વડોદરાના CMA મિહિર વ્યાસ વાઇસ ચેરમેન તરીકે બિનહરીફ નિમાયા
આવનારા વર્ષમાં પ્રોફેશનલ અને વિદ્યાર્થીલક્ષી કાર્ય કરાશે
વડોદરા, પ્રતિનિધિ
ધી ઇન્સ્ટિટયૂટ ઓફ એકાઉન્ટન્ટ્સ કોસ્ટ ઓફ ઇન્ડિયા (ICMAI) દ્વારા મુંબઈ ખાતે વર્ષ ૨૦૨૪-૨૫ માટે વેસ્ટર્ન ઇન્ડિયા રિજનલ કાઉન્સિલના નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. જેમાં શહેરના CMA મિહિર વ્યાસ વાઇસ ચેરમેન તરીકે બિનહરીફ નિમાયા છે.
જે વિશે માહિતી આપતા CMA મિહિર વ્યાસે જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૩-૨૪ માં ઐતિહાસિક મતે વિજેતા થયા બાદ મને વેસ્ટર્ન ઇન્ડિયા રિજનલ કાઉન્સિલમાં સેક્રેટરી તરીકેની ભૂમિકા આપવામાં આવી હતી. જેને નિભાવતા વર્ષ દરમિયાન સીએમએના વિદ્યાર્થીઓ માટે ખાસ બુલેટીન અને રાઇઝિંગ સ્ટાર એવોર્ડની શરૂઆત કરી હતી. આ સાથે રિજનલ કોન્ફરન્સમાં મૌક પાર્લામેન્ટનું પણ આયોજન કર્યું હતું. જે જોતા વર્ષ ૨૦૨૪-૨૫માં મને વાઇસ ચેરમેનની જવાબદારી આપવામાં આવી છે. ICMAI ના વેસ્ટર્ન ઇન્ડિયા રિજનમાં ગુજરાત, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ગોવા અને દાદરાનગર હવેલી એમ પાંચ રાજ્ય અને એક કેન્દ્રશાસિત પ્રદેશ આવે છે. જેમાં ૧૦ હજારથી પણ વધારે સીએમએ પ્રોફેશનલ અને ૨૫ હજારથી પણ વધારે વિદ્યાર્થીઓ આવે છે. જેઓ માટે આવનારા વર્ષમાં વિશેષ કાર્ય કરવામાં આવશે. મારી સાથે આ વર્ષ દરમિયાન છત્તીસગઢના CMA અરિદમ ગોસ્વામી ચેરમેન તરીકે, સુરતના CMA નેન્ટી શાહ સેક્રેટરી તરીકે અને પુણેના CMA ચૈતન્ય મોહિરીર ખજાનચી તરીકે ફરજ બજાવશે. પ્રત્યેક કમિટીના સભ્યોની બિનહરીફ નિમણૂક કરાઇ છે. જેઓ ઇન્ડસ્ટ્રી, સરકાર અને દેશ સાથે મળીને વિદ્યાર્થીઓને કેવી રીતે એક્સપર્ટ બનાવી શકાય તે માટે વિશેષરૂપે કાર્ય કરશે.
ICMAI ના વેસ્ટર્ન ઇન્ડિયા રિજનલ કાઉન્સિલના હોદ્દેદારોની વરણી
By
Posted on