આ મહિનામાં થનારી રાજ્યોની ચૂંટણીમાં કેરળની ચૂંટણી ઘણી રીતે રસપ્રદ બનવાની છે. 4 મેના રોજ ચૂંટણીનાં પરિણામ આવશે અને કેરળમાં સીપીએમની આગેવાની હેઠળનો એલડીએફ હારી જશે તો ભારત લગભગ અડધી સદીમાં પ્રથમ વખત ડાબેરીમુક્ત શાસન જોશે. અત્યારે વિજયન સરકાર છે અને એમની લોકપ્રિયતા હવે ઘટી છે અને એ સામે કોંગ્રેસને આ રાજ્યમાં સત્તા મેળવવા માટે ઘણો આશાવાદ છે અને ભાજપ પણ એડીચોટીનું જોર અજમાવી રહ્યો છે. જો કે, કોંગ્રેસનો આક્ષેપ છે કે, વિજયન અને મોદી વચ્ચે સારા સબંધો છે.
પણ આજે વાત કરવી છે ડાબેરીઓનું ભારતમાં ઘટતા જતા વર્ચસની. એક સમયે કેટલાંક રાજ્યોમાં ડાબેરી પક્ષોનો દબદબો હતો અને એમાં પ. બંગાળ પહેલું યાદ આવે. 1977માં જ્યોતિ બસુએ પશ્ચિમ બંગાળમાં સત્તા સંભાળી ત્યારથી ભારતમાં એક પણ દિવસ એવો નથી ગયો જ્યારે કોઈ રાજ્યમાં ડાબેરી શાસન ન હોય. જ્યારે 2011માં બંગાળમાં ડાબેરીઓ હાર્યાં ત્યારે પણ ત્રિપુરા ડાબેરી રહ્યું હતું. જ્યારે 2018માં ત્રિપુરા ગયું ત્યારે કેરળમાં પિનરાઈ વિજયન સત્તામાં આવી ચૂક્યા હતા પણ દેશમાં ડાબેરી પક્ષો નબળા પડતા ગયા છે. આંકડાઓ જુઓ તો આ વાત સમજાઈ શકે છે. 2004માં લોકસભામાં ડાબેરી બળ 61 બેઠકોનું હતું. 2024માં માત્ર 9 બેઠકો થઇ ગઈ. આ માત્ર ચૂંટણીમાં સામાન્ય ઘટાડો નથી, પરંતુ એક રાષ્ટ્રીય પ્રવાહનું પતન છે.
આ પતન કઈ રીતે થયું એ જાણવું જરૂરી છે. કારણ કે આ માત્ર ચૂંટણીલક્ષી હાર નથી, પરંતુ એક લાંબા ગાળાના માળખાકીય ફેરફારનું પરિણામ છે અને એ કારણે ડાબેરીઓનો સામાજિક આધાર ઘટ્યો છે. તેમની વિચારધારા પ્રત્યેનું આકર્ષણ ઘટ્યું છે અને સંગઠનાત્મક ધાર બુઠ્ઠી થવા લાગી છે. આવું શા માટે બન્યું? કારણ એ છે કે, ડાબેરીઓએ એમનો લડવાનો આધાર બદલ્યો નથી. બદલાતા ભારત સાથે એમણે તાલ મેળવ્યો નથી.
ભારતમાં સામ્યવાદી રાજકારણ સંગઠિત કામદારો, જાહેર ક્ષેત્રનાં યુનિયનો અને ખેતમજૂરો પાસેથી શક્તિ મેળવતું હતું. રાજ્ય-સંચાલિત ઔદ્યોગિકીકરણના યુગમાં તે વ્યાજબી હતું. પરંતુ 1991 પછી ઉદારીકરણ આવ્યું. ભારતની વિકાસગાથા બદલાઈ ગઈ. હવે વિકાસ સેવા ક્ષેત્ર, અનૌપચારિક કામકાજ, ખાનગી સાહસ અને મહત્ત્વાકાંક્ષી વપરાશ દ્વારા સંચાલિત છે. હા, ડાબેરીઓ સાચા હતા કે ઉદારીકરણ અસમાનતા વધારશે, પરંતુ રાજકીય રીતે તેઓ આ ‘નવા બદલાતા ભારત’ સાથે મેળ બેસાડવામાં સફળ ના રહ્યાં.
