Editorial

અમેરિકાનું હેલન વાવાઝોડું ધાર્યા કરતાં વધુ વિનાશક પુરવાર થયું છે

અમેરિકા પર હાલ હેલન નામનું એક પ્રચંડ  વાવાઝોડું ત્રાટક્યું. આ વાવાઝોડાએ ખાસ કરીને દક્ષિણ પૂર્વ અમેરિકાના રાજયોમાં ભારે તબાહી મચાવી છે. આ વાવાઝોડામાં એકસોથી વધુ વ્યક્તિઓનાં મોત નિપજ્યા છે અને અમેરિકા જેવા મહાસત્તા ગણાતા શક્તિશાળી દેશ માટે તો આ આંકડો ઘણો મોટો કહેવાય. આ વાવાઝોડું એક પ્રચંડ વાવાઝોડા તરીકે ત્રાટકશે એવી આગાહી હતી પણ તે આટલું બધું નુકસાન કરશે અને આટલી બધી જાનહાનિ કરશે તેવો કદાચ કોઇને અંદાજ ન હતો.

આ વાવાઝોડાએ ફ્લોરિડા, જ્યોર્જિયા, નોર્થ કેરોલીના, સાઉથ કેરોલીના વગેરે રાજ્યોમાં ભારે નુકસાન અને જાનહાનિઓ કરી છે. માલ મિલકતને તો વ્યાપક નુકસાન થયું છે. અનેક ઘરો, બાંધકામોને નુકસાન થયું છે, સંખ્યાબંધ વૃક્ષો ઉખડી ગયા છે. ઘણા બધા વિસ્તારોમાં વિજળી પુરવઠો ખોરવાઇ ગયો છે. વાવાઝોડું ત્રાટક્યું તેના દિવસો પછી પણ સિત્તેર લાખ જેટલા લોકો વિજળી વિહોણા હતા તે આ વાવાઝોડાની તીવ્રતા સૂચવે છે.

અમેરિકાના ખાસ કરીને દક્ષિણ પૂર્વ ભાગોમાં હેલન વાવાઝોડાએ ભારે તબાહી મચાવી છે અને મૃત્યુઆંક હજી પણ વધે તેવો ભય છે ત્યારે આ વાવાઝોડાથી સર્જાયેલી કેટલીક અંગત કરૂણાંતિકાઓની વ્યથિત કરનારી વાતો પણ બહાર આવી રહી છે. નોર્થ કેરોલીનાના એશવિલેમાં એક વયોવૃદ્ધ દંપતિ તેમના સાત વર્ષના દોહિત્ર સાથે ડૂબી ગયું હોવાની માહિતી બહાર આવી છે.

સિત્તેરની આસપાસની વયના શ્રી અને શ્રીમતી ડાયર અને તેમની પુત્રી મેગન અને દોહિત મિકાહ તેમનું ઘર પૂરના પાણીથી ઘેરાવા માંડતા ઘરના છાપરા પર ચડી ગયા હતા. તેઓ કેટલોક સમય છાપરા પર જ રહ્યા હતા પણ પૂરના ધસમસતા પાણીના પ્રવાહ સામે આ છાપરું ટકી શક્યું નહીં અને પાણીમાં ખેંચાઇ ગયું તે સાથે જ વયોવૃદ્ધ નાના-નાની અને તેમનો દોહિત્ર મિકાહ પાણીમાં ડૂબી ગયા. મિકાહની માતા મેગનના માર્ગમાં કંઇક અવરોધ આવી ગયો અને તેના આધારે તે બચી ગઇ. નોર્થ કેરોલીનાના જ એલ્ક પાર્કમાં એક મિડલ સ્કૂલ શિક્ષિકા તેના ફોલ્ડીંગ હોલીડે હોમ સાથે પાણીમાં તણાઇ ગઇ હતી. તે આ ઘરમાં તેની કંઇક વસ્તુઓ લેવા ગઇ હતી અને તે જ વખતે પૂરનું પાણી ધસી આવ્યું હતું.

