સુરત: લીંબાયતના (Limbayat) મીઠીખાડી વિસ્તારમાં રહેતી પરિણીતાને તેના જ પતિએ મારી નાંખવાનો (Murder) પ્રયાસ કરતા પરિવારમાં ચકચારી મચી ગઇ હતી. પરિણીતાએ ચાર વર્ષ પહેલા જ લગ્ન (Marriage) કર્યા હતાં. તેમજ ઘરમાં નાની સુની વાતો ઉપર પણ માર ઝુડ (Fighting) થતી હોવાથી ઘણા સમયથી પરેશાન રહેતી હતી. દરમીયાન તેણીને તાવ આવતા તેણી પિયરમાં આરામ (Rest) કરવા જતી રહી હતી. જ્યાં પરિણીતાના નારાઝ પતિએ તેણી ઉપર ચપ્પુથી ઘાતક હુમલો (Attack) કર્યો હતો. તેમજ તેણીને મારી નાંખવાનો પ્રયાસ કર્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ ઘટના આજે બુધવારે પાંચ વાગ્યાની આસ પાસ લીંબાયત મીઠીખાડી વિસ્તારમાં બની હતી. પીડિત પરિણીતા સમાનો પતિ માંસાહારની દુકાન ચલાવતો હતો. તેમજ ઘર ખર્ચના પૈસા પણ ન આપતા પરિણીતા પિયરમાંથી નાણાં મંગાવતી હતી. દરમિયાન સમાની તબિયત બગડતા તે પિયર જતી રહી હતી. બસ નારાઝ પતિએ પત્નિના ઘરમાં ઘુસી પત્નીને લોહી લુહાણ કરી હતી. તબિયત બગડતા પિયર જતી રહેલી પત્નીને ઘરમાં ઘુસી પતિએ પેટ અને થાપાના ભાગમાં તેમજ હાથમાં ચપ્પુ ઘુસાડી દીધુ હતું. તેમજ ઘટનાને અંજામ આપી આરોપી પતિ ભાગી ગયો હતો. સમગ્ર મામલે સિવિલ હોસ્પિટલમાં લવાયેલી મહિલાના પરિવારે કહ્યું હતું કે પતિએ દારૂના નશામાં હુમલો કરી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો.
પરિવારે જણાવ્યું હતું કે 20 વર્ષની પીડિતા પરિણીતા સમા પરવીન શેખના લગ્ન 4 વર્ષ પહેલાજ સફીક નામના વ્યક્તિ સાથે કરવામાં આવ્યા હતાં. આ લગ્નથી યુગલને એક 3 વર્ષનો પુત્ર પણ છે. શેખ સફિક માંસાહારીની દુકાન ચલાવે છે. તેમજ તે પરિવાર સામાન્ય ઝઘડામાં પણ સમા સાથે મારઝૂડ કરતો હતો. થોડા સમય પહેલાં જ સમાને તાવ આવ્યા બાદ તેણી પિયર આવી જતા સફિકને મનદુઃખ થયું હોય એમ કહી શકાય છે.
વધુમાં પરીવારે જણાવ્યું હતું કે ઘટના આજે સાંજે 5 વાગ્યાની હતી. સમા પિયરમાં આરામ કરી રહી હતી. અચાનક સફિક ઘરમાં ઘુસી ગયો અને ચપ્પુથી હુમલો કરી પેટ અને થાપા વચ્ચે ચપ્પુ ઘુસાડી દીધુ હતું. સમાએ પોતાનો બચાવ કરતા સફિકે બીજો હુમલો કરી સમાના હાથમાં ઘા માર્યો હતો. હુમલા બાદ સફિક ભાગી ગયો હતો. ત્યારબાદ ઇજાગ્રસ્ત સમાને તાત્કાલિક સારવાર માટે સિવિલ લઈ આવ્યા હતા. તેમજ હાલ પોલીસ તપાસ ચાલી રહી છે.