Sports

ટી20 વર્લ્ડકપ: આજે ભારત-પાક વચ્ચે મહામુકાબલો

મેલબોર્ન : આઈસીસી (ICC) ટી-20 વિશ્વ કપમાં (T-20 World Cup) પોતાના કટ્ટર હરીફ સામે ભારતની સફળતાનો રેકોર્ડ ભૂતકાળની વાત છે. રવિવારે ભારતીય ટીમ ટી-20 વર્લ્ડ કપની સુપર-12ની મેચમાં ઉચ્ચ ગુણવત્તાવાળી પાકિસ્તાની ટીમ (Pakistani Team) સામે બદલો લેવા માટે આતુર રહેશે.જ્યારે વરસાદ મેચ બગાડે તેવી આશંકા છે, ત્યારે અહીં હવામાનની સ્થિતિને સમજતા લોકોના મતે મેચ સંપૂર્ણ રીતે ધોવાય તેની શક્યતા નથી.બંને દેશોના હજારો પ્રશંસકો તેમની ટીમને એક્શનમાં જોવા માટે વિશ્વભરમાંથી આવ્યા છે અને કેપ્ટનો રોહિત શર્મા અને બાબર આઝમ તમને જણાવવા માટે કહે છે કે આ તેમના માટે બીજી સામાન્ય મેચ સમાન જ છે પણ તમામ 22 ખેલાડીઓ અને રિઝર્વ ખેલાડીઓ જાણે છે કે આ ‘તે ખાસ મેચ’ છે.

  • આત્મવિશ્વાસથી ભરેલી ભારતીય ટીમ પાકિસ્તાન સામે આજે બદલો લેવા ઉતરશે
    રોહિત અને બાબર બંને આજની ટી-20 મેચને એક સામાન્ય મેચ ગણાવી રહ્યા છે
  • પણ તેઓ જાણે છે કે આ તે ‘ખાસ મેચ’ છેમેચનો આરંભ બપોરે 1:30થી

હાલના સમયમાં ભારતીય ટીમ થોડીક કાચી લાગે છે
રોહિત, વિરાટ કોહલી અથવા કે એલ રાહુલ ગયા વર્ષે દુબઈમાં મળેલા અપમાનને સહેલાઈથી ભૂલી જાય તેવા નથી પણ તથ્ય એ છે કે હાલના સમયમાં ભારતીય ટીમ થોડીક કાચી લાગે છે.રવિવારે મેન ઈન બ્લુ વિશ્વના સૌથી મોટા મુકાબલમાં ફેવરીટ તરીકે નહીં ઉતરે ત્યારે પાકિસ્તાન પર અપેક્ષાઓ મુજબ પ્રદર્શન કરવાનું દબાણ રહેશે.ભારતીય ટીમ પાસે કેટલાંક સમયથી નક્કર જોડી નથી અહીં સુધી કે છેલ્લા 2 વર્ષથી તેમની પાસે ચોથા નંબર માટે સારો બેટ્સમેન નથી.

સૂર્ય કુમાર યાદવ છે જે ફુલ ફોર્મમાં છે.ભારત પાસે 3 સ્પિનર છે
પાકિસ્તાનના શાહીન શાહ અફરીદી, નસીમ શાહ અને હેરીસ રઉફ શિસ્તબદ્ધ બોલિંગ કરી રહ્યા છે. ભારતના ટોચના 3 બેટ્સમેન પાવરપ્લેમાં શાહીન સામે કેવું રમે છે તે મેચના પરિણામ પર મોટી અસર નાંખશે. જો કે ભારતીય ટીમ પાસે શાહીનનો સામનો કરવા સૂર્ય કુમાર યાદવ છે જે ફુલ ફોર્મમાં છે.ભારત પાસે 3 સ્પિનર છે પણ ભેજવાળા વાતાવરણના કારણે જો પિચ ફાસ્ટ બોલરો માટે અનુકૂળ થશે તો તેમાંથી એક જ બોલર રમશે.

Most Popular

To Top