કિમ એશ્બે નામની આ શિક્ષિકા જો કે ઇજાગ્રસ્ત હાલતમાં અન્ય સ્થળેથી પાણી ઓસર્યા બાદ મળી આવી હતી. તેની સારવાર ચાલુ છે. આવી તો અનેક વાતો બહાર આવી રહી છે. દેશની ક્ષમતાના આધારે કદાચ કુદરતી આફતોની તીવ્રતામાં વધઘટ થતી હશે પણ અંગત દુ:ખો તો ધનવાન અને ગરીબ બધા દેશોના લોકોના લગભગ સરખા જ હોય છે. આ વાવાઝોડું ફ્લોરિડામાં ભારે તીવ્રતા સાથે ફૂંકાવાનું શરૂ થયું અને ત્યારબાદ અમેરિકાની અંદરના ભાગોમાં આગળ વધવા માંડ્યું. આગળ જતા તેની તીવ્રતા ઓછી થઇ જશે તેવો અંદાજ હતો પણ તેણે શરૂઆતમાં તો ઘણા મોટા વિસ્તારમાં હાહાકાર મચાવી દીધો. આમ પણ આ વાવાઝોડાનું કદ ઘણુ મોટું હતું અને તે ઘણા મોટા વિસ્તારને આવરી લે તેવું વાવાઝોડું હતું.

સાઉથ કેરોલિના, જ્યોર્જિયા, ફ્લોરિડા, નોર્થ કેરોલિના, વર્જિનિયા અને ટેનેસીમાં નોંધાયેલા મૃત્યુ સાથે હેલેનનો મૃત્યુઆંક 130 વટાવી ગયો છે.  ઉત્તર કેરોલિનામાં ઓછામાં ઓછા 56 લોકો મૃત્યુ પામ્યા છે, કાઉન્ટી અને રાજ્યના અધિકારીઓ અનુસાર અને દક્ષિણ કેરોલિનામાં બે અગ્નિશામકો સહિત 30 લોકોના મોત નોંધાયા છે, અધિકારીઓએ જણાવ્યું હતું.  ગવર્નમેન્ટ બ્રાયન કેમ્પના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, જ્યોર્જિયામાં ઓછામાં ઓછા 25 લોકો મૃત્યુ પામ્યા છે અને અલામોમાં ટોર્નેડોથી બેના મોત થયા છે.  ફ્લોરિડામાં, પિનેલાસ કાઉન્ટીમાં ડૂબી ગયેલા કેટલાક લોકો સહિત ઓછામાં ઓછા 11 લોકોના મોત થયા છે. 

ટેનેસીમાં ચાર મૃત્યુ નોંધાયા છે અને વર્જિનિયામાં બે લોકો મૃત્યુ પામ્યા છે, અધિકારીઓએ રવિવારે જણાવ્યું હતું. નોર્થ કેરોલિનામાં, બનકોમ્બે કાઉન્ટી મેનેજર એવરિલ પિંડરે જણાવ્યું હતું કે અધિકારીઓને લગભગ 600 ગુમ વ્યક્તિઓના અહેવાલો ઑનલાઇન  પ્રાપ્ત થયા છે. અનેક વિસ્તારોમાં  પુરવઠો એરલિફ્ટ કરીને પહોચાડવામાં આવી રહ્યો છે. કેટલાક સમુદાયોમાં મોટાભાગના ઘરો અને વ્યવસાયો નાશ પામ્યા છે અને કેટલાક ધોવાઇ ગયા છે.  બ્રિજ, રોડવેઝ અને અન્ય ખર્ચાળ અને જટિલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ભારે નુકસાન થયું છે અથવા નાશ પામ્યો છે. 

ઘટનાસ્થળના ચિત્રો અને વિડિયો, તે અહેવાલો  સંદેશાવ્યવહાર માળખાગત નુકસાનને કારણે મર્યાદિત છે  યુનાઇટેડ સ્ટેટ્સના ઇતિહાસમાં સૌથી ભયંકર પૂર આપત્તિઓ પૈકીની એક સૂચવે છે, જે વાવાઝોડા સાથે સંકળાયેલા પૂર જેવા અન્ય વિનાશક પૂરોના નુકસાનમાં દુ:ખદ સમાનતા ધરાવે છે.  કેટરિના, હરિકેન હાર્વે અને જોહ્નસ્ટાઉન, પેન્સિલવેનિયા, 1889 અને 1977નું પૂર આ બધા જ ભારે નુકસાન કરી ગયા હતા. પાછલી સદીમાં મેક્સિકોના અખાતમાં ત્રાટકેલા સૌથી પ્રચંડ વાવાઝોડાઓમાંના એક, હેલેનથી વિનાશ દૂરગામી અસર કરનારો છે. હજી તેની વધુ દુઃખદ વિગતો બહાર આવી શકે છે. આશા રાખીએ કે આવું નહીં થાય.

Most Popular

To Top