National

રોહિત શર્માએ વિરાટને પછાડ્યો: ફ્લોપ બેટિંગ કરી રહેલો કેપ્ટન કોહલી ટોપ-5 રેન્કિંગમાંથી બહાર

ટીમ ઇન્ડિયા (Team India)ના કેપ્ટન વિરાટ કોહલી (Virat kohli)ને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) રેન્કિંગમાં ખરાબ ફોર્મનો સામનો કરવો પડી રહ્યો છે. કોહલી બેટ્સમેનોની રેન્કિંગ (ICC ranking)માં પાછળ રહી ગયો છે. તે ટોપ -5 ની બહાર છે.

જોકે ટીમ ઇન્ડિયા માટે સારી વાત એ છે કે ઓપનર રોહિત શર્મા (Rohit sharma) ટેસ્ટ ક્રિકેટ (test cricket)ના ટોચના પાંચ બેટ્સમેનોમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યો છે. રોહિત શર્મા પાંચમા સ્થાને પહોંચી ગયો છે, જ્યારે કોહલી એક સ્થાન નીચે છઠ્ઠા સ્થાને પહોંચી ગયો છે. પાંચ વર્ષમાં પ્રથમ વખત વિરાટ કોહલીને ટોચના પાંચમાંથી બહાર થવું પડ્યું છે. કોહલી ઇંગ્લેન્ડ (England)પ્રવાસ પર રમાયેલી પાંચ ઇનિંગ્સમાં માત્ર એક અડધી સદી ફટકારી શક્યો છે. કોહલીએ 9 પોઈન્ટ ગુમાવ્યા છે. તે હવે 766 પોઈન્ટ સાથે છઠ્ઠા સ્થાને પહોંચી ગયો છે. ઉત્તમ ફોર્મમાં ચાલી રહેલા રોહિત શર્મા 773 પોઈન્ટ સાથે પાંચમા નંબરે છે. બે વર્ષ પહેલા જ્યારે રોહિત શર્માને ટેસ્ટમાં ઓપનિંગની તક આપવામાં આવી ત્યારે તે સમયે તેની ટેસ્ટ રેન્કિંગ 53 મી હતી. પરંતુ બે વર્ષમાં તે વિશ્વના ટોચના પાંચ બેટ્સમેનોમાંથી એક બની ગયો છે. 

ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટ (Joe root) પ્રથમ સ્થાને પહોંચી ગયો છે. તે 6 વર્ષ બાદ રેન્કિંગમાં ટોચ પર પહોંચી ગયો છે. આ વર્ષની શરૂઆતમાં જો રૂટ બેટ્સમેનોની રેન્કિંગમાં નવમા ક્રમે હતો. પરંતુ હવે તેણે કેન વિલિયમસનને પાછળ છોડી દીધો છે. રૂટ 916 પોઈન્ટ સાથે પ્રથમ નંબરે છે. વિલિયમસન 901 પોઇન્ટ સાથે બીજા અને સ્મિથ 891 પોઇન્ટ સાથે ત્રીજા સ્થાને દરમિયાન, ચેતેશ્વર પૂજારાએ લીડ્સ ટેસ્ટની બીજી ઇનિંગ્સમાં 91 રન બનાવ્યા હતા, જે તેને રેન્કિંગ ટેબલમાં 15 મા સ્થાને લઈ ગયા હતા. રીષભ પંત ઇંગ્લેન્ડમાં સતત ખરાબ પ્રદર્શન બાદ આઠમા સ્થાનેથી 12 મા સ્થાને સરકી ગયો છે.

આર અશ્વિન ICC ટેસ્ટ બોલિંગ રેન્કિંગમાં બીજા સ્થાને છે. ભારતના આ ઓફ સ્પિનરે ઇંગ્લેન્ડમાં ચાલી રહેલી શ્રેણીમાં હજુ સુધી એક ટેસ્ટ રમવાની બાકી છે પરંતુ 2 સપ્ટેમ્બરથી ઓવલ ખાતે શરૂ થનારી ચોથી ટેસ્ટ માટે ઇલેવનમાં પરત ફરવાની અપેક્ષા છે. બીજી બાજુ, જસપ્રિત બુમરાહ ટોપ 10 માં પાછો ફર્યો છે. બુમરાહ વર્તમાન ટેસ્ટ શ્રેણીમાં 3 મેચમાં 14 વિકેટ સાથે શાનદાર ફોર્મમાં છે. તેણે સ્ટુઅર્ટ બ્રોડને પાછળ છોડી દીધો છે જે ઈજાને કારણે ટેસ્ટ રમ્યો નથી. ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર પેટ કમિન્સ પહેલા નંબર પર છે.

આ રીતે છે ટોચના 10 બેટ્સમેન

જો રૂટ – 916 પોઈન્ટ
કેન વિલિયમસન – 891 પોઈન્ટ
સ્ટીવ સ્મિથ – 891 પોઈન્ટ
માર્નસ લાબુશેન – 878 પોઈન્ટ
રોહિત શર્મા – 773 પોઈન્ટ
વિરાટ કોહલી – 766 પોઈન્ટ
બાબર આઝમ – 749 પોઈન્ટ
ડેવિડ વોર્નર – 724 પોઈન્ટ
ક્વિન્ટન ડી કોક – 717 પોઈન્ટ
હેનરી નિકલોસ – 714 પોઈન્ટ 

Most Popular

To Top