Vadodara

HSC Board 2024: વિજ્ઞાન પ્રવાહમાં ફિનિક્સનું ઝળહળતું પરિણામ


ઓવર ઓલ 12 A1 ગ્રેડ
સાયન્સ મેરીટ – 42 A1 ગ્રેડ

વડોદરા: ગુજરાત રાજ્ય શૈક્ષણિક બોર્ડ દ્વારા HSC બોર્ડ 2024 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું, ફિનિક્સના વિદ્યાર્થીઓએ છેલ્લા 13 વર્ષની પરંપરા જાળવી રાખતા આ વર્ષ 2024ની HSC બોર્ડની પરીક્ષામાં પણ ઝળહળતું પરિણામ મેળવ્યું છે.
ખુબ જ સારા પરિણામ સાથે પોતાના માતા – પિતા અને ફિનિક્સનું નામ રોશન કર્યું છે. ઓવર ઓલ ફિનિક્સના 12 વિદ્યાર્થીઓએ A1 Grade પ્રાપ્ત કરેલ છે જે ક્રમશ: નીચે મુજબ છે

1. હંસિકા દેવડીગા- 99.92 PR, 2. ખુશી ખીમનાની-99.86 PR, 3. તનિષા વૈશ્ય -99.83 PR, 4. ગૌરી પરિખ-99.82 PR, 5. પ્રાંજલ દવે-99.81 PR, 6.ચાર્મી પરિખ-99.77 PR, 7. નિધી બેચારા-99.75 PR, 8. પ્રતીતિ જોષી-99.72 PR, 9. હેત અગ્રવાલ- 99.28 PR ,10. હર્ષિત વાઘમસિહ-99.20 PR , 11. મનસ્વી કાછડીયા – 99.45, 12. કલરવ ભટ્ટ-98.75 PR .
અને કુલ 42 વિધાર્થી ઓ એ Science Merit માં A1 ગ્રેડ પ્રાપ્ત કરેલ છે.
ફિનિક્સના ફાઉન્ડર અને ડાયરેક્ટર – મુકેશ દાદવાણી સાથેની મુલાકાતમાં વધુમાં તેમણે જણાવ્યું કે ફિનિક્સ છેલ્લા 13 વર્ષથી વડોદરાના વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શિક્ષણ આપતી સંસ્થા છે. પાછલા ઘણા વર્ષોમાં ફિનિકસના વિદ્યાર્થીઓએ JEE, NEET, HSC બોર્ડ- GUJCET અને SSC બોર્ડમાં શ્રેષ્ઠ પરિણામ આપેલ છે. વર્ષ 2024માં લેવાયેલ JEE Mainsની પરીક્ષામાં પણ વડોદરા શહેર માં સર્વોત્તમ પરિણામ એવું – ફિનિક્સના 9 વિદ્યાર્થી પરીક્ષામાં 99 PRથી વધુ મેળવીને ઉત્તીર્ણ થયેલ છે. આશા છે કે ધોરણ 10 બોર્ડ નું પરિણામ પણ આવું જ શ્રેષ્ઠ આવશે.

ફિનિક્સ એ વડોદરા ની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા છે જે સતત અને સૌથી વધુ સારા પરિણામો આપે છે. ફિનિક્સની અન્ય શાખા આણંદ અને કોટા, રાજસ્થાનમાં પણ કાર્યરત છે.

Most Popular

To Top