નવી દિલ્હી: ભારતમા રમાનાર વન-ડે વર્લ્ડકપ 2023નું (One day worlcup) શિડ્યુલ ((Schedule)) આઈસીસીએ (ICC) જાહેર કરી દીધું છે. લાંબા સમયનાં અંતે મંગળવારે વર્લ્ડકપ 2023નો સમગ્ર શિડ્યુલ સામે આવ્યું છે. આઈસીસીએ મંગળવારે મુંબઈમાં એક મીડિયા બ્રીફિંગમાં શિડ્યુલ જાહેરાત કર્યો હતો. આ ઈવેન્ટમાં BCCI સેક્રેટરી જય શાહ અને શ્રીલંકાના દિગ્ગજ સ્પિનર મુથૈયા મુરલીધરન પહોંચ્યા હતા. 5 ઓક્ટોબરથી 19 નવેમ્બરની વચ્ચે વર્લ્ડકપ રમાવા જઈ રહ્યો છે. ક્રિકેટના ઈતિહાસમાં આવું પ્રથમવાર થશે જ્યારે સમગ્ર વર્લ્ડકપ ભારતમાં રમાવા જઈ રહ્યો છે. ત્યારે હવે વર્લ્ડકપ અંગે કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે.
15 ઓક્ટોબરે ભારત પાકિસ્તાન સામસામે ટકરાશે
વર્લ્ડકપની પ્રથમ મેચ 5 ઓક્ટોબરે અમદાવાદમાં ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે. જ્યારે ભારત પોતાની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સામે 8 ઓક્ટોબરે ચેન્નઈમાં રમશે. વર્લ્ડમાં ભારત અને પાકિસ્તાન 15 ઓક્ટોબર રવિવારના રોજ અમદાવાદના નરેન્દ્રમોદી સ્ટેડિયમમાં સામ સામે ટકરાશે. વર્લ્ડકપની ફાઈનલ મેચ પણ અમદાવાદના નરેન્દ્રમોદી સ્ટેડિયમમાં 19 નવેમ્બરનાં રોજ રમાશે.
8 ટીમો સીધી ક્વોલિફાય જ્યારે બાકીની 2 ટીમો 9 જુલાઈએ નક્કી કરાશે
વર્લ્ડકપની મેચમાં ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, ન્યુઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડનો સમાવેશ થાય છે. આ દેશો 2023 ODI વર્લ્ડ કપ માટે સીધા ક્વોલિફાય થયા છે. જ્યારે બાકીની બે ટીમો ક્વોલિફાયર રાઉન્ડમાંથી આવશે. આ ટીમો કઈ હશે તે અંગેનો ખુલાસો 9 જુલાઈએ કરવામાં આવશે.
રાઉન્ડ રોબિન લીગમાં 10 ટીમો કુલ 48 મેચો રમશે
વર્લ્ડ કપ દરમિયાન રાઉન્ડ રોબિન લીગમાં 10 ટીમો કુલ 48 મેચો રમશે. 48 મેચોમાં 2 સેમિફાઈનલ અને ફાઈનલ મેચનો પણ સમાવેશ થાય છે. સેમી ફાઈનલની મેચ 15 નવેમ્બરે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં જ્યારે બીજી સેમિફાઈનલ મેચ 16 નવેમ્બરે કોલકાતાના ઈડન ગાર્ડનમાં રમાશે. જો ભારત સેમીફાઈનલ માટે ક્વોલિફાઈ થાય છે તો તે સેમીફાઈનલની મેચ મુંબઈમાં રમશે. વર્લ્ડકપની ફાઈનલની મેચ 19 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.
આ શહેરમાં મેચ રમાશે
8 ઓક્ટોબરે ચેન્નઈમાં
11 ઓક્ટોબર દિલ્હીમાં
15 ઓક્ટોબર અમદાવાદમાં
19 ઓક્ટોબર પૂનેમાં
22 ઓક્ટોબર ધર્મશાળા
29 ઓક્ટોબર લખનઉ
2 નવેમ્બર ક્વોલિફાયર મેચ, મુંબઈમાં
5 નવેમ્બર કોલકત્તા
11 નવેમ્બર ક્વોલિફાયર મેચ 1, બેંગ્લોરમાં
આ સમયે મેચ રમાશે
વર્લ્ડ કપ 2023માં કેટલીક મેચો ડેમાં રમાશે અને બાકીની મેચો ડે નાઈટની હશે. ICC દ્વારા જ્યારે શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું ત્યારે સમય જણાવવામાં આવ્યો ન હતો પરંતુ હવે માહિતી સામે આવી રહી છે કે ડે મેચો સવારે 10.30 વાગ્યે શરૂ થશે જ્યારે ડે નાઈટ મેચો બપોરે 2 વાગ્યે શરૂ થશે. જે રાત્રે લગભગ દસ વાગ્યા સુધી જમાશે. દિવસમાં એટલે કે ડેમાં માત્ર છ મેચો રમાશે, જ્યારે ડે નાઈટમાં 42 મેચો રમાશે.
વર્લ્ડ કપ શરૂ થવામાં 100 દિવસ બાકી
આઈસીસીએ 27 જૂનથી ગણતરીએ કરીએ તો આજથી વર્લ્ડ કપ શરૂ થવામાં 100 દિવસ બાકી છે. એટલે કે વર્લ્ડકપનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. સમગ્ર વિશ્વકપ માત્ર ભારતમાં જ રમાશે. આ પહેલા પણ ભારતને ODI વર્લ્ડ કપની યજમાની મળી ચૂકી છે પરંતુ તે પછી પાકિસ્તાન, શ્રીલંકા અને બાંગ્લાદેશ જેવા અન્ય દેશો પણ સહ-યજમાન હતા પરંતુ આ વખતે સમગ્ર ટૂર્નામેન્ટ ભારતમાં યોજાશે.