શહેરી મધ્યમ વર્ગનાં યુવાનો માટે આર્થિક સુધારા એ શોષણ નહીં પણ એક તક હતી. એક યુવાન સ્નાતક માટે, ઉદારીકરણ વિરોધી રેટરિક ઘણી વાર પ્રગતિના વિરોધ જેવું લાગતું હતું. બદલાતા ભારત સાથે રાજકારણની ભાષા પણ બદલાઈ છે. સામ્યવાદી પક્ષો ‘સામ્રાજ્યવાદ’ અને ‘નવ-ઉદારીકરણ’ના વિરોધમાં જેટલા સ્પષ્ટ હતા, તેટલા તેઓ નવાં મતદારોની ચિંતા કરવા નિષ્ફળ ગયાં. પરીક્ષાનું દબાણ, ખાનગી શિક્ષણનો ખર્ચ, અસુરક્ષિત વ્હાઇટ-કોલર નોકરીઓ, શહેરી ભાડું અને આરોગ્યનાં બિલો વિશે બોલવામાં સક્ષમ નહોતા.
અને સામે ભાજપે શું કર્યું? ભાજપે એક અલગ પ્રકારની રાજનીતિ ઊભી કરી. હિંદુ એકીકરણ અને કલ્યાણકારી સુવિધાઓની ડિલિવરી. ડાબેરીઓનું નૈતિક મેદાન મોટા પક્ષોએ કબજે કરી લીધું. મોદી શાસન હેઠળ કલ્યાણકારી યોજનાઓને ‘ટાર્ગેટેડ ડિલિવરી’ તરીકે રજૂ કરવામાં આવી. મફત રાશન, શૌચાલય, ગેસ સિલિન્ડર અને સીધી રોકડ સહાય. ચૂંટણીના રાજકારણમાં મતદારો ભાગ્યે જ તે પક્ષને વળતર આપે છે જેણે પોલિસીની કલ્પના કરી હોય; તેઓ તે પક્ષને મત આપે છે જે તેમને લાગે છે કે યોજના પહોંચાડી શકે છે પણ ડાબેરીઓ ભાજપ પાસેથી આ ના શીખ્યા જે ભૂલ કોંગ્રેસે કરેલી એ જ ડાબેરીઓએ કરી.
બંગાળ અને ત્રિપુરામાં લાંબા વર્ષોના શાસનને કારણે જડતા આવી ગઈ હતી. સિંગુર અને નંદીગ્રામ જેવી ઘટનાઓએ બંગાળના ડાબેરીઓએ ગ્રામીણ ગરીબો સાથે બનાવેલા વિશ્વાસને તોડી નાખ્યો. બીજી તરફ તેમની રણનીતિ ક્યારેક બહુ જડ અને ક્યારેક બહુ તકવાદી રહી. હા, કેરળ એક અપવાદ રહ્યું છે, કારણ કે ત્યાંના ડાબેરીઓએ પરિસ્થિતિ મુજબ પોતાને અનુકૂળ બનાવ્યા, વધુ સારી રીતે શાસન કર્યું અને પોતાનો સામાજિક આધાર જાળવી રાખ્યો. પરંતુ કેરળ પણ એકલા હાથે રાષ્ટ્રીય ટ્રેન્ડને બદલી શકતું નથી.
