Comments

દ્રૌપદી મૂર્મુ કેટલું કાઠું કાઢશે?

દેશનાં પ્રથમ આદિવાસી રાષ્ટ્રપતિ બનેલાં દ્રૌપદી મુર્મુ પોતાના પ્રભાવ નહીં પાથરનારા સ્વભાવ, સંનિષ્ઠા અને અખંડિતતાને કારણે તેમના પ્રશંસકો અને ટીકાકારોમાં પૂરતાં ‘બૌધ્ધિક’ નહીં લાગે, પણ આશ્ચર્યજનક તો છે જ એમ તેમની નિકટના લોકો જણાવે છે. પોતાના પુરોગામી રામનાથ કોવિંદની જેમ તેઓ પ્રસિધ્ધિ પાછળ નહીં પડે, પણ પોતાના સમસંવેદનથી દોરાઇ સમાજનાં વંચિતો સુધી પહોંચવામાં પોતાના પદનો ચોક્કસપણે ઉપયોગ કરશે જ. વિદાય લેનાર રાષ્ટ્રપ્રમુખ રામનાથ કોવિંદ 2020 માં કોવિડ-19 દરમ્યાન નેતૃત્વની ટોચે હતા તે યાદ આવે છે? દેશનાં પ્રથમ સન્નારી સવિતા કોવિંદ ભારતના મહામારી સામેના જંગની ચિરસ્મરણીય છબી તરીકે રાષ્ટ્રપ્રમુખના રહેઠાણના શકિતહાટમાં માસ્ક સીવતાં દેખાયાં હતાં.

મુર્મુ તેમના ટીકાકારો ઇચ્છે તેમ સંઘર્ષવાદી પણ નથી અને સહેલાઇથી અભેરાઇ પર ચડાવી શકાય તેવાં પણ નથી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે તેઓ સારામાં સારી રીતે સંબંધ જાળવી રાખશે તેમજ પોતાને પ્રિય એવા મુદ્દાઓ પર પોતાના વિચાર રજૂ કરતાં પણ ખંચકાશે નહીં. સામાજિક સશકિતકરણ અને મદદપાત્ર લોકો વચ્ચે અને સરકાર વચ્ચે સતત સંવાદ સધાતો રહે તે માટે મુર્મુ સેતુરૂપ બની રહે એમ મોદીની ખ્વાહેશ છે. ભારતની 2011 ની વસ્તી ગણતરી મુજબ દેશની 8.6 ટકા વસ્તી ધરાવનાર આદિવાસીઓ પૂરતું જ કામ કરવા પોતાની જાતને દ્રૌપદી મુર્મુ મર્યાદિત નહીં કરે. તેને બદલે વંચિત લોકોની વ્યથા દૂર કરવા પોતાને મળતા અવસરનો તેઓ ઉપયોગ કરશે.

મુર્મુને ખબર છે કે આદિવાસી સમાજની કોઇ પણ વ્યકિતને રાષ્ટ્રપ્રમુખપદ પર મૂકવા માટે કોઇ પણ રાજકીય પક્ષો કે ગઠબંધનને આઝાદી પછી 75 વર્ષ લાગ્યાં છે. તેમણે કહ્યું છે કે મેં ઓડિશાના ઉપર બેડાના નાનકડા ગામમાંથી કરેલી શરૂઆતને હું ભૂલી નહીં શકું. મારા જીવનમાં અંગત રીતે બનેલી કેટલીક કરુણ ઘટનાઓને પણ હું ભૂલી નહીં શકું! મને મારી આધ્યાત્મિક સાધનામાં જે સાંત્વના મળી તે પણ અવિસ્મરણીય છે. કોવિંદની જેમ મુર્મુ પોતાની ઉમેદવારીની મજાક ઉડાવનાર લોકો સહિતના કોઇ પણ લોકો પ્રત્યે કોઇ કડવાશ નથી રાખતાં. છેક ઉમેદવારીની શરૂઆતથી માંડી પરાજય પછી પણ પાખંડી રહેનાર વિરોધ પક્ષના સંયુકત ઉમેદવાર યશવંત સિંહા સામે તેમણે એક અક્ષર પણ નથી કહ્યો.

