના કારણે મારે આટલું સારું રિઝલ્ટ આવ્યું છે. સમયે સમયે ટેસ્ટ આપ્યા, ડાઉડ ક્લિયર કર્યા, ગાઇડન્સ અને મેન્ટરિંગમાં મને ખૂબ સપોર્ટ મળ્યો. હું પેરેન્ટ્સ સાથે વાત કરતો હતો અને થોડીવાર ગાર્ડનમાં ફરવા જતો હતો. વોટ્સએપ સિવાયના સોશિયલ મીડિયાનો ઉપયોગ હું નહોતો કરતો. મારો પહેલો ગોલ તો એ છે કે આગામી ત્રણ મહિનામાં JEE એડવાન્સમાં થશે, તેમાં સારું પર્ફોમન્સ આપવું છે અને પછી ITT બોમ્બે કે IIT દિલ્હીમાં એડમિશન મેળવવાનો ગોલ છે. યુવાનોને શું સંદેશો આપતા કહ્યું હતું કે, પરીક્ષા આપવામાં ડેડિકેશન હોવું જોઈએ. તમારે શા માટે પરીક્ષા આપવાની છે, તે ક્લિયર હોવું જોઈએ. તો આપનો ગોલ સેટ થઈ જાય છે અને સફળતા જરૂર મળશે.

Most Popular

To Top