Editorial

જસ્ટીન ટુડોને નિજ્જર માટે આટલી બધી લાગણી હોય તો ઓન્ટેરિયોને ખાલિસ્તાન જાહેર કરી દેવુ જોઇએ

ભારતમાં ખાલિસ્તાનની માંગણી કરતું આંદોલન તેના છેલ્લા શ્વાસો ગણી રહ્યું છે. કેટલીકવાર કેટલીક સંસ્થાઓ માથું ઊંચું કરે છે. પછી તેઓ થોડા દિવસોમાં શાંત થઈ જાય છે. જો કે, કેનેડા, યુએસએ અને યુકે જેવા દેશોમાં શીખ ડાયસ્પોરાના કેટલાક વર્ગોમાં આ માંગ હજુ પણ જીવંત છે. હકીકતમાં, ખાલિસ્તાન ચળવળ તેની શરૂઆતથી જ વૈશ્વિક ચળવળ રહી છે. વિદેશી ધરતીથી અલગ શીખ રાજ્યની પ્રથમ માંગ યુએસએમાંથી ઉઠી હતી. 12 ઓક્ટોબર, 1971ના રોજ ન્યૂયોર્ક ટાઈમ્સમાં એક જાહેરાત આપીને ખાલિસ્તાનના જન્મની જાહેરાત કરવામાં આવી હતી. તે લખે છે, “આજે આપણે અંતિમ ધર્મયુદ્ધની શરૂઆત કરીએ છીએ, જ્યાં સુધી વિજય પ્રાપ્ત ન થાય. આપણે આપણી જાત માટે એક રાષ્ટ્ર છીએ.”

એ વાત પણ સાચી છે કે, પંજાબમાં આતંકવાદને ચરમસીમાએ લઈ જવા માટે પાકિસ્તાન અને ચીને ખાલિસ્તાની આતંકવાદીઓને ઘણીવાર તમામ પ્રકારની મદદ કરી છે. ભારતીય સેનાને જાણવા મળ્યું હતું કે, સુવર્ણ મંદિરમાં છુપાયેલા આતંકવાદીઓ પાસે ચીની બનાવટની આરપીજી હતી. આર્મીએ ઓપરેશન બ્લુ સ્ટારમાં ટેન્કના ઉપયોગનું કારણ આ આરપીજીના ઉપયોગને ટાંક્યું હતું.

જો કે આ અમેરિકા છે કેનેડા નથી તે પણ સમજી લેવું ખૂબ જરૂરી છે. કેટલાક ચરમપંથીઓની આ વાત છે સમગ્ર શીખસમુદાયની નથી. આ ચરમપંથીઓએ સમજી લેવું જોઇએ કે જે ખાલિસ્તાનની તેઓ માગ કરી રહ્યાં છે તે ભારતના પંજાબમાં લોકસભાની કુલ 13 બેઠકો છે જે તમામ ઉપર શીખનો દબદબો નથી જ્યારે કેનેડાની સાંસદમાં 18 શીખ સાંસદ છે અને બીજી તેના કરતાં પણ વધારે બેઠકો ઉપર શીખોનો દબદબો છે. કેનેડામાં રહેતા 95 ટકા ઉપરાંત શીખ ભારતના સમર્થનમાં છે.

તેઓ આજની તારીખે ભલે વિદેશમાં રહે છે પરંતુ ભારત દેશ માટે મરવા મારવા માટે એકપણ ક્ષણનો વિચાર કર્યા વગર તૈયાર થઇ જાય છે. આ વાતની સાબિતી કેનેડામાં જ્યારે પણ ભારત પાકિસ્તાન વચ્ચેની મેચ રમાઇ છે ત્યારે જે રીતે શીખ યુવાનો ભારતીય ક્રિકેટ ટીમનું સમર્થન કરે છે તેના પરથી થાય છે. જ્યારે કેનેડામાં વસતા 95 ટકા ઉપરાંત શીખ ભારતનું સમર્થન કરે છે ત્યારે કેટલાક ખાલીસ્તાનીઓ માટે કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટુડોને શા માટે ભારત વિરોધી અલગાવવાદીઓ પર આટલો બધો પ્રેમ ઉભરાય છે. જો ખાલીસ્તાનીઓ માટે તેમને એટલી બધી જ લાગણી હોય તો ઓન્ટેરિયો જેવા એક પ્રદેશને જ ખાલિસ્તાન તરીકે જાહેર કરી દેવો જોઇએ.