અબ્દુલ કલામે ‘લોકોના રાષ્ટ્રપ્રમુખ’નું બિરુદ પ્રાપ્ત કર્યું હતું. ભારતના પરિવર્તનવાદે નવી પેઢી માટેના પોતાના પ્રેરક વિચારોથી તેમને આ બિરુદ મળ્યું હતું. મુર્મુને પણ એવું જ કરવું છે. તેમને દુર્ગમ વિસ્તારોમાં જઇ જુવાનિયાઓ, ખાસ કરીને છોકરીઓ અને સ્ત્રીઓ સાથે ઘરોબો કેળવવો છે. શરૂઆત તરીકે તેઓ સૌથી પછાત જિલ્લાઓને ‘આકાંક્ષામય જિલ્લાઓમાં પરિવર્તન કરવાનું વિચારશે. તેઓ આ લોકોની હાલત સુધારવા સૂચનો પણ આપશે. તેઓ વંચિતોને રાષ્ટ્રપતિ ભવનમાં મુલાકાત લેવાનું આમંત્રણ આપશે. જેનાથી તેમના ઉદ્ધાર માટેનું કામ થાય. આદિવાસી સમાજને તેમની પાસેથી શું અપેક્ષા છે તે બાબતમાં તેઓ જાગૃત છે. તેમને લાગે છે કે તેમની જાતિ અને આકાંક્ષાઓને વાચા આપવાની અને તેમને માટે કડીરૂપ બની રહેવાની તેમની ફરજ છે.

ઝારખંડના રાજયપાલ તરીકે મુર્મુએ 1904 ના છોટા નાગપુર ગણોત ધારાને અને 1949 ના સાંથાલપરણા ગણોત ધારાને તે સમયની ભારતીય જનતા પક્ષની સરકાર દ્વારા અમલી બનતાં અટકાવ્યો હતો. ખાસ કરીને આદિવાસી વિસ્તારો સહિત આખા રાજયમાં વ્યાપક વિરોધ થતાં તેના પ્રતિભાવમાં તેમણે આ કામ કર્યું હતું. આ કાયદાઓની સામે પોતાને મળેલા તમામ વિરોધને જોડી તેમણે રઘુવીર દાસની સરકારને ખરડા પાછા મોકલ્યા હતા. તેમના આ પગલાને આદિવાસી સમાજે વધાવી લીધું હતું અને સરકારે તેમના મતને માન આપ્યું હતું.

2017 ના ખાનગી રોજગારી એજન્સી અને ઘર નોકરોના ખરડાને પણ શિક્ષાત્મક કાર્યવાહીની જોગવાઇઓ સુધારવાની માંગ કરીને મુર્મુએ રાજય સરકારે પાછો મોકલ્યો હતો અને રાજય સરકારને જણાવ્યું હતું કે વેશ્યા વૃત્તિ માટે સ્ત્રીઓની હેરફેર નોકરીના નામે કરનારને વધુ કડક શિક્ષા થવી જોઇએ. મુર્મુ રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી જીતી ગયા પછી વિરોધ પક્ષોએ પણ તેમની પાસેથી ઘણી અપેક્ષાઓ છે. તેલંગણાના માહિતી ટેકનોલોજી પ્રધાન કે. તારકર ખીરાવે એવી આશા વ્યકત કરી છે કે તેલંગણામાં આદિવાસી અનામત ધારાનો અને અત્યંત પ્રતિક્ષિત સ્ત્રી અનામત ખરડાને રાષ્ટ્રપ્રમુખ મંજૂરી આપશે.

નાગરિકોના અધિકારના ઘણા કર્મશીલો મુર્મુ અનુસૂચિત જાતિઓ અને જનજાતિઓ પરના જુલ્મોના બનાવ પર ધ્યાન આપે અને આદિવાસીઓ વધુ સીમાંત ન બને તે માટે વન અને ખનિજ કાયદાઓમાં સુધારા કરાવે. 64 વર્ષની વયનાં મુર્મુ રાષ્ટ્રપ્રમુખ તરીકે સૌથી નાની વયનાં છે. તેમનામાં પારાવાર ઊર્જા છે, જેથી તેઓ મનમાં ધારેલાં ધ્યેય સિધ્ધ કરી શકશે. મુર્મુએ અત્યાર સુધીમાં 100 થી વધુ વાર રકતદાન કર્યું છે અને 1000 થી વધુ રોપાઓ જુદા જુદા સ્થળે રોપ્યા છે. એક વાર રાષ્ટ્રપતિ ભવનમાં બિરાજયા પછી દ્રૌપદી મુર્મુ પોતાના પુરોગામીઓ કરતાં વધુ ઝળહળી ઊઠશે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top