National

‘હું નિરાશ અને ભયભિત છું..’- બંગાળની ઘટના પર રાષ્ટ્રપતિનું દુ:ખ છલકાયુ

નવી દિલ્હી: પશ્ચિમ બંગાળના (West Bengal) કોલકાતાની આર જી કર હોસ્પિટલમાં ટ્રેઇની મહિલા ડોક્ટર સાથે થયેલા રેપ-મર્ડર કેસમાં (Rape-murder case) આખા દેશમાં વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા છે. ત્યારે આ મામલેે હવે ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ (President Murmu) પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું હતુ કે તેઓ આ ઘટનાથી નિરાશ અને ભયભીત છે.

અસલમાં આર જી કર હોસ્પિટલમાં બનેલી ઘટના અંગે આજે 28 ઓગષ્ટના રોજ રાષ્ટ્રપતિ મુર્મુએ પહેલી વાર પ્રતિક્રિયા આપી હતી. રાષ્ટ્રપતિએ પોતાની ટીપ્પણીમાં કહ્યું હતુ કે ‘બસ અબ બહોત હો ગયા, અબ કુચ કરના હોગા.’ આટલું જ નહીં પણ મહિલાઓ સાથે બનતા ગુનાઓથી દુઃખી રાષ્ટ્રપતિ મુર્મુએ ન્યૂઝ એજન્સી પીટીઆઈ સાથે વાત કરતા કહ્યું હતું કે કોલકાતામાં એક તરફ વિદ્યાર્થીઓ, ડોક્ટરો અને નાગરિકો વિરોધ કરી રહ્યા હતા, તો બીજી તરફ ગુનેગારો રખડતા હતા. બસ હવે બહુ થયું, હવે કંઇ કરવું પડશે.

સમાજને આત્મનિરીક્ષણની જરુર છે – રાષ્ટ્રપતિ મુર્મુ
મહિલાઓ વિરુદ્ધ આચરવામાં આવતા ગુનાઓ અંગેના પ્રશ્નનો જવાબ આપતા રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું હતું કે સમાજને ‘પ્રામાણિક અને નિષ્પક્ષ આત્મનિરીક્ષણ’ની જરૂર છે અને સમાજએ પોતાને પણ કેટલાક અઘરા પ્રશ્નો પૂછવાની જરૂર છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે કોઈ પણ સંસ્કારી સમાજ દીકરીઓ અને બહેનો પર આવા અત્યાચારને મંજૂરી આપી શકે નહીં.

આ સાથે જ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ હોસ્પિટલમાં મહિલા ડૉક્ટર સાથે થયેલા દુષ્કર્મ અને હત્યાના મામલામાં થઈ રહેલા વિરોધ પ્રદર્શન ઉપર પણ ટિપ્પણી કરી હતી. રાષ્ટ્રપતિએ કહ્યું હતુ કે કોલકાતામાં વિદ્યાર્થીઓ, ડોકટરો અને નાગરિકો વિરોધ કરી રહ્યા છે, ત્યારે પણ ગુનેગારો ઘણી જગ્યાએ માસુમ દિકરીઓને શિકાર બનાવવાની શોધમાં ઘાત લગાવીને છુપાઈ રહ્યા છે.

રાષ્ટ્રપતિએ મુર્મુએ સમાજની દુ:ખદ માનસિકતા વિશે વાત કરતા જણાવ્યું હતું કે સમાજની માનસિક્તા મહિલાઓને અમાનવીય, ઓછી શક્તિશાળી, અસક્ષમ અને મંદબુદ્ધિ તરીકે જુએ છે. નિર્ભયા કેસના 12 વર્ષ બાદ પણ અસંખ્ય બળાત્કારો સમાજ ભૂલી ગયો છે. આ ભુલવાની બીમારી ઘણી ઘૃણાસ્પદ છે. જે સમાજ ઇતિહાસનો સામનો કરવામાં ડરતો હોય છે તેઓ સામૂહિક રીતે ઘટનાઓને ભુલવાનો પ્રયાસ કરે છે. હવે ભારતે ઈતિહાસનો સામનો કરવાનો સમય આવી ગયો છે. આપણે આ વિકૃતિનો સામનો કરવો જ પડશે કે જેથી આવા અપરાધોને શરૂઆતમાં જ રોકી શકાય.

Most Popular

To Top