2021ની વસ્તી ગણતરી મુજબ કેનેડાની કુલ વસ્તી 3 કરોડ 70 લાખ છે. કુલ વસ્તીના 4 ટકા એટલે કે લગભગ 16 લાખ કેનેડિયનો ભારતીય મૂળના છે. તેમજ, લગભગ 7 લાખ 70 હજાર ફક્ત શીખ છે. આમાં નોંધનીય બાબત એ છે કે કેનેડામાં શીખોની વસ્તી છેલ્લા 20 વર્ષમાં બમણી થઈ ગઈ છે. આમાંના મોટાભાગના શીખ પંજાબમાંથી સ્થળાંતરિત થયા છે, જેનો ઉદ્દેશ્ય ઉચ્ચ શિક્ષણ મેળવવાનો અથવા તો નોકરી કરવાનો હતો.કેનેડામાં શીખોની વસ્તી ખુબ ઝડપથી વધી રહી છે. ખ્રિસ્તી, મુસ્લિમ અને હિંદુ બાદ કેનેડાનો ચોથો સૌથી મોટો ધાર્મિક સમુદાય શીખ છે.

આ ઉપરાંત અંગ્રેજી અને ફ્રેંચ બાદ પંજાબી કેનેડામાં ત્રીજી સૌથી લોકપ્રિય ભાષા છે. કેનેડામાં સૌથી વધુ શીખ ઓંટારિયો, બ્રિટીશ કોલમ્બિયા અને આલ્બર્ટામાં રહે છે. કેનેડાના નિર્માણ, પરિવહન અને બેન્કિંગ ક્ષેત્રમાં શીખોનું ખુબ મોટું યોગદાન રહ્યું છે. આ સિવાય લગભગ 4.15 લાખ શીખો પાસે રહેવા માટે ઘરનું ઘર છે. જ્યારે 1980 સુધી માત્ર 35 હજાર શીખો પાસે કેનેડામાં રહેવા માટે કાયમી ઘર હતું. તે જ સમયે, લગભગ 1.19 લાખ શીખો કેનેડામાં કાયમી ઘર વિના રહે છે.

2015માં જ્યારે જસ્ટિન ટ્રુડો પહેલીવાર વડાપ્રધાન બન્યા ત્યારે તેમણે પોતાની કેબિનેટમાં શીખ સમુદાયમાંથી ચાર મંત્રીઓની પસંદગી કરી હતી. જે કેન્દ્રીય સ્તરે શીખ સમુદાયનું અત્યાર સુધીનું સૌથી વધુ પ્રતિનિધિત્વ હતું. રાજકીય નિષ્ણાતો અનુસાર કેનેડામાં શીખ સમુદાયના વર્ચસ્વનું એક મુખ્ય કારણ ગુરુદ્વારા દ્વારા તેમનું મજબૂત નેટવર્કિંગ છે. તેઓ શીખ ફંડના રૂપમાં ગ્રાન્ટ હેઠળ નાણાં એકત્રિત કરે છે. આ ફંડનો મોટો ભાગ ચૂંટણી પ્રચારમાં ખર્ચ કરવામાં આવે છે. હાલમાં કેનેડામાં 388 સાંસદોમાંથી 18 શીખ છે. તેમાંથી 8 બેઠકો પર સંપૂર્ણ રીતે શીખોનું પ્રભુત્વ છે.