જો તે પણ હારી જાય, તો જે પ્રવાસ 1957માં કેરળથી શરૂ થયો હતો, તે કદાચ ત્યાં જ પૂરો થશે.પી. વિજયનની ઉંમર થઇ છે અને એન્ટીઇન્ક્બન્સી પણ એમને નડી શકે છે. વિજયન જો જીતી ના શક્યા અને જો કેરળમાં 4 મેના રોજ હારી જશે, તો 50 વર્ષમાં પ્રથમ વખત ભારતમાં કોઈ પણ મુખ્યમંત્રી સામ્યવાદી પક્ષનો નહીં હોય. ભારતીય ડાબેરીઓ માટે હવે પ્રશ્ન એ નથી કે ઇતિહાસ પૂરો થઈ ગયો છે, ડાબેરીઓ ભારતની લોકશાહીમાં એક મહત્ત્વનો ભાગ હતા અને એ યુગ પૂરો થાય તો એ દેશ અને દેશનું રાજકારણ કેટલી હદે બદલાયાં છે એનો વધુ એક પુરાવો પણ બનશે.
તામીલનાડુમાં વિજય કોને નુકસાન કરશે?
તમિલનાડુના રાજકારણમાં અભિનેતા વિજયની પાર્ટી તમિલગા વેટ્ટ્રી કઝગમના પ્રવેશથી ૨૦૨૬ની વિધાનસભા ચૂંટણીનાં સમીકરણો રસપ્રદ બન્યાં છે. એ સત્તા તો ના મેળવી શકે પણ એ નુકસાન વધુ કોને કરશે અને એના કારણે રાજ્યમાં ત્રિશંકુ સ્થિતિ પેદા થઇ શકે કે નહિ એ જોવાનું છે. વિજયને ડીએમકે સામે વિરોધ છે અને વિજયની લોકપ્રિયતા યુવાનોમાં ખૂબ વધારે છે. જે યુવા મતદારો પરંપરાગત રીતે દ્રવિડિયન પક્ષો તરફ ઝૂકેલા હતા, તેઓ હવે વિજય તરફ વળી શકે છે. વિજયે ડીએમકે પર ભ્રષ્ટાચાર અને પરિવારવાદના આરોપો લગાવીને સરકાર વિરોધી લહેરનો લાભ લેવાનો પ્રયાસ કર્યો છે, જે સીધું શાસક પક્ષને નુકસાન કરી શકે છે.
તો બીજી બાજુ જનતા અન્ના ડીએમકેને પણ સારો વિકલ્પ માનતી નથી. એવા મતદારો વિજયને પસંદ કરી શકે છે. આ સ્થિતિમાં અન્ના ડીએમકેના મતોમાં પણ ગાબડું પડી શકે છે. આ સ્થિતિમાં કંઈ પણ થઇ શકે છે કારણ કે, તમિલનાડુમાં અત્યાર સુધી મુખ્યત્વે બે પક્ષો વચ્ચે જંગ રહેતો હતો. વિજયના આવવાથી મતો વહેંચાશે, જેનો સીધો ગેરફાયદો એ પક્ષને થશે જે જીતવા માટે નાના માર્જિન પર નિર્ભર હોય છે. વાત રહી ભાજપની તો વિજયે ભાજપને દાદ આપી નથી. ભાજપે એને ડે. સી.એમ.ની ઓફર કર્યાનું પણ માનવામાં આવે છે. આનો અર્થ એ છે કે તેઓ સેક્યુલર અને દ્રવિડિયન ઓળખના મતો માટે લડશે. જો તેઓ આ મતો મેળવવામાં સફળ રહે, તો તે ભાજપના વિસ્તરણના પ્રયાસોને પણ અવરોધી શકે છે.
રાજકારણમાં જ્યારે ત્રીજો મોટો પક્ષ મેદાનમાં આવે ત્યારે ઘણી વાર ખંડિત જનાદેશ જેવી સ્થિતિ સર્જાય છે. જો વિજય નોંધપાત્ર મતો મેળવે, તો તે સત્તાધારી પક્ષના વોટ શેરને ઘટાડીને વિપક્ષને પરોક્ષ રીતે મદદ કરી શકે છે અથવા તો પોતે ‘કિંગ મેકર’ની ભૂમિકામાં આવી શકે છે. એટલે કે, વિજય મુખ્યત્વે ડીએમકેના યુવા અને તટસ્થ મતોમાં ગાબડું પાડી શકે છે, જેના કારણે તમિલનાડુનું વર્ષો જૂનું દ્વિ-પક્ષીય માળખું જોખમમાં આવી શકે છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.