Sports

વિનેશ ફોગાટે રેસલિંગથી લીધો સન્યાસ, કહ્યું- ‘માં, કુશ્તી જીતી અને હું હારી…’

નવી દિલ્હી: એક દિવસ પહેલા એટલે કે તારિખ 7 ઓગષ્ટ સુધી દેશમાં ખુશીનો માહોલ હતો. તેમજ આખા ભારત દેશને કુશ્તીબાજ વિનેશ ફોગાટ (Vinesh Phogat) પાસેથી ગોલ્ડ મેડલની આશા હતી, પરંતુ ગઇકાલે 7 ઓગસ્ટના રોજ અચાનક આ ખુશી દુ:ખમાં ફેરવાઈ ગઈ્ કારણ કે માત્ર 100 ગ્રામ વધુ વજનને કારણે પેરિસ ઓલિમ્પિકમાં (Paris Olympics) કુશ્તીમાટે ગોલ્ડમેડલની પાક્કી ઉમેદ્વાર ભારતની વિનેશ ડિસ્કોલીફાય (Disqualify) થઇ હતી.

ગઇકાલે મંગળવારે તારિખ 7 ઓગષ્ટના રોજ બપોરે ભારતીય કુસ્તી સંઘે પણ પુષ્ટિ કરી હતી અને સ્પષ્ટ કર્યું હતું કે વિનેશને વધુ વજનના કારણે ટૂર્નામેન્ટમાંથી અયોગ્ય જાહેર કરવામાં આવી છે. ત્યારે વિનેશ પણ આ દુ:ખને સંભાળી ન શકી અને તેણીને ખેલ ગામના પોલીક્લીનિકમાં દાખલ કરવામાં આવી હતી. અસલમાં ડીહાઈડ્રેશનને કારણે વિનેશ બેભાન થઈ ગઈ હતી. હાલમાં વિનેશ ઠીક છે, પરંતુ તેણીનું મનોબળ સંપૂર્ણપણે ભાંગી પડ્યું છે. જેથી વિનેશે કુશ્તીમાંથી સંન્યાસ લેવાનો નિર્ણય લીધો હતો.

દરેક વ્યક્તિ મુશ્કેલ સમયમાં તેમની માતાને યાદ કરે છે. કદાચ આ જ કારણ છે કે દેશની લડાકુ દીકરીએ પોતાની માતાને યાદ કરીને કુશ્તીમાંથી સંન્યાસની જાહેરાત કરી છે. અસલમાં ડિસક્વોલીફિકેશનના બિજા દિવસે એટલેકે આજે 8 ઓગષ્ટના રોજ વહેલી સવારે વિનેશે X (અગાઉ ટ્વિટર) પર પોસ્ટ કરીને પોતાની નિવૃત્તિની જાહેરાત કરી હતી. પોસ્ટમાં વિનેશે લખ્યું હતું કે, “માં, કુશ્તી જીતી ગઇ છે, હું હારી ગઇ છું. મને માફ કરજો. તમારું સપનું, મારી હિંમત બધું તૂટી ગયું છે. મારી પાસે હવે આનાથી વધુ તાકાત નથી. ગુડબાય રેસલિંગ 2001-2024. તમારી ક્ષમા માટે હું હંમેશા આપ સૌની ઋણી રહીશ.’

વિનેશ ફોગાટની કુશ્તી કારકિર્દી
ભારતના શ્રેષ્ઠ કુશ્તીબાજોમાંથી એક ગણાતી વિનેશ ફોગાટનો જન્મ 1994માં થયો હતો. વિનેશના કાકા મહાવીર સિંહ ફોગાટએ વિનેશ અને તેની પિતરાઇ બહેન બબીતા ​​ફોગાટને ખૂબ જ નાની વયે કુશ્તીનો પરિચય કરાવ્યો હતો. વિનેશ તેની પિતરાઈ બહેનો ગીતા અને બબીતાના પગલે ચાલી અને કુશ્તીમાં પોતાની સફળ કારકિર્દી બનાવી હતી. વિનેશ માત્ર 9 વર્ષની હતી જ્યારેે તેણીના પિતાનું અવસાન થયું હતું.

વિનેશ ફોગાટે 2014 કોમનવેલ્થ ગેમ્સમાં પોતાનો પ્રથમ મોટો આંતરરાષ્ટ્રીય ખિતાબ જીત્યો હતો. અહીં તેણીએ ગોલ્ડ મેડલ જીતીને પોતાની કારકિર્દીની શાનદાર શરૂઆત કરી હતી. ત્યાર બાદ તેણીએ 2016માં રિયો ઓલિમ્પિકની ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી હતી, પરંતુ આ દરમિયાન વિનેશ મેડલ જીતવામાં નિષ્ફળ રહી હતી. 2018માં તેણીએ કોમનવેલ્થ ગેમ્સ અને એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીત્યો હતો. 2021 એશિયન ચેમ્પિયનશીપમાં તેણીનો પ્રથમ સુવર્ણ ચંદ્રક જીત્યા બાદ વિનેશ ટોક્યો ઓલિમ્પિકનો ભાગ રહી હતી. ત્યારબાદ તેણીએ કોમનવેલ્થ ગેમ્સ 2022માં સતત ત્રીજી વખત ગોલ્ડ મેડલ જીત્યો હતો.

Most Popular

To Top