આ સિવાય 15 અન્ય સીટો પર શીખોની મહત્વની ભૂમિકા છે. આ જ કારણ છે કે કોઈપણ રાજકીય પક્ષ આ સમુદાયને નારાજ કરવા માંગતો નથી.નિષ્ણાંતોનું માનવાનું છે કે ભારત તરફથી વારંવાર આ મુદ્દો ઉઠાવવા છતાં પણ કોઈ કાર્યવાહી કરવાના બદલે ખાલિસ્તાનીઓને પ્રોત્સાહન આપવું એ તેમની શીખ વોટ પરની નિર્ભરતા છે. 2018માં કેનેડાની એક  ઈન્ટેલિજન્સ રિપોર્ટમાં ખાલિસ્તાનીઓને દેશના ટોચના પાંચ આતંકવાદીઓ તરીકે સૂચિબદ્ધ કર્યા હતા. પરંતુ ટ્રુડો સરકારમાં શીખ સમુદાયના નેતાઓએ એટલી ગંભીર પ્રતિક્રિયા આપી કે સરકારે પાછળથી ખાલિસ્તાની આતંકવાદના તેમના પર લાગેલા આરોપો હટાવી દેવામાં આવ્યા. જેના પરથી કેનેડામાં શીખોના રાજકીય પ્રભાવનો અંદાજ લગાવી શકાય છે. 

જસ્ટીન ટુડોને જાણે ભારતનો વિરોધ અને આતંકવાદીઓની વફાદારી જાણે વારસામાં મળી હોય તેવી જ વાત છે. 1980ના દાયકાનો કિસ્સો છે. ખાલિસ્તાની તલવિંદર સિંહ પરમારનું નામ પંજાબમાં બે પોલીસ અધિકારીઓની હત્યામાં સામે આવ્યું છે, જે કેનેડા ભાગી ચૂક્યો હતો. એ સમયે કેનેડાના વર્તમાન વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના પિતા પિયરે ટ્રુડો હતા. ઈન્દિરા ગાંધીએ પિયરે ટ્રુડોને કહ્યું હતું કે તે તલવિંદરને ભારતને સોંપી દે. ટ્રુડોએ સ્પષ્ટ ઈન્કાર કરી દીઘો. આના પર ઈન્દિરાએ નારાજગી વ્યક્ત કરી હતી. 3 વર્ષ પછી જૂન 1985માં કેનેડાના મોન્ટ્રિયલથી એર ઈન્ડિયાના કનિષ્ક વિમાને ઉડાન ભરી. તેને લંડન થઈને મુંબઇ જવાનું હતું. રસ્તામાં વિમાનમાં વિસ્ફોટ થયો. 270 કેનેડિયન નાગરિકો સહિત કુલ 329 લોકોના મોત થયા. આ હુમલો ખાલિસ્તાનીઓએ કર્યો હતો અને એનો માસ્ટરમાઇન્ડ તલવિંદર સિંહ પરમાર હતો. એ જ તલવિંદર, જેને કેનેડાએ ભારતને સોંપવાની ના પાડી દીધી હતી.

કેનેડામાં શીખ મૂળના મતદારોને રિઝવવા માટે ભારત સાથે છેલ્લા પાટલે બેસી ચૂકેલા વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોનાં વલણને લીધે બન્ને દેશ વચ્ચે રાજદ્વારી સંબંધો સમાપ્ત થવાની અણીએ પહોંચી ગયા છે. ભારતે કેનેડામાં પોતાના ઉચ્ચાયુક્ત અને તમામ રાજદ્વારી અધિકારીઓને પર બોલાવી લીધા છે. સાથોસાથ કેનેડાના ઉચ્ચાયુક્ત અને તમામ અધિકારીઓને પરત જતા રહેવા કહી દીધું છે. કેનેડાના તાજેતરના અમુક નિર્ણયો અને ભારત વિરોધી વલણને લીધે સંબંધો સાવ વણસી ગયા છે. 

અલગતાવાદી શીખ નેતા હરદીપાસિંહ નિજ્જરની હત્યાના કેસના સંદર્ભમાં કેનેડાએ કહ્યંy છે કે, તે ભારતીય ઉચ્ચાયુક્તના રાજદ્વારી અધિકારીઓ પર નજર રાખશે. આ પગલાંથી રાજદ્વારી અધિકારીઓના વૈશ્વિક અધિકારો સમાપ્ત થઇ જશે. આવાં વલણની સામે ભારતે તરત વળતી કાર્યવાહીમાં પોતાના અધિકારીઓની સલામતી જોખમમાં હોવાનું કારણ દર્શાવીને તેમને પરત બોલાવી લીધા છે.

Most Popular

To Top