ગાંધીનગર,
ભારતની અગ્રણી સહકારી ખાતર સંસ્થા ઇફકોએ દેશવ્યાપી “નેનો ખાતર જાગૃતિ મહાઅભિયાન”નો સત્તાવાર પ્રારંભ કર્યો છે. ઇફકોના અધ્યક્ષ દિલીપ સંઘાણીએ દિલ્હીથી 5 નેનો પ્રચાર વેનને લીલી ઝંડી બતાવી અભિયાનનું શુભારંભ કરાવ્યો હતો.
ઈફ્કોના અધ્યક્ષ દિલીપ સંઘાણીએ જણાવ્યું હતુ કે આ અભિયાન દેશના 19 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોના 560 જિલ્લાઓ તથા 3,477 તાલુકાઓમાં વ્યાપક રીતે ચલાવવામાં આવશે. અભિયાનનો મુખ્ય હેતુ ખેડૂતોમાં નેનો ખાતરોનાં ઉપયોગ અંગે જાગૃતિ ફેલાવવાનો અને પરંપરાગત ખાતરો પરની નિર્ભરતા ઘટાડવાનો છે. નેનો NPK લિક્વિડ (8-8-10) અને નેનો NPK ગ્રેન્યુલર (20-10-10)ને ખાતર નિયંત્રણ આદેશ (FCO)માં સામેલ કરવામાં આવવું કૃષિ ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ પગલું છે. આ અભિયાન ‘આત્મનિર્ભર ભારત’ અને ‘સહકારથી સમૃદ્ધિ’ના રાષ્ટ્રીય મિશન સાથે સુસંગત છે.