કામરેજ: કામરેજ પોલીસે બાતમીના આધારે પોલીસ મથકની સામે 100 મીટર દુર આવેલી સોસાયટીમાં ગંજીપાના પર હારજીતનો જુગાર રમતી નવ મહિલાને પકડી પાડી દાવ પરના રોકડા 1500 મળી કુલ્લે 43550નો મુદામાલ ઝડપી પાડયો હતો.
કામરેજ ગામની હદમાં આવેલી ખોડલધામ સોસાયટીમાં મકાન નંબર 109માં રહેતા મધુબેન નિતીનભાઈ પરમાર પોતાના ઘરમાં મહિલાઓને બોલાવી જુગાર રમાડી રહ્યા હોવાની માહિતી કામરેજ પોલીસને મળતા સ્ટાફ સાથે રેડ કરી હતી. પોલીસે મધુબેન, ભાવનાબેન પરસોત્તમભાઈ સોલંકી (રહે.શિવરંજની એપાર્ટમેન્ટ, બુટભવાની પાસે પુણાગામ (મુળ રહે.સીંબર, તા.ઉના, જી. ગીરસોમનાથ), દિવ્યાબેન પ્રફુલભાઈ પીઠવા (રહે.જાનવી એપાર્ટમેન્ટ મકાન નંબર 201 બાપાસીતારામ ચોક, કામરેજ (મુળ રહે.સનખડા,તા.ઉના, જી.ગીરસોમનાથ), ભાવનાબેન બીપીનભાઈ સાવલીયા (રહે.ગાયત્રીપાર્ક સોસાયટી મકાન નંબર 39, ખોલવડ (મુળ રહે.ગોલાધર, જી.જુનાગઢ), સંગીતાબેન કૌશિકભાઈ ગોંડલીયા (રહે.અવસર બંગ્લોઝ મકાન નંબર 93 વેલંજા (મુળ રહે.કીકરીયા, તા.મહુવા, જી.ભાવનગર), રશીલાબેન ઉર્ફે રશિકાબેન જીતેન્દ્રભાઈ પટેલ (રહે.ગણેશનગર મકાન નંબર 13,14 ખોલવડ (મુળ રહે.રામેશ્વર સોસાયટી, મહેસાણા), હંસાબેન પિયુષભાઈ દેલવાડીયા (રહે.હરેક્રિષ્ના એપાર્ટમેન્ટ વેલંજા (મુળ રહે.અગતરાય, તા.કેશોદ, જી.જુનાગઢ), મનિષાબેન સુભાષભાઈ પટેલ (રહે.અંબિકાનગર મોટાવરાછા (મુળ રહે.મોટીવાવડી ,તા.ગારીયાધાર, જી.ભાવનગર), રમિલાબેન દાસભાઈ વધાસીયા (રહે.સૌરાષ્ટ્ર એપાર્ટમેન્ટ વેલંજા (મુળ રહે.આણંદપુર, તા.કાલાવડ, જી.જામનગર) ઝડપાઈ હતી. પોલીસે દાવ પરના રોકડા 1500 તેમજ અંગઝડતી કરતા 22550, મોબાઈલ ફોન નંગ 5 કિંમત 19500 મળી કુલ 43550નો મુદામાલ ઝડપી પાડયો હતો.જુગારધારા હેથળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
