National

’77 મુસ્લિમ જાતિઓને OBC ક્વોટા કેવી રીતે આપ્યો’- સુપ્રીમ કોર્ટે મમતા સરકારને મોકલી નોટિસ

પ.બંગાળ: પશ્ચિમ બંગાળની (West Bengal) મમતા સરકારના 77 મુસ્લિમ જાતિઓને અનામત આપવાના નિર્ણય પર સુપ્રીમ કોર્ટે આજે મમતા સરકારને નોટિસ પાઠવી હતી. અસલમાં કલકત્તા હાઈકોર્ટના (High Court) નિર્ણય વિરુદ્ધ પશ્ચિમ બંગાળ સરકારની અરજી પર કોર્ટે આ નોટિસ આપી હતી. કારણ કે લોકસભા ચૂંટણી જીત્યા બાદ મમતા સરકારે 77 જાતીઓને ઓબીસી અનામત ક્વોટામાં (Reserve Quota) સામેલ કરી હતી. તેમજ આ જાતિઓમાંથી મોટા ભાગની જાતિઓ મુસ્લિમ સમુદાયમાંથી છે.

અગાઉ હાઇકોર્ટે પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા અન્ય પછાત વર્ગો (ઓબીસી) તરીકે 77 મુસ્લિમ જાતિઓનું વર્ગીકરણ રદ કર્યું હતું અને 2010 પછી પશ્ચિમ બંગાળમાં જારી કરાયેલા તમામ અન્ય પછાત વર્ગ (ઓબીસી) પ્રમાણપત્રો રદ કર્યા હતા. ત્યારે હાઇકોર્ટના આ નિર્ણય વિરુદ્ધ મમતા સરકારે સુપ્રીમમાં અપીલ કરી હતી. મમતા સરકારીની અપીલને ધ્યાનમાં લઇ સુપ્રીમે આ કેસની વિસ્તૃત માહિતી મેળવી આજે મમતા સરકારને નોટિસ પાઠવી હતી.

નોટિસમાં સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળ સરકાર પાસે આ જાતિઓને OBCમાં સામેલ કરવા માટેનો આધાર પણ પૂછ્યો હતો. તેમજ એ પણ જણાવવાનું કહેવામાં આવ્યું છે કે શું આ બાબતે રાજ્ય પછાત વર્ગ આયોગ સાથે પણ ચર્ચા થઈ હતી કે કેમ? સુપ્રીમ કોર્ટે સોમવારે પશ્ચિમ બંગાળ સરકારને સામાજિક અને આર્થિક પછાતતા અને જાહેર ક્ષેત્રની નોકરીઓમાં પછાત જાતિના અપૂરતા પ્રતિનિધિત્વ પર સુપ્રીમમાં ડેટા જમા કરવા પણ જણાવ્યું હતું, કારણ કે અગાઉ ઘણી મુસ્લિમ જાતિઓને અનામતનો લાભ આપવા માટે પશ્ચિમ બંગાળ સરકારે તેમને અન્ય પછાત વર્ગો (ઓબીસી) ની યાદીમાં સામેલ કર્યા હતા.

આટલું જ નહીં પણ સુપ્રીમ કોર્ટે અન્ય પછાત વર્ગ (ઓબીસી) યાદીમાં 77 જાતિના સમાવેશ સામે કલકત્તા હાઈકોર્ટમાં અરજી દાખલ કરનારા ખાનગી અરજદારોને પણ નોટિસ પાઠવી હતી. ઓબીસી યાદીમાં સામેલ 77 જ્ઞાતિઓમાંથી મોટાભાગની જ્ઞાતિઓ મુસ્લિમ છે. ત્યારે 22 મેના રોજ, હાઇકોર્ટે 2010 થી પશ્ચિમ બંગાળના કેટલાક વિભાગોને આપવામાં આવેલ ઓબીસી દરજ્જો નાબૂદ કર્યો હતો અને રાજ્યમાં સેવાઓ અને પોસ્ટ્સમાં ખાલી જગ્યાઓ માટે આવા અનામતને ગેરકાયદેસર ગણાવ્યું હતું.

મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચુડ, ન્યાયમૂર્તિ જે.બી. પારડીવાલા અને ન્યાયમૂર્તિ મનોજ મિશ્રાએ જણાવ્યું હતું કે, સ્ટે અરજી (રાજ્ય સરકાર દ્વારા દાખલ કરાયેલ નિર્ણયની) સાથે નોટિસ જારી કરો. જેમાં પશ્ચિમ બંગાળ આ કોર્ટ સમક્ષ 77 સમુદાયોને ઓબીસીનો દરજ્જો આપવા માટે અપનાવવામાં આવેલી પ્રક્રિયાને સમજાવતું સોગંદનામું દાખલ કરશે, કે જેમાં રાજ્ય સરકાર સર્વેક્ષણની પ્રકૃતિ, 77 સમુદાયોની સૂચિમાં કોઈપણ સમુદાયના સંદર્ભમાં કમિશન (ત્યાં) રાજ્ય પછાત સમિતિ સાથે પરામર્શનો અભાવનો પણ જવાબ આપશે.

Most Popular

To Top