National

ફ્લાઈટ ચૂકી જતા પેસેન્જરે આ રીતે ઈમરજન્સી લેન્ડીંગ કરાવ્યું

નવી દિલ્હી : હૈદરાબાદથી (Hyderabad) ચન્નેઈ (Chennai) ઉડાન ભરી રહેલ એક ફ્લાઇટમાં (Flight) સોમવારે બૉમ્બ મુકાયો હોવાની સૂચના મળી હતી. સૂચના મળતાની સાથે જ ફ્લાઇટને તુરંત લેન્ડ કરાવી દેવામાં આવી હતી. બોમ્બ ડિસ્પોઝલ કરનારની ટીમ આંખે-આખી ફ્લાઇટમાં બોમ્બ શોધવામાં ખુંદી વળી હતી પરંતુ કોઈ બોમ્બ (Bomb) મળી આવ્યો ન હતો આ માત્ર એક અફવા જનક ફોન કોલ મળ્યો હોવાનું હૈદરાબાદ હવાઈ મથકના અધિકારીઓએ કહ્યું હતું. જોકે ત્યારબાદ ફોન કરનાર વ્યકિતની હૈદરાબાદથી ધરપકડ કરી લેવાઈ હોવાનું પણ અધિકારીક સૂત્રોએ જણાવ્યું હતું.

  • હૈદરાબાદથી ચન્નેઈ ઉડાન ભરી રહેલ એક ફ્લાઇટ બોમ્બ મુકાયો હોવાની ફેલાઈ અફવા
  • ફ્લાઇટમાં બૉમ્બ મુકાયોની જાણ યાત્રીઓનો પણ થતા તેમના જીવ તાળવે ચોંટ્યા હતા
  • ઇટને તુરંત લખનવના ચૌધરી ચરણ સિંહ એરપોર્ટ પર ઇમર્જન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું

આ ઘટનાને લઇને હૈદરાબાદ પોલીસ પણ સતર્ક થઇ ગઈ હતી. ત્યારબાદ આ ફ્લાઇટને તુરંત જ લખનવના ચૌધરી ચરણ સિંહ એરપોર્ટ ઉપર ઇમર્જન્સીમાં લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. ત્યાં લખનવ બૉમ્બ ડિસ્પોઝેબલ સ્કોડ દ્વાર ખુબ બારીકાઇથી હવાઈ જહાજનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ફ્લાઇટમાં બોમ્બ મુકાયો હોવાની જાણકારી મુસાફરોને થતા તેમના જીવ પણ અધ્ધર થઇ ગયા હતા. જોક કોઈ બોમ્બ ન મળવાથી મુસાફરોએ રાહતનો શ્વાસ ભર્યો હતો. અને ત્યારબાદ ફ્લાઇટને એરપોર્ટ ઉપરથી તેના ગંતવ્ય સ્થાન માટે રવાના કરી દેવાઈ હતી.પોલીસે પૂછપરછ કરતા તેની માનસિકતા પણ ખુલ્લી થઇ જવા પામી હતી.

દહેશત ફેલાવનાર વ્યકિતએ પોલીસ ને કંઈક આવું કહ્યું હતું
હૈદરાબાદ એરપોર્ટ ઓથોરિટી એ ફ્લાઇટમાં બોમ્બ મુકાયો હોવાની સૂચનાને લઇને ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. અને કયું હતું કે શા માટે આવી અફવા ફેલાવનારો ફોનકોલ કરવામાં આવ્યો હતો. અને હૈદરાબાદથી કોલ કરનાર વ્યક્તિ કોણ હતો.જોકે પોલીસે તે વ્યકિતની ધરપકડ કર્યા બાદ તેની પૂછપરછ કરતા તેને પોલીસ અને એરપોર્ટ ઓથોરિટિ પણ દંગ રહી ગયા હતા..

ફ્લાઇટ ચુકી જતા તેણે બધાને દોડાવ્યા હોવાનું પોલીસ સૂત્રોએ કહ્યું
પોલીસ સૂત્રો અને એરપોર્ટ ઓથોરિટીએ જણાવ્યું હતું કે જેણે ફ્લાઇટમાં બૉમ્બ મુક્યો છે તે વ્યક્તિએ જ ફોન કોલ કર્યો જતો.જેની પૂછતાછ દરમ્યાન તેને કબુલ્યું હતું કે તે ફ્લાઇટ ચૂકી ગયો હતો જેથી તેણે આવો કોલ કર્યો હતો.જેથી કોલ કરનારે બોમ્બ હોવાની માહિતી ફેલાવી હતી. પોલીસે આરોપીની હૈદરાબાદથી ધરપકડ કરી તેની પૂછતાછ કરતા તેણે આવું કૃત્ય કર્યું હોવાની માનસિકતા ખુલ્લી પડી ગઈ હતી.

દિલ્હીથી દેવધર જતી ફ્લાઈમાં પણ બોમ્બ મુકાયો હોવાની ફેલાઈ અફવા
આવી જ રીતે સોમવારે દિલ્હીથી દેવધર જઈ રહેલી ઈન્ડિગો એરલાઇન્સમાં પણ બોમ્બ મુકાયાની અફવાથી હડકંપ મચી જવા પામી હતી. આ સૂચના મળવાને કારણે ફ્લાઇટને લખનવ ડાઇવર્ટ કરવામાં આવી હતી. ફ્લાઇટમાં શોધખોળ કર્યા બાદ તેમાંથી કઈજ આપત્તિ જનક વસ્તુ ન મળી હતી અને ત્યારબાદ ફ્લાઇટને દેવધર માટે રાવના કરી દેવાઈ હતી.આ ઘટનામાં વધુ તપાસ શરૂ થઇ હોવાની જાણકારી સૂત્રો પાસેથી પ્રાપ્ત થઇ છે.

Most Popular

To Top