National

જમ્મુ કાશ્મીરમાં શ્રીનગર-બારામુલા હાઈવે પરથી IED મળી આવ્યો, બે આતંકવાદી ઝડપાયા

જમ્મુ: જમ્મુ(Jammu) અને કાશ્મીર(Kashmir)ના બારામુલ્લા(Baramulla)માં આતંકવાદી(Terrorist)ઓના નાપાક કાવતરાને સુરક્ષા દળોએ ફરી એકવાર નિષ્ફળ બનાવ્યો છે. બારામુલા શ્રીનગર હાઈવે(Baramulla Srinagar Highway) પર IED મળી આવ્યો હતો. જેને સુરક્ષા દળોએ નિષ્ક્રિય કરી દીધી હતો અને મોટા આતંકી કાવતરાને ટાળી દીધો હતો.

જમ્મુ અને કાશ્મીર પોલીસના જણાવ્યા અનુસાર, બારામુલ્લા જિલ્લાના પુટખા વિસ્તારમાં બારામુલ્લા-શ્રીનગર હાઈવે પર શંકાસ્પદ આતંકવાદીઓ દ્વારા આઈઈડી પ્લાન્ટ કરવામાં આવ્યો હતો. આઈઈડી એક બોક્સમાં છુપાયેલો હતો જેથી સુરક્ષા દળોને તેના પર ધ્યાન ન પડે, પરંતુ નિયમિત પેટ્રોલિંગ દરમિયાન વિજિલન્ટ રોડ ઓપનિંગ પાર્ટી દ્વારા તેને શોધી કાઢવામાં આવ્યો હતો.

બારામુલ્લામાં આતંકવાદીઓનું કાવતરું નિષ્ફળ થયું
બારામુલ્લા-શ્રીનગર હાઈવે પર આઈઈડી મળ્યા બાદ સુરક્ષા દળોએ તેને તરત જ નિષ્ક્રિય કરી દીધો હતો. સેના અને જમ્મુ અને કાશ્મીર પોલીસે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની મદદથી આઈઈડીને નિષ્ક્રિય કર્યો હતો. શંકાસ્પદ આઈઈડી મળ્યા બાદ સાવચેતીના પગલા તરીકે બારામુલ્લા-શ્રીનગર હાઈવેને કોર્ડન કરી દેવામાં આવ્યો હતો અને બંને બાજુનો ટ્રાફિક બંધ કરી દેવામાં આવ્યો હતો.

ટ્રાફિક રોકી સર્ચ ઓપરેશ હાથ ધરાયું
બારામુલ્લા-શ્રીનગર નેશનલ હાઈવે પર IED મળ્યા બાદ વાહનોની અવરજવર બંધ કરી દેવામાં આવી હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, સાવચેતીના પગલા તરીકે અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ દ્વારા સ્થળ પરની તપાસને કારણે ટ્રાફિકને રોકવામાં આવ્યો છે. સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. જો કે વાહનોની અવરજવર બંધ થવાને કારણે લાંબી કતારો લાગી ગઈ છે.

IEDને નિષ્ક્રિય કરાયો
બારામુલ્લામાં બોમ્બ અલગ કર્યા પછી પ્રમાણભૂત ઓપરેટિંગ પ્રક્રિયાઓ અનુસાર નિયંત્રિત વિસ્ફોટક ચાર્જનો ઉપયોગ કરીને IEDને સ્થળ પર સુરક્ષિત રીતે નિષ્ક્રિય કરવામાં આવ્યો હતો. પોલીસે આ ઘટનાની તપાસ શરૂ કરી છે જેથી કરીને IED ધરાવનાર આતંકીઓને શોધી શકાય. એલઓસી તરફ સેના માટે હાઇવે મુખ્ય સપ્લાય માર્ગ છે કારણ કે તે સરહદોના કુપવાડા અને હંદવાડા બંને વિસ્તારોને જોડે છે.

બારામુલ્લામાંથી ‘લશ્કર-એ-તૈયબા’નાં બે આતંકવાદી ઝડપાયા
ભારતીય સેનાએ બારામુલ્લામાંથી બે સક્રિય આતંકવાદીઓની ધરપકડ કરી છે.ભારતીય સેનાએ જમ્મુ-કાશ્મીર પોલીસ સાથે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં બે સક્રિય આતંકવાદીઓની ધરપકડ કરી છે. તેઓ બારામુલ્લામાં પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ‘લશ્કર-એ-તૈયબા’ સાથે જોડાયેલા છે, પોલીસને જાણ કરવામાં આવી હતી.

બારામુલા એસએસપીએ જણાવ્યું હતું કે, “”તાજેતરના બે લશ્કર-એ-તૈયબાના સભ્યોની ધરપકડ કરવામાં આવી હતી. અમે તેમને સ્થાનિક નેતાઓ, લઘુમતી સમુદાય સામે હુમલા કરતા અટકાવ્યા હતા. અમને તેઓની પાસેથી 2 પિસ્તોલ, 18 જીવંત રાઉન્ડ, 3 મેગેઝિન પિસ્તોલ મળી આવ્યા છે. હેન્ડલર્સ માત્ર ઉત્તર જ નહીં પરંતુ દક્ષિણ કાશ્મીરમાં પણ સક્રિય છે. તેમની પાસેથી 2 ચાઈનીઝ પિસ્તોલ, 18 જીવતા કારતૂસ અને 3 મેગેઝીન દારૂગોળો સહિતની ગુનાહિત સામગ્રી મળી આવી હતી.

Most Popular

To Top