ઉત્તર પ્રદેશ: ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)નાં પ્રયાગરાજ(Prayagraj)માં ફરી એકવાર સામૂહિક હત્યા(Massacre)ની ઘટના સામે આવી છે. જેના પગલે સનસનાટી ફેલાઈ જવા પામી છે.પ્રયાગરાજના શિવરાજપુર ગામમાં એક જ પરિવારના 5 લોકોની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ અજાણ્યા હત્યારાઓએ વૃદ્ધ દંપતી અને તેમની પુત્રી, પુત્રવધૂ, પૌત્રીની હત્યા કરી હતી. હત્યા કર્યા બાદ હત્યારાઓએ ઘટના સ્થળે પુરાવાનો નાશ કરવા ઘરને આગ લગાડવાનો પણ પ્રયાસ કર્યો હતો. ત્યાર બાદ હત્યારાઓ ફરાર થઇ ગયા હતા. હત્યાના પગલે આખા પરિવારનો માળો વિખેરાઈ ગયો હતો. હવે આ પરિવારમાં મચી છે તો માત્ર એક પાંચ વર્ષની બાળકી. બનાવની જાણ થતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસે આ કેસની તપાસ માટે સાત ટીમો બનાવી છે.
મૃતકોમાં રાજ કુમાર યાદવ (55), તેમની પત્ની કુસુમ (50), પુત્રી મનીષા (25), પુત્રવધૂ સવિતા (27) અને પૌત્રી મીનાક્ષી (2)નો સમાવેશ થાય છે. પોલીસને પૌત્રી સાક્ષી (5) જીવતી મળી છે, જે ખૂબ ગભરાયેલી હાલતમાં છે. જેથી તેને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. મૃત્યુ પામેલા લોકોમાં સવિતા પાંચ મહિનાની ગર્ભવતી હતી. સવિતાની એક પુત્રી મીનાક્ષીની પણ હત્યા કરવામાં આવી છે, જ્યારે બીજી 5 વર્ષની પુત્રી સાક્ષી ઘાયલ છે, સાથે જ સવિતાના પતિ સુનીલે તેની પત્ની અને બહેન બંને સાથે બળાત્કારની આશંકા વ્યક્ત કરી છે. પોલીસે તમામ મૃતદેહોને કબજામાં લીધા છે. ડોગ સ્કવોડ અને ફોરેન્સિક ટીમની મદદથી તપાસ શરૂ કરવામાં આવી છે.
ગામમાં એકઠા થયેલા ઘણા પોલીસ સ્ટેશનના ફોર્સની માહિતી અનુસાર,
મળતી માહિતી મુજબ સવારે ગામના લોકોએ ઘરમાંથી ધુમાળો નીકળતા જોયો હતો. જેથી કેટલાક લોકો ઘર પાસે ગયા હતા. જ્યાં અંદર જોતા તેઓ સ્તબ્ધ થઇ ગયા હતા. તેઓને સમગ્ર હત્યાકાંડની જાણ થઇ હતી. અને આ મામલે પોલીસને જાણ કરી હતી. જો કે પોલીસ તપાસ માટે ગામમાં આવી હત્યા લોકોનું મોટું ટોળું ભેગું થઇ ગયું હતું. જેથી ગામમાં હોબાળો તેમજ અન્ય વિવાદો થતા અટકાવવા માટે પોલીસ ફોર્સ તૈનાત કરી દિધી હતી.
તપાસ માટે 7 ટીમો બનાવાઈ
એસએસપી અજય કુમારે જણાવ્યું કે બેડ રૂમમાં આગ લાગી હતી. આથી પોલીસે તમામ મૃતકોના મૃતદેહને ઘરમાંથી બહાર કાઢ્યા હતા. હત્યાનો પર્દાફાશ કરવા માટે સાત ટીમો બનાવવામાં આવી છે. પરિવારજનોની ફરિયાદ લઈને આગળની કાર્યવાહી કરવામાં આવશે.
ખગલપુરમાં પણ બની હતી આવી ઘટના
ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા જ પ્રયાગરાજના નવાબગંજ ખગલપુરમાં એક મહિલા, તેની ત્રણ પુત્રીઓનું ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી અને પતિનો મૃતદેહ ફાંસી પર લટકતો મળી આવ્યો હતો. ઘટનાસ્થળેથી એક સુસાઈડ નોટ પણ મળી આવી હતી, જેમાં સાસરિયાઓ પર ત્રાસ ગુજારવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.