અમદાવાદ,
અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર બેંગકોક થી મલેશિયાનું સૌથી મોટું શહેર અને પાટનગર કુઆલાલમ્પુર થઈને અમદાવાદ મલેશિયા એરલાઇન્સમાં આવેલા ચાર પ્રવાસીઓ પાસેથી કસ્ટમ્સના ઈન્ટેલીજન્સ અધિકારીઓની ટીમે 12.50 કિલો હાઇબ્રીડ ગાંજો જપ્ત કરી લીધો છે. ખાસ કરીને આ હાઈબ્રીડ ગાંજાની કિંમત રૂા.12 કરોડ 50 લાખ થવા જાય છે.
કસ્ટમ્સના અધિકારીઓની ટીમે વડોદરાના એક પ્રવાસી અને પંજાબના જલંધરના ત્રણ પ્રવાસી મળીને કુલ ચાર ડ્રગ્સ પેડલરની ધરપકડ કરી છે. કસ્ટમ્સના સત્તાવાર સૂત્રોએ કહયું હતું કે મલેશિયા એરલાઇન્સ માં બેન્કોક થી અમદાવાદ આવેલા પેસેન્જર સંદીપ રોની મનપ્રીત અને અજય પાંડે અમદાવાદના એરપોર્ટ ઉપર આવ્યા હતા અને અજય પાંડે બેગેજ લીધા વગર આવ્યો હતો અને તેણે પોતાની બેગ અન્ય પેસેન્જરને આપી હતી કસ્ટમના અધિકારીઓને ગુપ્ત બાતમી મળી હતી કે જ્યારે પેસેન્જર તેમની બેગમાં ગાંજો છુપાવીને લાવી રહ્યા છે જેના આધારે કસ્ટમરના અધિકારીઓએ બેગની તપાસ કરતા કશું વાંધાજનક મળી આવ્યું ન હતું પરંતુ બેગની નીચેના ભાગમાં ગાંજાના પેકેટો છુપાવ્યા હતા કસ્ટમના અધિકારીઓએ બેગનો તમામ સામાન બહાર કાઢીને કાપડને ખોલી નાખીને બેગની નીચેના ભાગમાં છુપાવેલા ગાંજા ના પેકેટો શોધી કાઢ્યા હતા.
૧૨ કિલો ૫૦ ગ્રામ હાઇબ્રીડ ગાંજાની કિંમત 12 કરોડ 50 લાખ થવા જાય છે કસ્ટમ વિભાગ એ ડિસેમ્બર 2025 સુધીમાં અમદાવાદ એરપોર્ટ ઉપરથી અંદાજે 200 કરોડનો હાઇબ્રેટ ગાંજો અને નશીલા દ્રવ્યો પકડીને તપાસ ચાલુ રાખી છે અને ફરી એકવાર બેંગકોક થી અમદાવાદ આવેલા ચાર પેસેન્જરની ગાંજાની હેરાફેરીમાં ધરપકડ કરી છે આ ગાંજો અમદાવાદમાં કોને આપવાનો હતો તેની પૂછપરછ હાલ ચાલી રહી છે કસ્ટમના સૂત્રોએ જણાવ્યું હતું કે બેંગકોક થી અમદાવાદ આવી રહેલા કેટલાક પ્રવાસીઓ કમિશન લઈને ગાંજાની હેરાફેરી કરી રહ્યા છે અને પ્રવાસીની ટ્રાવેલ હિસ્ટ્રી પરથી કસ્ટમના અધિકારીઓ પ્રવાસીની પૂછપરછ પણ કરી રહ્યા છે, આ પ્રવાસીઓએ પોતાની બેગમાં ચોરખાનુ બનાવ્યું હતું.