અનાવલ: તો કેવીરીતે ભણશે ગુજરાત આ ઉક્તિ અત્રે બરોબર સાર્થક થઇ રહી મહુવા તાલુકામાં જિલ્લા પંચાયત (District Panchayat) સંચાલિત પ્રાથમિક શાળાની (primary school) ચોંકાવનારી વિગતો એવી છે.અહીંની શાળામાં શિક્ષણ વ્યવસ્થા હવે રામ ભરોસે ચાલી રહી છે. કે તાલુકાની ૫ શાળામાં ધોરણ-૧થી ૫ માત્ર એક જ શિક્ષક અભ્યાસ કરાવે છે, જેમાં પેથાપુર પ્રાથમિક શાળામાં તો સરકારી મહેકમ (government agency) જ શૂન્ય છે. માત્ર પ્રવાસી શિક્ષક(Traveling teacher) ભરોસે જ શાળા ચલાવવાની નોબત આવી છે.
પ્રાયમરી શિક્ષકની તાતી સમસ્યા:બધું જ પ્રવાસી શિક્ષકને ભરોસે
જ્યારે ૫ શાળાઓ એવી છે, જેમાં ધોરણ-૧થી ૫ માત્ર એક શિક્ષક અને એક વૈકલ્પિક વ્યવસ્થા તરીકે પ્રવાસી શિક્ષકથી શાળા ચલાવવામાં આવતી હોય ત્યારે બાળકોના અભ્યાસના પાયામાં જ ખલેલ પડી રહી છે. એકબાજુ બદલીઓના ખેલ તાલુકામાં ખાલી જગ્યાઓ નહીં બતાવવાનો રમત અને શાળામાં શિક્ષકોનો અભાવ ઘણું બધું સૂચવી જાય છે.હાલ તાલુકાના કાછલ ગામે બદલી બાદ ધોરણ-૧થી ૫માં માત્ર એક જ શિક્ષકના મુદ્દે આવેદનપત્રથી લઈ આંદોલન સુધી ચીમકી પહોંચી ગઈ હતી. ત્યારે આ મુદ્દે તાલુકાની શાળાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે.
પાંચ જેટલી શાળાઓમાં ધોરણ-૧થી ૫ શાળામાં માત્ર એક જ શિક્ષક
તાલુકાની આંગલધરા, સણવલ્લા, દેદવાસણ તેમજ મુડત ગામ સાથે કુલ પાંચ જેટલી શાળાઓમાં ધોરણ-૧થી ૫ શાળામાં માત્ર એક જ શિક્ષક છે. જે પૈકીની મૂડત ગામની પેથાપુર શાળામાં તો સરકારી મહેકમ જ શૂન્ય છે. પેથાપુર શાળાના વિવાદી બદલીથી આવનાર શિક્ષિકા ઉમરપાડા હાજર થઈ જતાં હાલ પ્રવાસી શિક્ષકના ભરોસે જ શાળા ચાલે છે. જ્યારે પાંચ એવી શાળા છે જેમાં પણ નિયમિત શિક્ષકની સાથે એક એક પ્રવાસી શિક્ષક છે.મહુવામાં શાળાઓમાં કેમ્પમાં ખાલી જગ્યાઓ નહીં બતાવવામાં આવતી હોવાનો ગણગણાટ છે.
શિક્ષકોની ગેર હાજરીમાં અન્ય શાળાના શિક્ષક ભણાવવા આવે છે
સરકારી પ્રાથમિક શાળામાં અવારનવાર મીટિંગ કે તાલીમનો સિલસિલો ચાલુ રહે છે. ત્યારે માત્ર એક જ શિક્ષક ધરાવતી શાળાના શિક્ષકો મીટિંગ કે તાલીમમાં કે રજા પર જાય તો નજીકની અન્ય શાળાના શિક્ષક ભણાવવા આવે, જ્યારે પાંચ શાળા પ્રવાસી શિક્ષકોના ભરોસે ચલાવવી પડે છે.
કાયમી શિક્ષકની મંજૂરી માટે તજવીજ હાથ ધરી છે
મહુવા તાલુકામાં ધોરણ-૧થી ૫માં એક જ શિક્ષક હોય તેવી શાળામાં પ્રવાસી શિક્ષક મૂકવામાં આવ્યા છે. કેટલીક શાળામાં શિક્ષકો વયમર્યાદાને કારણે અથવા સ્વૈચ્છિક નિવૃત્તિ લેતા એક જ શિક્ષક રહ્યા છે. જે માટે પ્રવાસી શિક્ષક તેમજ કાયમી શિક્ષકની મંજૂરી માટે તજવીજ હાથ ધરી છે.
-કેતનભાઈ ચૌધરી, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી