World

“જો અમે હથિયાર મૂકી દઈએ તો ઇઝરાઇલ જ નહીં રહે!”

Benjamin Netanyahuનું વિવાદાસ્પદ નિવેદન ફરી ચર્ચામાં

ઇઝરાઇલના વડાપ્રધાન Benjamin Netanyahuનું એક જૂનું પરંતુ ખુબ ચર્ચાસ્પદ નિવેદન ફરી વૈશ્વિક સ્તરે ચર્ચાનો વિષય બન્યું છે. “If the Arabs put down their weapons today, there would be no more violence. If the Jews put down their weapons today, there would be no more Israel.” આ એક લાઇન આજના મધ્ય પૂર્વના સંઘર્ષને સમજવા માટે ઘણીવાર ઉલ્લેખાય છે.

શું કહે છે આ નિવેદન? : નેતન્યાહૂનો મત સ્પષ્ટ છે, ઇઝરાઇલનું અસ્તિત્વ તેની સુરક્ષા અને સૈન્ય શક્તિ પર નિર્ભર છે. તેમના મુજબ, જો ઇઝરાઇલ પોતાની રક્ષા છોડે તો દેશનું અસ્તિત્વ જોખમમાં પડી શકે છે. તેઓ આને એક “સર્વાઇવલ ડોકટ્રીન” તરીકે રજૂ કરે છે.

વિરોધ અને સમર્થન બંને : આ નિવેદન પર ભારે મતભેદ છે. વિરોધીઓ કહે છે કે આ વિચારધારા Israel-Palestine સંઘર્ષના મૂળ કારણોને અવગણે છે , જેમ કે કબ્જો, સ્થળાંતર અને માનવ અધિકારોના મુદ્દા. જ્યારે સમર્થકો માને છે કે ઇઝરાઇલ સામે ઘણા દેશો અને સંગઠનો ખુલ્લેઆમ તેની વિનાશની વાત કરે છે, તેથી આ નિવેદન વાસ્તવિકતા દર્શાવે છે.

ઈરાન સાથેના યુદ્ધમાં નવી પ્રાસંગિકતા : તાજેતરના વર્ષોમાં Iran અને Israel વચ્ચે તણાવ ખુબ વધી ગયો છે. 2025માં ખુલ્લા યુદ્ધ અને 2026માં મોટા હવાઈ હુમલાઓ પછી આ વિચારધારા હવે માત્ર શબ્દો નહીં, પરંતુ નીતિ તરીકે જોવામાં આવી રહી છે.

નેતન્યાહૂના દ્રષ્ટિકોણથી, Iran ઇઝરાઇલના અસ્તિત્વને સ્વીકારતું નથી અને વિવિધ સંગઠનોને સમર્થન આપીને દબાણ બનાવે છે. તેથી, તેઓ માટે આ “લડાઈ જરૂરી” બની જાય છે.

સામાન્ય લોકો પર અસર : આ રાજકીય અને સૈન્ય ટકરાવ વચ્ચે સૌથી વધુ નુકસાન સામાન્ય લોકો ભોગવે છે, ગાઝા, લેબનન અને હવે ઈરાન સુધી. એક સત્ય એ પણ છે કે કોઈ એક નિવેદન આ જટિલ ઇતિહાસને સંપૂર્ણ રીતે સમજાવી શકતું નથી. છતાં, Benjamin Netanyahu વર્ષોથી આ જ વિચારસરણીને આધારે નિર્ણયો લેતા આવ્યા છે.

Most Popular

To Top