વૈશ્વિક સપ્લાય ચેઇન પર મોટો ખતરો
મિડલ ઈસ્ટમાં વધતા તણાવ વચ્ચે Strait of Hormuz ફરી એકવાર વૈશ્વિક ચર્ચાનું કેન્દ્ર બની ગયું છે. દુનિયાના લગભગ 20% જેટલા તેલ અને ગેસનો પુરવઠો આ મહત્વપૂર્ણ સમુદ્રી માર્ગ પરથી પસાર થાય છે. જો હોર્મુઝ સંપૂર્ણ રીતે બંધ થઈ જાય, તો માત્ર તેલ જ નહીં પરંતુ વૈશ્વિક અર્થવ્યવસ્થા, ટ્રેડ અને સપ્લાય ચેઇન પર પણ ગંભીર અસર પડી શકે છે. ખાસ કરીને ભારત જેવા દેશો માટે આ મોટી ચિંતા છે, કારણ કે મોટાભાગનું આયાતી ઈંધણ આ માર્ગ પરથી જ આવે છે.
પરંતુ પ્રશ્ન એ છે કે હોર્મુઝ બંધ થાય તો શું વિકલ્પ છે?
વિકલ્પ માર્ગો કયા છે?
- કેપ ઓફ ગૂડ હોપ માર્ગ: આફ્રિકાના દક્ષિણ છેડે થી પસાર થતો આ રસ્તો મુખ્ય વિકલ્પ છે. પરંતુ આ માર્ગ લાંબો છે અને તેમાં 10-14 દિવસ વધુ લાગે છે, જેના કારણે ખર્ચ પણ વધે છે.
- સાઉદી અરેબિયા-યાન્બુ રૂટ : સાઉદી અરેબિયા પોતાની East-West પાઇપલાઇન દ્વારા તેલને યાન્બુ પોર્ટ સુધી પહોંચાડે છે, જ્યાંથી તે રેડ સી દ્વારા વિશ્વમાં મોકલવામાં આવે છે. આ માર્ગ હોર્મુઝને બાયપાસ કરે છે.
- મલ્ટીમોડલ અને લેન્ડ રૂટ્સ : કેટલાક દેશો જમીન અને સમુદ્રના સંયુક્ત માર્ગોનો ઉપયોગ કરી રહ્યા છે, પરંતુ તેની ક્ષમતા મર્યાદિત છે અને મોટા પ્રમાણમાં સપ્લાય શક્ય નથી.
- વિશ્વ પર શું અસર પડશે? જો હોર્મુઝ લાંબા સમય માટે બંધ રહે, તો વૈશ્વિક સ્તરે ઈંધણના ભાવમાં તેજી આવશે, મોંઘવારી વધશે અને સપ્લાય ચેઇન તૂટવાની શક્યતા રહેશે. ફર્ટિલાઇઝર અને ખાદ્ય પુરવઠા પર પણ તેની અસર પડી શકે છે. હોર્મુઝ માત્ર એક સમુદ્રી માર્ગ નથી, પરંતુ વૈશ્વિક અર્થવ્યવસ્થાનું ‘લાઇફલાઇન’ છે. જો તે બંધ થાય, તો વિકલ્પ માર્ગો હોવા છતાં દુનિયાને ભારે કિંમતે તેની અસર સહન કરવી પડશે. આગામી સમયમાં આ માર્ગ પરની સ્થિતિ દુનિયાનું ભવિષ્ય નક્કી કરી શકે છે.